Lokasbha Election 2024/ રાહુલ ગાંધીના રાજા મહારાજાના નિવેદનથી વિવાદનો મધપૂડો છંછેડાયો

શક્તિસિંહ ગોહિલે પણ ભાજપ પર કર્યા શાબ્દિક પ્રહાર

Top Stories Gujarat
Beginners guide to 2024 04 28T200000.875 રાહુલ ગાંધીના રાજા મહારાજાના નિવેદનથી વિવાદનો મધપૂડો છંછેડાયો

Gujarat News : લોકસભાની ચૂંટણીના તબક્કાવાર થઈ રહેલા મતદાન વચ્ચે 7 મી મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે. એકતરફ ક્ષત્રિય સમાજ પરશોતમ રૂપાલાના નિવેદનને લઈને નારાજ છે ત્યારે વહે રાહુલ ગાંધીએ રાજા મહારાજાઓને લઈને આપેલા નિવેદનને કારણે વિવાદ સર્જાયો છે.

રાહુલના આ નિવેદન સંદર્ભે સી.આર.પાટીલે કહ્યું હતું કે રાજા મહારાજાઓ અંગેના નિવેદનોથી કોંગ્રેસે પોતાની માનસિકતા દર્શાવી છે. કોંગ્રેસના શાસનમાં થયેલા અનુભવોને કારણે રાજા મહારાજાઓ કોંગ્રેસથી દૂર થયા છે.

રાહુલ ગાંધીના આ નિવેદનને મામલે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ભાજપ દ્વારા પહેલા બહેન-દિકરીનું અપમાન કર્યું બાદમાં અહંકારમાં ઉમેદવારની ટિકીટ રદ્દ ન કરી. સમાજ ભોળો હયો પરંતુ તે મૂર્ખ ન હોય. હવે ભાજપ રાહુલના નિવેદન પર રાજનીતિ કરે છે.

ઉલ્લેખનીય છે કે શક્તિસિંહ ગોહિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વિડીયો મિડીયાને બતાવીને કહ્યું હતું કે વજાપ્રધાન તો સંસદમાં બોલ્ટા હતા કે રાજાઓના એંગ્રેજો સાથે ગાઢ સંબંધ હતા અને જો હું ખોટો હોઉ તો મને જેલમાં નાખીં દો,

રાહુલ ગાંદીએ કર્ણાટકમાં 27-4-2024 ના રોજ એક જનસભાને સંબોધતી વખતે રાજા મહારાજા પર નિવેદન આપ્યું હતું. રાહુલે કહ્યું હતું કે, રાજા મહારાજાઓનું શાસન હતું ત્યારે તેઓ જે ઈચ્છતા તે કરી શકતા હતા, કોઈની પણ જમીનની તેમને જરૂર હોય તો તેઓ લઈ લેતા હતા.

રાહુલ ગાંદીના આ નિવેદનને પગલે ભાજપે આકરા પ્રહાર કર્યા છે. રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મિડીયા એક્સ પ્લેટફોર્મ પર રાહુલ ગાંધી તરફ નિશાન તાંક્યુ છે. જેમાં તેમમે લખ્યું હતું કે કોંગ્રેસના યુવરાજ ભૂલી ગયા કે રાજા મહારાજાઓએ દેશને રજવાડા અર્પણ કર્યા હતા. જે ઈચ્છા થઈ તે કોંગ્રેસની સરકારે ઉઠાવ્યું અને લૂંટ્યું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:શું RSS અનામતનો વિરોધ કરે છે? મોહન ભાગવતે હૈદરાબાદમાં આ વાત કહી

આ પણ વાંચો:થાણેમાં લાંબા સમયથી ગુમ મહિલાનું મર્ડર, પોલીસે કર્યો પર્દાફાશ

આ પણ વાંચો:કર્ણાટકમાં વર્તમાન સાંસદની સામેના સેક્સ કૌભાંડ સામે સિટની જાહેરાત

આ પણ વાંચો:વીડિયો કોલ કરી છોકરી બતાવ્યા પ્રાઈવેટ પાર્ટ, 70 વર્ષના વૃદ્ધે ગુમાવ્યા લાખો રૂપિયા