ધનતેરસ/ બજારમાં ખરીદીની ધૂમ, ખરીદીને લઈને વેપારીઓમાં ખુશી

માત્ર સોનાચાંદીના દાગીના જ નહીં પણ ઘણા લોકોએ વાહનોની પણ ખરીદી કરી. પોતાની મનપસંદ કારની ખરીદી કરવા માટે લોકોએ આજનો દિવસ પસંદ કર્યો.

Gujarat Others
બસ ભાડા 1 બજારમાં ખરીદીની ધૂમ, ખરીદીને લઈને વેપારીઓમાં ખુશી

દિવાળી પહેલાં ધનતેરસનો દિવસ આવે છે. જે દિવસને ખરીદીનો દિવસ ગણવામાં આવે છે. આ દિવસે સોના,ચાંદીના સિક્કાઓ સહિતની વસ્તુઓ, જમીન,મકાન કે વાહનો ખરીદવામાં આવે છે. ત્યારે ધનતેરસને લઈને બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી.

  • જુદી જુદી વસ્તુઓની થઈ ખરીદી
  • ખરીદીને લઈને વેપારીઓમાં ખુશી

દિવાળીના બે દિવસ પહેલાં આવતો ધનતેરસના દિવસે જુદી જુદી વસ્તુઓની ખરીદી કરવાનું મહત્વ રહેલું છે. ત્યારે રાજ્યના મોટા ભાગના શહેરોમાં લોકો ખરીદી માટે ઉમટી પડ્યા. અમદાવાદ, રાજકોટમાંમાં અનેક લોકોએ પોતાની શક્તિ પ્રમાણે સોના, ચાંદીના સિક્કા , મૂર્તિઓ સહિતની વસ્તુઓની ખરીદી કરી.

બસ ભાડા 2 બજારમાં ખરીદીની ધૂમ, ખરીદીને લઈને વેપારીઓમાં ખુશી

કેટલાક ગ્રાહકોએ મુહૂર્ત સાચવવા ખરીદી કરી તો કેટલાક ગ્રાહકોએ લગ્નસરાની ખરીદી  કરવા માટે આજનો દિવસ પસંદ કર્યો છે. ત્યારે ગ્રાહકોની ભીડને જોઈને વેપારીઓમાં પણ ખુશી જોવા મળી. લોકો પણ  ઉત્સાહભેર ખરીદીનો આનંદ માણતા જોવા મળ્યા હતા.

માત્ર સોનાચાંદીના દાગીના જ નહીં પણ ઘણા લોકોએ વાહનોની પણ ખરીદી કરી. પોતાની મનપસંદ કારની ખરીદી કરવા માટે લોકોએ આજનો દિવસ પસંદ કર્યો. તો ધનતેરસના દિવસે લક્ષ્મીજીની તેમ જ ભગવાન ધન્વંતરિની પણ પૂજા કરવામાં આવે છે. ત્યારે આ પૂજા-અર્ચના માટે ફૂલ બજારમાં પણ લોકોની ભીડ જોવા મળી. જ્યાં ગુલાબ, કમળ અને ગલગોટાના ફૂલોની માંગ સૌથી વધુ જોવા મળી. આમ બજારમાં ધનતેરસની ખરીદીની ધૂમ જોવા મળી.

ડ્રગ કેસ / નવાબ મલિકના આરોપમાં શું છે તથ્ય ? સમીર વાનખેડે કેટલી મિલકત ધરાવે છે? આવો જાણીએ

Politics / દિવાળી પહેલા ભાજપને મોટો ઝટકો, પેટાચૂંટણીમાં માત્ર 7 બેઠકો હાથ લાગી

વડોદરા / માટીમાંથી ફટાકડા બનાવવાની આ કળા 400 વર્ષ જૂની છે, આવી રીતે બનાવતા હતા ફટાકડા