Election Result/ પરિણામ પચાવો ! મતગણતરીના દિવસે પણ આટલાં કેન્દ્ર ઉપર થઈ માથાકૂટ, 1 નું મોત

પરિણામ પચાવો ! મતગણતરીના દિવસે પણ આટલાં કેન્દ્ર ઉપર થઈ માથાકૂટ

Gujarat Others Trending
sambit patra 10 પરિણામ પચાવો ! મતગણતરીના દિવસે પણ આટલાં કેન્દ્ર ઉપર થઈ માથાકૂટ, 1 નું મોત

પંચાયત અને પાલિકાની ચૂંટણીની મતગણતરી સમયે કેટલાંક તોફાની તત્વોએ શાંત માહોલને ડોહળાવવાનો પ્રયાસ કર્યો હતો.  કેટલીક જગ્યાએથી મારામારીની ખબર આવી તો ક્યાંક પથ્થરમારાની ઘટનાએ પોલીસને દોડતી કરી મુકી હતી.

  • લિંબડીમાં ભાજપના ઉમેદવારની જીત થતાં મારામારી
  • આણંદના પેટલાદમાં પરિણામ દરમિયાન પથ્થરમારો
  • બોરસદમાં ઉજવણી કરતાં કાર્યકરોને પોલીસે ફટકાર્યા

છુટી છવાઈ હિંસા વચ્ચે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ સંપન્ન થઈ હતી અને તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. પરંતુ ચૂંટણી સમયે સર્જાયેલા દ્રશ્યો આજે પરિણામના દિવસે પણ સામે આવ્યાં હતાં.  સુરેન્દ્રનગરની લીંબડી નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર-06માં ભાજપના ઉમેદવારની જીત થતાં મારામારી થઈ હતી. જેમાં બે કારને નુકસાન થયુ હતું. જેમાં ભાજપના ઉમેદવાર ઘાયલ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. તો ઘટનાને પગલે ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

ભાવનગરમાં પણ ચૂંટણીની હાર-જીત લોહિયાળ બની છે. કોંગ્રેસના વિજય સરઘસમાં યુવકે પથ્થરમારો કર્યો હતો. સરઘસમાં હાજર લોકોએ પથ્થરમારો કરનારની ત્યાં જ જાહેરમાં ધોલાઈ કરી નાખી હતી. લોકોએ માર મારતા ઈજાગ્રસ્ત બની હતી. અને સારવાર દરમિયાન વ્યક્તિનું  મોત થયું છે.

આવા જ હિંસાત્મક દ્રશ્યો આણંદ જિલ્લામાં પણ જોવા મળ્યાં હતાં.  આણંદ જિલ્લાના પેટલાદમાં ચૂંટણીના પરિણામ જાહેર થતાં વાતાવરણમાં તંગદિલી વ્યાપી હતી. શહેરના વોર્ડ નંબર-7 ગુલશન નગર સોસાયટીમાં પથ્થરમારો થયો હતો. જેમાં કેટલીક ગાડીઓ અને ટ્રકના કાચ તૂટ્યા હતા.  પોલીસે ટોળાને વિખેરી સ્થિતિને કાબૂમાં લીધી હતી.

જ્યારે જિલ્લાના બોરસદ નગરપાલિકાના પરિણામ સમયે પણ હોબાળો મચ્યો હતો. વોર્ડ નંબર 7ની મતગણતરી બાદ ટેકેદારો અને સમર્થકોએ ચીચીયારીઓ પાડતા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને ટેકેદારો અને સમર્થકોને ફટકાર્યા હતા. પોલીસના આ લાઠીચાર્જથી નાશભાગ મચી હતી તો એકદંરે વાતાવરણમાં તંગદીલી પ્રવર્તી હતી. ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે હાથ ધરાયેલી મતગણતરીની પ્રક્રિયા દરમિયાન છુટીછવાઈ અનિચ્છીયન ઘટનાઓએ તંત્રની ચિંતા વધારી હતી.