Not Set/ સુરતમાં અલ્પેશ કથિરિયાના જામીન મંજૂર, પાટીદારોમાં ખુશીનો માહોલ

સુરત, તો હવે અલ્પેશ કથિરિયાને સુરત રાજદ્રોહ કેસમાંથી રાહત મળી છે. અમદાવાદ બાદ સુરતના રાજદ્રોહ કેસમાંથી રાહત મળતાં પાટીદાર સમાજમાં ઉત્સાહનો માહોલ ફેલાઇ ગયો છે. પાટીદારને જાણે દિવાળીનો માહોલ હોય તેમ લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, અનામત આંદોલન વખતે અલ્પેશ કથિરિયા પર અમદાવાદ અને સુરતમાં રાજદ્રોહને લઇને ગુનો દાખલ થયો હતો. પરંતુ લાંબા સમય […]

Top Stories Gujarat Surat
mantavya 7 સુરતમાં અલ્પેશ કથિરિયાના જામીન મંજૂર, પાટીદારોમાં ખુશીનો માહોલ

સુરત,

તો હવે અલ્પેશ કથિરિયાને સુરત રાજદ્રોહ કેસમાંથી રાહત મળી છે. અમદાવાદ બાદ સુરતના રાજદ્રોહ કેસમાંથી રાહત મળતાં પાટીદાર સમાજમાં ઉત્સાહનો માહોલ ફેલાઇ ગયો છે.

પાટીદારને જાણે દિવાળીનો માહોલ હોય તેમ લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, અનામત આંદોલન વખતે અલ્પેશ કથિરિયા પર અમદાવાદ અને સુરતમાં રાજદ્રોહને લઇને ગુનો દાખલ થયો હતો.

પરંતુ લાંબા સમય બાદ અલ્પેશ કથિરિયાને અમદાવાદના રાજદ્રોહના કેસમાંથી મુક્તિ મળી હતી. પરંતુ સુરતનો કેસ ચાલુ હોવાના કારણે તેની ફરીથી ધરપકડ કરી લેવામાં આવી હતી. જેને લઇને કોર્ટમા આ કેસ ચાલી રહ્યો હતો.

25 હજારના બોન્ડ અને અન્ય શરતો પર જામીન મળ્યાં

આજે અલ્પેશ કથિરિયાને જામીન મળતાં પાટીદારો તેમજ અલ્પેશ કથિરિયાના પરિવારજનોમાં ખુશીનો માહોલ ફેલાઇ ગયો છે. અલ્પેશને રાજદ્રોહના કેસમાંથી 25 હજારના બોન્ડ અને અન્ય શરતો પર જામીન મળ્યાં છે. અન્ય કેસમાં જામીન બાકી હોવાથી મંગળવાર સુધીમાં તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને લાજપોર જેલમાંથી લાવવામાં આવશે.

2015ના વર્ષમાં પાટીદાર અનામતનું આંદોલન તેની ચરમસીમા પર હતું. એ વખતે રાજ્યભરના અલગ-અલગ વિસ્તારોમાં તોડફોડ અને અરાજકતા ફેલાય તેવા અનેક બનાવો બન્યા હતા.

જેમાંની એક ઘટના સુરતના અમરોલી પોલીસ મથકની હદમાં બની હતી. જેમાં પાસના ગુજરાતના નેતા હાર્દિક પટેલ સહિતના પાસના આગેવાનો સામે ગુના રજિસ્ટર નં. 135-2015થી રાજદ્રોહનો ગુનો નોંધાયો હતો.