Cricket/ IPL 2023 પહેલા ખરાબ સમાચાર, CSKનો મેચ વિનર સિઝનમાંથી બહાર

MS ધોનીની આગેવાની હેઠળની ચેમ્પિયન ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સને ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝન પહેલા મોટો આંચકો લાગ્યો છે. CSKનો એક મોટો મેચ વિનર ખેલાડી ઈજાગ્રસ્ત થયો છે. આ ખેલાડી…

Top Stories Sports
Bad news before IPL 2023

Bad news before IPL 2023: MS ધોનીની આગેવાની હેઠળની ચેમ્પિયન ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સને ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝન પહેલા મોટો આંચકો લાગ્યો છે. CSKનો એક મોટો મેચ વિનર ખેલાડી ઈજાગ્રસ્ત થયો છે. આ ખેલાડી પર ઈજાના કારણે આગામી સિઝનમાંથી બહાર થઈ જવાનો ભય પણ છે. ન્યૂઝીલેન્ડની ટીમે 16 ફેબ્રુઆરીથી ઈંગ્લેન્ડ સામે બે મેચની ટેસ્ટ સિરીઝ રમવાની છે. ફાસ્ટ બોલર કાઈલ જેમિસન આ સિરીઝમાંથી બહાર થઈ ગયો છે.

ફરી એકવાર તેને સ્ટ્રેસ ફ્રેક્ચરની સમસ્યા જણાવવામાં આવી રહી છે. તે છેલ્લે જૂન 2022માં બહાર રમતા જોવા મળ્યો હતો. તે IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમનો પણ ભાગ છે. કાયલ જેમિસન ઈજાના કારણે ફરી એકવાર લાંબા સમય સુધી ક્રિકેટથી દૂર રહી શકે છે. કાયલ જેમિસન વિશે વાત કરતા ન્યુઝીલેન્ડના મુખ્ય કોચ ગેરી સ્ટેડે કહ્યું કે, કાયલ જેમિસન માટે તે ખૂબ મુશ્કેલ હશે. કારણ કે તેણે મેદાનમાં પાછા આવવા માટે ઘણી મહેનત કરી હતી. કાયલ ગત વર્ષે ઈંગ્લેન્ડ સામે ઈજાગ્રસ્ત થયો હતો અને હવે ફરી એકવાર તેણે આ જ ટીમની સામે આ મુદ્દાનો સામનો કરવો પડ્યો છે. જે બાદ તેને પરત જવું પડ્યું હતું.

ગેરી સ્ટેડે જણાવ્યું કે, કાયલ જેમિસન કોઈ પણ પ્રકારનો દુખાવો અનુભવી રહ્યો નથી. તે સ્પષ્ટ છે કે તેને સ્ટ્રેસ ફ્રેક્ચર છે તેથી તે આજે ક્રાઇસ્ટચર્ચ પરત ફરશે અને શુક્રવારે તેનું સીટી સ્કેન કરાવશે. 28 વર્ષીય કાયલ જેમિસન ન્યૂઝીલેન્ડ માટે અત્યાર સુધીમાં 16 ટેસ્ટ મેચ, 8 વનડે અને 8 ટી20 મેચ રમી ચૂક્યો છે. તે IPLમાં પણ 9 મેચ રમી ચૂક્યો છે. કાયલ જેમિસન બોલ અને બેટથી મેચ બદલવા માટે જાણીતો છે.

આ પણ વાંચો: સસ્તી લોન/મોંઘી લોનના સમયમાં પણ સસ્તી લોન મેળવી શકો છો, જાણો કેવી રીતે