અકસ્માત/ કુકમા ગામે બેકાબુ ST બસે વાહનો અને લોકોને લીધા અડફેટે, બે લોકોના મોત

ભુજના કુકમા ગામે બેકાબુ ST બસે બસ સ્ટેન્ડ પાસે વાહનો અને લોકોને અડફેટે લીધા હતા. જાણવા મળી રહ્યું છે કે આ બસ ભુજથી અંજાર તરફ જઈ રહી હતી.

Top Stories Gujarat Others
વાહનો અને લોકોને લીધા અડફેટે
  • ભુજઃ કુકમા ગામે બેકાબુ બની એસટી બસ
  • બસ સ્ટેન્ડ પાસે વાહનો અને લોકોને લીધા અડફેટે
  • બે વ્યક્તિના ઘટના સ્થળે જ નિપજ્યા મોત
  • સાતથી વધુ વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ
  • ઇજાગ્રસ્તોને જી.કે જનરલ હોસ્પિટલમાં ખસેડાયા

અત્યારના સાધુનિક સમય અનેક રોડ અકસ્માતની ઘટના સામે આવતી હોય છે જેમાં અમુક લોકો પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે ડ્રાઈવરની બેદરકારીનું પરિણામ અનેક નિર્દોષ લોકોને ભોગવું પડતું હોય છે,ત્યારે આજે અમે તમને એક એવી જ ઘટના વિશે વાત કરવાના છીએ. આ ઘટના ભુજના કુકમા ગામે બેકાબુ ST બસે બસ સ્ટેન્ડ પાસે વાહનો અને લોકોને અડફેટે લીધા હતા. જાણવા મળી રહ્યું છે કે આ બસ ભુજથી અંજાર તરફ જઈ રહી હતી. આ અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. જયારે સાતથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને જી.કે જનરલ હોસ્પિટલમાં ખસેડાયા છે. તો બીજી બાજુ રોષે ભરાયેલા લોકોએ ST બસના કાચ ફોડયા હતા.

આપને જણાવી દઈએ કે ગઈકાલે નખત્રાણાના દેવપર અને ધાવડા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં એક જ પરિવારનાં ચાર લોકોનાં મોત થયા હતા. ટ્રકની ટક્કર બાદ કારમાં સવાર કુલ છ લોકોમાંથી ચારનાં મોત થયા હતા, જ્યારે બે લોકોનાં ઈજા પહોંચી હતી. મૃતકોમાં બે મહિલા, એક પુરુષ અને એક બાળકનો સમાવેશ થાય છે. ઈજાગ્રસ્ત બંને લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતનો ભોગ બનેલો પરિવાર નખત્રાણાના મણીનગરનો ગોસ્વામી પરિવાર હોવાનું સામે આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે અકસ્માત થતા આજુબાજુના લોકો બચાવ માટે દોડી આવ્યા હતા અને ચોમેર ટ્રાફિક જામ થઇ ગયો હતો,અકસ્માતની જાણ પોલીસને થતા તે ઘટનાસ્થળે દોડી આવી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ઇજાગ્રસ્ત લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:કેશોદ પંથકમાં ગણેશોત્સવનો આ રીતે કરાયો પ્રારંભ……

આ પણ વાંચો:અમદાવાદનો આ પરિવાર અલગ-અલગ થીમ પર વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને કરે છે ગણેશ ચતુર્થીની ઉજવણી…

આ પણ વાંચો:અંબાજીના મેળાને અપાયો આખરી ઓપ, 25 લાખ કરતા વધુ ભક્તો આવવાની શક્યતા…