IPL/ સંજુ સેમસનને કેપ્ટન તરીકે પ્રથમ મેચમાં મળી હાર, છતા ફેન્સનું જીત્યુ દિલ, નામે કર્યો આ ખાસ રેકોર્ડ

ઈન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝનની ચોથી મેચ સોમવારનાં રોજ મુંબઇનાં વાનખેડે મેદાન પર રમાઇ હતી, જ્યાં પંજાબ કિંગ્સની ટીમે ખૂબ જ રોમાંચક મેચમાં રાજસ્થાન રોયલ્સને 4 રને હરાવી ટૂર્નામેન્ટમાં પોતાની પ્રથમ જીત નોંધાવી હતી.

Top Stories Sports
mmata 41 સંજુ સેમસનને કેપ્ટન તરીકે પ્રથમ મેચમાં મળી હાર, છતા ફેન્સનું જીત્યુ દિલ, નામે કર્યો આ ખાસ રેકોર્ડ

ઈન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝનની ચોથી મેચ સોમવારનાં રોજ મુંબઇનાં વાનખેડે મેદાન પર રમાઇ હતી, જ્યાં પંજાબ કિંગ્સની ટીમે ખૂબ જ રોમાંચક મેચમાં રાજસ્થાન રોયલ્સને 4 રને હરાવી ટૂર્નામેન્ટમાં પોતાની પ્રથમ જીત નોંધાવી હતી. આ રોમાંચક મેચમાં પંજાબ કિંગ્સની ટીમે પ્રથમ બેટિંગ કરીને 221 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો, પરંતુ સંજુ સેમસનની સદીની ઇનિંગને કારણે મેચનું પરિણામ છેલ્લા બોલ સુધી પહોંચી ગયુ હતુ. જો કે મેચનાં અંતિમ બોલ પર દીપક હૂડાએ સેમસનનો કેચ પકડ્યો ત્યારે પંજાબ આ મેચ જીતી શક્યુ હતુ. રાજસ્થાન આ મેચ ભલે હારી ગયુ હોય પણ સંજુ સેમસને પોતાની તોફાની બેટિંગથી ક્રિકેટ ફેન્સનું દિલ જીતી લીધુ છે. કેપ્ટન તરીકે તેની આ પ્રથમ મેચ હતી. પોતાની પ્રથમ મેચમાં સદી ફટકારવાનો અનોખો રેકોર્ડ તેણે પોતાના નામે કરી દીધો છે.

mmata 44 સંજુ સેમસનને કેપ્ટન તરીકે પ્રથમ મેચમાં મળી હાર, છતા ફેન્સનું જીત્યુ દિલ, નામે કર્યો આ ખાસ રેકોર્ડ

IPL / જોશ બટલરે ધોનીને લઇને આપ્યું મોટુ નિવેદન, ધોનીનાં કારણે જ પંત, કે.એલ.રાહુલ અને સેમશન…

આપને જણાવી દઇએ કે, આ મેચમાં ફરી એક વાર સિક્સનો વરસાદ જોવા મળ્યો હતો અને બંને ટીમો દ્વારા કુલ 25 છક્કા ફટકારવામાં આવ્યા હતા. પંજાબ કિંગ્સ તરફથી રાહુલની તોફાની બેટિંગ બાદ સમય આવ્યો રાજસ્થાનનાં રોયલ ખેલાડી એટલે કે સંજુ સેમસનનો કે જેણે પોતાની ધમાકેદાર બેટિંગથી વિરોધી ટીમને પરસેવો લાવી દીધો હતો. તેણે મેચમાં માત્ર 54 બોલમાં સદી ફટકારી હતી. આઈપીએલમાં સેમસનની આ ત્રીજી સદી છે. હવે સદીમાં સેમસને એબી ડી વિલિયર્સની બરોબરી કરી છે. ડી વિલિયર્સે આઈપીએલમાં 3 સદી ફટકારી છે. જણાવી દઈએ કે, હવે આઈપીએલની સદીની યાદીમાં સેમસન ટોપ 5 માં આવી ગયો છે. ક્રિસ ગેલે આઈપીએલમાં સૌથી વધુ સદી ફટકારી છે. ગેલે આઈપીએલમાં 6 સદી ફટકારી છે. વિરાટ કોહલીએ 5 અને ડેવિડ વોર્નરે 4 સદી ફટકારી છે. આ સિવાય શેન વોટસને આઈપીએલમાં 4 સદી ફટકારી છે. આ સમયે, એબીનું નામ આઈપીએલમાં 3 સદીમાં નોંધાયેલું છે. જણાવી દઈએ કે, આઈપીએલનાં ઇતિહાસમાં 2 સદીથી વધુ સદી ફટકારનાર સંજુ સેમસન માત્ર બીજો ભારતીય બેટ્સમેન છે. ફક્ત વિરાટ કોહલી જ એવો ભારતીય બેટ્સમેન છે જેણે આઈપીએલમાં 3 થી વધુ સદી ફટકારી છે.

mmata 42 સંજુ સેમસનને કેપ્ટન તરીકે પ્રથમ મેચમાં મળી હાર, છતા ફેન્સનું જીત્યુ દિલ, નામે કર્યો આ ખાસ રેકોર્ડ

Hurry up / બેંકમાં કામ હોય તો આજે જ પતાવી લેજો, સતત આટલા દિવસો બેંક રહેશે બંધ

સેમસન ત્રીજી સદી બનાવીને રહાણે, કેએલ રાહુલ, મૈકુલમ, શિખર ધવન જેવા દિગ્ગજોને પાછળ છોડી દીધા છે. આ તમામ દિગ્ગજો આઇપીએલમાં 2 સદી ફટકારવામાં સફળ રહ્યા છે. સેમસન કેપ્ટનશીપની ઇનિંગ રમી હતી અને દરેક બોલર સામે આક્રમક બેટિંગ કરી હતી. આઇપીએલ 2021 માં સેમસન દ્વારા ફટકારવામાં આવેલી સદી આ સીઝનની પ્રથમ સદી છે. આઈપીએલમાં કેપ્ટન તરીકે પ્રથમ મેચ રમતી વખતે સેમસને સદી ફટકારીને નોંધપાત્ર રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આઇપીએલનાં ઇતિહાસમાં તે એકમાત્ર કેપ્ટન બન્યો છે જેણે આ પ્રકારનું અદભૂત પરાક્રમ કર્યું છે. જણાવી દઈએ કે, આ સીઝનમાં સ્ટીવ સ્મિથનાં ગયા પછી સેમસન રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન બન્યો હતો.

mmata 43 સંજુ સેમસનને કેપ્ટન તરીકે પ્રથમ મેચમાં મળી હાર, છતા ફેન્સનું જીત્યુ દિલ, નામે કર્યો આ ખાસ રેકોર્ડ

આઈપીએલમાં સેમસનની પહેલી મેચ પંજાબ કિંગ્સ સામે કેપ્ટન તરીકેની હતી. પહેલી જ મેચમાં સેમસનને કેપ્ટન તરીકે સદી ફટકારીને ઇતિહાસ રચ્યો છે. સંજુ સેમસને 63 બોલમાં 119 રન બનાવ્યા હતા અને છેલ્લા બોલ પર આઉટ થયો હતો. સેમસને તેની ઇનિંગ્સમાં 12 ચોક્કા અને 7 છક્કા ફટકાર્યા હતા. રાજસ્થાનને છેલ્લા બોલ પર 5 રનની જરૂર હતી, બોલર અર્શદીપ સિંહે છેલ્લા બોલ પર સેમસનને કેચ આઉટ કરાવીને પંજાબને જીત અપાવી. પંજાબ કિંગ્સે રાજસ્થાન સામે 4 રને જીત મેેળવી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ