Politics/ જો અમિત શાહ સંસદમાં આવશે તો માથુ મુંડાવી દઇશઃ TMC MP

સંસંદમાં જો ગૃહમંત્રી અમિત શાહ આવશે તો હુ મારુ માથુ મુડાવી દઇશ, આવુ જ એક નિવેદન આપી TMC નાં સાંસદ ડેરેક ઓ બ્રાયને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહને પડકાર આપ્યો છે. 

Top Stories Trending
અમિત

સંસંદમાં જો ગૃહમંત્રી અમિત શાહ આવશે તો હુ મારુ માથુ મુડાવી દઇશ, આવુ જ એક નિવેદન આપી TMC નાં સાંસદ ડેરેક ઓ બ્રાયને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહને પડકાર આપ્યો છે. જણાવી દઇએ કે, છેલ્લા ઘણા દિવસોથી સંસંદની કાર્યવાહી કોઇને કોઇ કારણોસર ચાલી રહી નથી. વિપક્ષ પેગાસસ મામલે સરકાર પર હાવી છે, તો સરકાર બીજી તરફ સંસંદ ન ચાલવા પાછળ વિપક્ષને જવાબદાર ગણી રહ્યુ છે.

અમિત

આ પણ વાંચો – અકાળે મોત /  સુરેન્દ્રનગરમાં મેલડી માતાના મંદિર પાછળ નહાવા પડેલા બે યુવકો ડૂબ્યા, એકનું મોત, એક બહાર નિકળી ગયો

તૃણમૂલ કોંગ્રેસ (TMC) નાં સાંસદ ડેરેક ઓ બ્રાયને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પડકાર ફેંક્યો છે. TMC સાંસદે કહ્યું છે કે, જો ગૃહમંત્રી રાજ્યસભા કે લોકસભામાં આવશે તો તેઓ પોતાનુ માથું મુંડાવી દેશે. TMC નેતાએ આરોપ લગાવ્યો છે કે, કેન્દ્રીય મંત્રી પેગાસસનાં મુદ્દે ભાગી રહ્યા છે અને તેથી જ તેઓ વિપક્ષનાં સવાલોનાં જવાબ આપી રહ્યા નથી. TMC સાંસદે એક મીડિયા હાઉસ સાથેની મુલાકાત દરમ્યાન આ વાત કરી હતી. TMC નાં રાજ્યસભા સાંસદ ડેરેક ઓ બ્રાયને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર પેગાસસ જાસૂસી કેસથી ભાગી જવાનો આરોપ લગાવ્યો છે. TMC સાંસદે કહ્યું છે કે, જો અમિત શાહ સંસદમાં આવે અને દિલ્હી દુષ્કર્મ કેસ પર નિવેદન આપે તો તેઓ પોતાનુ માથું મુંડાવી દેશે. TMC સાંસદે કહ્યું કે, વિપક્ષ કૃષિ કાયદા, અર્થતંત્ર, રોજગાર, મોંઘવારી અને પેગાસસ મુદ્દે ચર્ચા કરવા માંગે છે. આ દરમ્યાન તેમણે અમિત શાહને પડકાર પણ આપ્યો હતો.

અમિત

આ પણ વાંચો – “અન્નોત્સવ” /  સરકારે અંત્યોદય અને ખરેખર ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને શોધી શોધીને તેઓને અન્ન સુરક્ષા પ્રદાન કરી:  PM મોદી

ડેરેક ઓ બ્રાયનને જ્યારે પૂછવામાં આવ્યું કે, તેઓ સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને સવાલ કેમ નથી પૂછતા. TMC સાંસદે કહ્યું કે, ‘મેં ગૃહમંત્રી અને પ્રધાનમંત્રીને ક્યારેય સંસદમાં જોયા નથી. તેમના પ્રિય અધિકારીને દિલ્હી પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે. રાજધાનીમાં એક નવ વર્ષની દલિત છોકરી પર સામુહિક દુષ્કર્મ થયો હતો. તો શું ગૃહમંત્રી અમિત શાહે આગળ આવીને આ વિશે જવાબ ન આપવો જોઈએ?’  TMC નેતાએ વધુમાં કહ્યું કે, જો અમિત શાહ લોકસભા કે રાજ્યસભામાં આવે અને આ બાબતે જવાબ આપે તો હું નેશનલ ટીવી પર માથું મુંડાવીશ. હું અમિત શાહને પડકારું છું કારણ કે તે પેગાસસ મુદ્દાનો જવાબ આપવાથી ભાગી રહ્યા છે.

આ પણ વાંચો – રામ રાખે તેને કોણ ચાખે /  સુરેન્દ્રનગરના શિક્ષકો કોડીનારના માસૂમ વિવાન વાઢેરની મદદે આવ્યા

તેમણે કહ્યું, 15-16 વિરોધ પક્ષો, અમે સંસદમાં ચર્ચા કરવા માંગીએ છીએ. અમે ત્રણ મુદ્દાઓ પર ચર્ચા કરવા માંગીએ છીએ- કૃષિ કાયદાઓ પર વાત થાય અને તેને નિરસ્ત કરવામાં આવે. અર્થવ્યવસ્થા, નોકરીઓ, મોંઘવારી અને મૂલ્યવૃદ્ધિ. પરંતુ સૌ પ્રથમ, રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત પેગાસસ મુદ્દાની ચર્ચા થવી જોઈએ.