heartattack/ અમરેલીમાં પોલીસ કોન્સ્ટેબલનું હ્રદયરોગથી મોત નિપજ્યું

પોલીસ કોન્સ્ટેબલ નજુભાઈ વાળા બગસરા તપાસ કામ માટે ગયા હતા. તે સમયે તેમને હાર્ટએટેક આવ્યો હતો. ઢોલરવા ગામના નિવાસી 32 વર્ષીય પોલીસ……

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 02 22T131810.553 અમરેલીમાં પોલીસ કોન્સ્ટેબલનું હ્રદયરોગથી મોત નિપજ્યું

Amreli News: રાજ્યમાં હ્રદય રોગ (Heart Attack)ના હુમલાથી લોકોના મોત થઈ રહ્યાં છે. કોરોના કાળ (Corona) બાદ બાળકો (Childrens) થી લઈ વૃદ્ધો સુધીના સૌ કોઈ હાર્ટ એટેકના શિકાર બનવા લાગ્યા છે. હાર્ટ એટેકથી થતા મોતને કારણે પરિવાર તૂટી રહ્યો છે. ત્યારે અમરેલીના ચલાલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલનું હાર્ટ એટેકથી મોત થયું છે.

WhatsApp Image 2024 02 22 at 1.19.11 PM અમરેલીમાં પોલીસ કોન્સ્ટેબલનું હ્રદયરોગથી મોત નિપજ્યું

અમરેલી જીલ્લાના ચલાલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીનું હ્રદયરોગથી મોત થયું છે. પોલીસ કોન્સ્ટેબલ નજુભાઈ વાળા બગસરા તપાસ કામ માટે ગયા હતા. તે સમયે તેમને હાર્ટએટેક આવ્યો હતો. ઢોલરવા ગામના નિવાસી 32 વર્ષીય પોલીસ કોન્સ્ટેબલનું અકાળે મોત થતાં પરિવાર અને પોલીસબેડામાં શોક છવાયો છે. નજુભાઈ વાળાનું મોત થતાં તેમનો પરિવાર નિ:સહાય થયો છે.

ગુજરાત (Gujarat)માં હૃદય રોગથી થતા મોતનો આંકડો સતત વધી રહ્યો છે. હજારો લોકોના હાર્ટ એટેકથી મોત થયાનું સામે આવ્યું છે. તાજેતરમાં જ 108એ હૃદય રોગના આંકડા જાહેર કર્યા છે. 108એ વર્ષ 2023માં 72 હજાર 573 હૃદય રોગને લગતી ઈમરજન્સી (Emergency) હેન્ડલ કરી. છેલ્લા છ વર્ષ એટલે કે વર્ષ 2018થી વર્ષ 2023માં સુધી કેટલા કેસ નોંધાયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કર્ણાટક સરકાર 1 કરોડથી વધુ આવક ધરાવતા મંદિરો પર કર વસૂલશે, ભાજપે કર્યો વિરોધ

આ પણ વાંચો:પશ્ચિમ કચ્છમાં આવેલા ભુજમાં બે દિવસ CNG ગેસ વિતરણ વ્યવસ્થા બંધ રખાશે…

આ પણ વાંચો:ભરથાણા ટોલનાકા પાસેથી જંગી કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો