SouthAfrica-Accident/ દક્ષિણ આફ્રિકામાં ભીષણ માર્ગ અકસ્માતમાં બસ બેરિયર તોડી પુલ પરથી નીચે પડી, 45 લોકોના મોત

દક્ષિણ આફ્રિકામાં ભીષણ માર્ગ અકસ્માત થયો. આ અકસ્માતમાં એક બસ બેરિયર તોડી પુલ પરથી નીચે ખાડામાં પડી. પુલ પરથી નીચે પડતા જ બસમાં આગ લાગી.

Top Stories World Breaking News
Beginners guide to 2024 03 29T095015.610 દક્ષિણ આફ્રિકામાં ભીષણ માર્ગ અકસ્માતમાં બસ બેરિયર તોડી પુલ પરથી નીચે પડી, 45 લોકોના મોત

દક્ષિણ આફ્રિકામાં ભીષણ માર્ગ અકસ્માત થયો. આ અકસ્માતમાં એક બસ બેરિયર તોડી પુલ પરથી નીચે ખાડામાં પડી. પુલ પરથી નીચે પડતા જ બસમાં આગ લાગી. આ ઘટનામાં 45 લોકોના મોત થયા છે. પરિવહન મંત્રાલયે જણાવ્યું કે ગુરુવારે એક પેસેન્જર બસ બોત્સ્વાનાથી મોરિયા જઈ રહી હતી. ત્યારે પુલ પરથી પસાર થતા અચાનક બસ બેરિયર તોડી નીચે ખાડામાં પડી હતી.

મીડિયા અહેવાલ મુજબ દક્ષિણ આફ્રિકામાં થયેલ અકસ્માતમાં બસ બોત્સ્વાનાથી ઉત્તર લિમ્પોપો પ્રાંતના શહેર મોરિયા જઈ રહી હતી. જ્યાં ઇસ્ટર તહેવારની ઉજવણી કરવામાં આવી છે. ઇસ્ટર તહેવાર 31 માર્ચના રોજ હોવાથી લોકો મોરિયા તરફ વધુ જઈ રહ્યા હતા. બોત્સ્વાનાથી ઉપડેલ બસમાં 46 જેટલા મુસાફરો હતા. મુસાફરો ભરેલ બસ મોરિયો જઈ રહી હતી ત્યારે એક પુલ પરથી પસાર થતી વખતે ડ્રાઈવરે કાબુ ગુમાવતા બેરિયર તોડી નીચે પડી. બસ જોહાનિસબર્ગથી 300 કિલોમીટર ઉત્તરમાં મમતાલાકાલા નજીક પર્વતીય વિસ્તારમાં બનેલા પુલ પરનો અવરોધ તોડીને 164 ફૂટ નીચે ખાડીમાં પડી હતી. બસ નીચે પડતાં આગ લાગી હતી.

રિપોર્ટ અનુસાર બસમાં કુલ 46 લોકો સવાર હતા. અકસ્માતની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. એરલિફ્ટ કરતી વખતે એક મહિલાનું મોત થયું હતું. આ અકસ્માતમાં માત્ર 8 વર્ષની બાળકી બચી હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. એક અધિકારીએ આ અકસ્માત અંગે માહિતી આપતા જણાવ્યું કે બસની સ્પીડ ઘણી વધારે હતી, બસ વળાંકવાળા બ્રિજ પર ચાલુ ન કરી શકી અને બેરિયર તોડીને પુલ પરથી નીચે પડી ગઈ. આ દુર્ઘટના દક્ષિણ આફ્રિકાના મોકોપેન નજીક પર્વતીય વિસ્તારમાં બની હતી. વધુમાં તેમણે કહ્યું કે અકસ્માતના કારણની તપાસ કરવામાં આવી રહી છે. લિમ્પોપોના ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટ એન્ડ કોમ્યુનિટી સેફ્ટીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “કેટલાક મૃતદેહો ઓળખી શકાય તેવી રીતે બળી ગયા હતા.”


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:PM Modi and Khadge/4 જજોએ પ્રેસ કોન્ફરન્સ કેમ કરી? પીએમ મોદી અને ખડગે ધાકધમકીનાં આરોપમાં સામસામે

આ પણ વાંચો:Foreign Minister of Ukraine/યુક્રેનના વિદેશ મંત્રી પ્રથમ વખત ભારતની મુલાકાતે 

આ પણ વાંચો:Mukhtar Ansari Death/મુખ્તાર અન્સારીનું આજે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે, તેમના અંતિમ સંસ્કાર પૈતૃક કબ્રસ્તાનમાં કરવામાં આવશે