Not Set/ ડબલ ઝડપે વધી રહ્યો છે ‘કોરોના’, ‘બેદરકારી’પડી શકે છે તમને ભારે

૨૨ માર્ચ ૨૦૨૦ એ દિવસ હતો જે ભારતના ઇતિહાસમાં લખાયો. કારણ કે તે દિવસે સવારે જ્યારે લોકોની આંખો ખુલી તો, ચારેય તરફ સન્નાટો હતો. કોઇને કોઇ ઉતાવળ ન હતી

Top Stories Gujarat Others
auto 14 ડબલ ઝડપે વધી રહ્યો છે ‘કોરોના’, ‘બેદરકારી’પડી શકે છે તમને ભારે

@ચિરાગ પંચાલ, અમદાવાદ 

૨૨ માર્ચ ૨૦૨૦ એ દિવસ હતો જે ભારતના ઇતિહાસમાં લખાયો. કારણ કે તે દિવસે સવારે જ્યારે લોકોની આંખો ખુલી તો, ચારેય તરફ સન્નાટો હતો. કોઇને કોઇ ઉતાવળ ન હતી. કોઇ દોડભાગ જોવા મળતી ન હતી. સતત દોડતા શહેરો પણ જાણે કે શાંત થઇ ગયા હતા. પણ જાણે કે કોરોનાની આહટ સાથે સૌ કોઇ વિચારતું તો હતું

Janta Curfew anniversary: When millions stayed indoors in India for 14 hours to contain COVID-19 | India News

દેશભરની સોસાયટીઓના આ દ્રશ્યો, અને થાળી વેલણનો અવાજ કોરોનાની એન્ટ્રી સાથે ભારતમાં જાહેર કરાયેલા જનતાકર્ફયુને એક વર્ષ પુરૂ થઇ ગયું. વડાપ્રધાન નરેન્દ્રમોદીની એક અપીલ પર દેશના નાના મોટા સૌ કોઇએ કોરોના સામે થાળી વગાડીને આત્મવિશ્વાસ વધાર્યો. સમય વિતતો ગયો અને જનતા કર્ફયુંને બદલે કાયમી કર્ફયું લાગી ગયો. ૩૬પ દિવસો પસાર થઇ ગયા છે. પણ કોરોના અને કર્ફયું લાગે છે હવે કાયમી બની ગયા છે.

Janata Curfew | updates - The Hindu

૨ માર્ચ ૨૦૨૦નો એ દિવસ જ્યારે ભારતમાં પહેલીવાર કોરોના વાયરસ સંક્રમણના વધતા કિસ્સાઓને લીધે વડાપ્રધાને તમામ લોકોને તેમના ઘરોમાં રહેવાની અપીલ કરી હતી. અને તેને નામ આપવામાં આવ્યુ હતું જનતા કર્ફયું આ આહ્વાન પછી રસ્તાઓ વેરાન બની ગયા હતા. લોકો ઘરોની બાલ્કનીઓમાં ઉભા રહીને આવનારા ખરાબ સમયની માત્ર કલ્પનાજ કરી શકતા હતા. અને તે દિવસે સાંજે આકાશ થાળીઓના અવાજથી ગુંજી ઉઠ્યું. પક્ષીઓ આમતેમ ભાગવા લાગ્યા.

Corona Virus Updates | Kaya Responsible Travel

આ એ દિવસ હતો જ્યારે ભારતમાં કોરોના સંક્રમણના માત્ર ૩૯૬ કેસો જ સામે આવ્યા હતા. અને ભારતે ત્યારે જ તેની સામે લગામ કસવાની તૈયારી કરી લીધી હતી. તે અંતર્ગત જ સરકારે પહેલાં જનતા કર્ફયું. અને બાદમાં લોકડાઉનની જાહેરાત કરી. જો કે આખી દુનિયાની વાત કરીએ તો ૨૨ માર્ચ ૨૦૨૦ સુધીમાં દુનિયામાં કોરોના સંક્રમણના કુલ ત્રણ લાખ ૧૧ હજાર પ૭૬ કેસ સામે આવ્યા હતા. આજે આખી દુનિયામાં આ આંકડો ૧૨ કરોડ ૩૮ લાખથી ઉપર નિકળી ચૂકયો છે. અને આજ કોરોનાને લીધે દુનિયામાં ૨૭ લાખ ૨૭ હજાર દર્દીઓના મોત થઇ ચૂકયા છે.

Coronavirus India Highlights: Delhi demarcates 3 more hotspots; COVID-19 cases in Mumbai cross 4,000

હાલમાં આખી દુનિયામાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા ૨૧ લાખ જેટલી છે. જ્યારે ૯૯ લાખથી વધારે લોકો કોરોના સામેની જંગ લડીને જીતી ચૂક્યા છે. જો કે એક વાત તો એ પણ છે કે.,દુનિયાએ કેટલીય વાર મહામારીનો સમનો કર્યો છે. પણ એવું પહેલીવાર બની રહ્યુ છે કે જ્યારે કોઇ વૈશ્વિક મહામારીની વેક્સિન વૈજ્ઞાનિકોએ એક વર્ષમાં જ બનાવી દીધી. અને વેક્સિનેશનની પણ શરૂઆત થઇ ગઇ.

New Mutant Strain of Corona Virus All You Need to Know - BW Businessworld

જનતા કર્ફયુંના એક વર્ષ પછી આખી દુનિયાના કોરોનાના આંકડાઓ પર નજર કરીએ તો, એ સારી રીતે સમજી શકાય છે કે ભારતે જે તૈયારી અને તેજી સાથે તેના પર લગામ લગાવી એવી લગામ દુનિયાનો બીજો કોઇ દેશ લગાવી શક્યો નથી. અમેરીકાની જ વાત કરીએ તો અહી હાલમાં કોરોના સંક્રમણના ૩ કરોડથી વધારે કેસો સામે આવી ચૂકયા છે. અને અમેરીકામાં પપ લાખથી વધારે લોકોના મોત થઇ ચૂકયા છે. આ આંકડાઓને જો એક વર્ષ પહેલાં સરખામવીઓ તો ૨૨ માર્ચ ૨૦૨૦ના દિવલે અમેરીકામાં સંક્રમિતોની સંખ્યા માત્ર ૩૬ હજાર હતી. અને એક્ટિવ કેસોની સંખ્યા માત્ર ૩પ હજાર જ હતી. આજે સંક્રમણના મામલે અમેરીકા દુનિયામાં સૌથી નંબર વન દેશ છે. અને તે ઘણા સમયથી તે જ નંબર પર છે.

USA Crosses 54000 Corona Deaths And Close To 10 Lakh Infected Patients | Coronavirus: अमेरिका में पिछले 24 घंटों में 2065 लोग मरे, अबतक 54 हजार की हो चुकी है मौत

ભારતની વાત કરીઓ તો ડિસેમ્બર સુધી ભારત કોરોના સંક્રમણમાં બીજા સ્થાન પર હતું. પણ તે પછી સતત ઘટતા કેસોને લીધે ભારતનો નંબર સડસડાટ નિચે આવી ગયો. જો કે ભારતમાં હવે ફરી એક વાર કોરોનાના કેસો વધી રહ્યા છે. કહેવામાં આવી રહ્યુ છે કે ભારત કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યુ છે.ભારતે કોરોના વાયરસને રોકવાનો જે પ્રયાસ કર્યો. તે ન માત્ર પોતાના સુધી સિમિત રાખ્યો પણ આખી દુનિયાને તેનો લાભ આપ્યો.

આ મહામારીની વચ્ચે વિતેલ ૨૦૨૦ની વાત કરીએ તો ભારતે આખી દુનિયામાં પીપીઇ કીટનો જથ્થો ઉપલબ્ધ કરાવ્યો.તેની સાથે દવાઓ પણ મોકલી અને અમેરીકા તેમજ બ્રાઝિલ જેવા દેશોમાં દવાઓની સાથે જરૂરી સામગ્રી પણ મોકલી. કોરોનાકાળ સાથે ભારત પણ દિવસે-દિવસે આત્મનીર્ભર બનતું ગયું. પણ એક વર્ષ વિતવા છતાં કોરોનાનો પીછો હજી છુટ્યો નથી.