ગોંડલ/ ઓ..સાથી રે..તેરે બીના ભી..! દંપત્તિનો અનોખો પ્રેમ, સાથે જીવ્યાં અને વિદાય પણ સાથે લીધી.

કેટલાંક દંપત્તિ એવા હોય છે જેને વિખૂટા ઈશ્વર પણ નથી પાડી શકતો. વર્ષોના સહજીવન પછી જ્યારે વિદાયનો વખત આવે છે ત્યારે એ અંતિમ ઘડીઓમાં પણ એમને વિખૂટા પાડી શકાતા નથી.

Top Stories Gujarat Others
robo dainasor 11 ઓ..સાથી રે..તેરે બીના ભી..! દંપત્તિનો અનોખો પ્રેમ, સાથે જીવ્યાં અને વિદાય પણ સાથે લીધી.

કેટલાંક દંપત્તિ એવા હોય છે જેને વિખૂટા ઈશ્વર પણ નથી પાડી શકતો. વર્ષોના સહજીવન પછી જ્યારે વિદાયનો વખત આવે છે ત્યારે એ અંતિમ ઘડીઓમાં પણ એમને વિખૂટા પાડી શકાતા નથી. ગોંડલના દંપત્તિ સાથે પણ આવું જ કંઈક થયું..

ઓ..સાથી રે..તેરે બીના ભી..!

  • અમર પ્રેમને કોરોના પણ કરી ન શક્યો અલગ
  • ગોંડલના દંપત્તિની અનોખો પ્રેમ છેક સુધી
  • 53-53 વર્ષ સુધી જીવ્યાં સાથે અને…
  • મોત આવ્યું તો પણ સાથે મીંચી આંખો
  • બુચ પરિવારના બંને મોભીની સહવિદાય

ફાસ્ટ લાઈફ વચ્ચે આજે આપણે ઘણાં જોડા એવા પણ જોઈએ છે કે જે કેટલાંક મહિનામાં પણ વિખૂટા પડી જાય છે. છૂટાછેડા લેવું સાવ રમત થઈ ગયું છે. એવામાં એક દંપત્તિ એવું પણ છે જે હવે તો માત્ર યાદોમાં બચ્યું છે પણ 53-53 વર્ષનું સહજીવન વિતાવ્યાં પછી જ્યારે આ વયોવૃદ્ધ દંપત્તિને કોરોના થયો તો અંતિમ ઘડીમાં પણ બંનેએ પૂરો સાથ નિભાવ્યો. ગોંડલના સ્ટેશન પ્લોટ વિસ્તારમાં રહેતાં પરિવારના મોભીને કોરોના આભડી ગયો. 15 દિવસ પૂર્વે બંનેને રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયા હતાં. દંપત્તિ આમ તો સંપૂર્ણ તંદુરસ્ત હતું પણ કોરોનાનો ઘા જીરવી શક્યું નહીં. સૌથી મોટી વાત છે જ્યારે જ્યોતિશભાઈએ દમ તોડ્યો એ સાથે જ તેમના પત્ની દેવયાની બહેને પણ 20 મિનિટમાં જ અનંતની વાટ પકડી.

20 મિનિટના ગાળામાં જ ઘરના બંને મોભીનું મૃત્યુ થઈ જવાથી બુચ પરિવારમાં કલ્પાંત મચ્યો છે. જો કે સૌના મુખે એક વાત તો છે જ કે કેટલું આદર્શ સહજીવન 53-53 વર્ષ સુધી આ કળિયુગમાં શાનથી સાથે જીવ્યાં અને જ્યારે અંતિમ ઘડી આવી તો વિદાય પણ સાથે લીધી.

ભાજપ / સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને કેન્દ્રસ્થાને રાખીને ચૂંટણી ઇનચા…

Coronavirus / ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા કોરોના સંક્રમિત,  ટ્વિટ…

ગુજરાત / આગની ઘટનાને કાબૂમાં લેવા મહત્વનો નિર્ણય, ડાયરેક્ટર ઓફ ફાયરની…

dharma / આવતી કાલે સોમવતી અમાસ, અજમાવો આ ઉપાય, પૈસાનો વરસાદ થશે…

#Ajab_Gajab / આ વિશ્વનું એક અનોખું ગામ છે, જ્યાં લોકો ચાલતા ચાલતા જ સુઈ …

#Ajab_Gajab / વિશ્વનું અનોખું ગામ, જ્યાં છોકરી મોટી થઈ બની જાય છે છોકરો…

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…