Not Set/ જુગાર/ જુહાપુરા તેમજ સરખેજમાં પોલીસના જુદા જુદા દરોડામાં કુલ 21 શકુની ઝડપાયા

ગઈ કાલે વેજલપુર પોલીસે તેમજ સરખેજ પોલીસે પોતાના વિસ્તારમાં વાહન ચકિંગ તેમજ પેટ્રોલિંગ હાથ ધરી હતી. ત્યારે તેમને બે જુદી જુદી જગ્યાના જુગારધામની ખાનગી બાતમી મળી હતી. તે બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા કુલ ૨૧ જુગારીઓ જુગાર રમતા રંગે હાથે ઝડપાયા હતા. તેમના પાસેથી પોલીસે અંદાજે ૧.૫૦ લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. પ્રાપ્ત થયેલી માહિતી […]

Ahmedabad Gujarat
download 1 જુગાર/ જુહાપુરા તેમજ સરખેજમાં પોલીસના જુદા જુદા દરોડામાં કુલ 21 શકુની ઝડપાયા

ગઈ કાલે વેજલપુર પોલીસે તેમજ સરખેજ પોલીસે પોતાના વિસ્તારમાં વાહન ચકિંગ તેમજ પેટ્રોલિંગ હાથ ધરી હતી. ત્યારે તેમને બે જુદી જુદી જગ્યાના જુગારધામની ખાનગી બાતમી મળી હતી. તે બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા કુલ ૨૧ જુગારીઓ જુગાર રમતા રંગે હાથે ઝડપાયા હતા. તેમના પાસેથી પોલીસે અંદાજે ૧.૫૦ લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.

પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર , ગઈ કાલે સરખેજના જામ્બુ ના ડેલામાં પોલીસે ખાનગી બાતમીના આધારે દરોડા પાડીને દસ જેટલા જુગારીઓને જુગાર રમતા રંગેહાથે ઝડપી લીધા હતા. પોલીસે જુગારીઓ પાસેથી ૧૦ જેટલા મોબાઈલ ફોન , એક એક્ટિવા તેમજ રોકડા રૂપિયા અંદાજે ૮૦ હજાર સહિતનો કુલ ૧.૩૨ લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. જયારે  બીજી તરફ વેજલપુર પોલીસને પણ એક ખાનગી બાતમી મળી હતી કે , તેમના વિસ્તારના જન્નતુલ સોસાયટી પાસેના ખુલ્લા મેદાનમાં કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા છે. અને તે બાતમી વાળી જગ્યાએ બે પંચોની સાથે પોલીસે દરોડા પાડીને ૧૧ જેટલા જુગારીઓ જુગાર રમતા ઝડપી લીધા હતા. અને તેમની શારીરિક ઝડતી પોલીસે કરતા અંદાજે કુલ ૧૫.૫૦૦ રૂપિયા નો મુદામાલ મળી આવ્યો હતો. જે પોલીસે રિકવર કરીને તેમના વિરુદ્ધમાં જુગાર ધારાની કલમો મુજબ ફરિયાદ દાખલ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.