RTO-Dealer/ નવા વાહનોની નોંધણીની પૂરી પ્રક્રિયામાંથી RTOનો એકડો જ નીકળી જશે, ડીલરોની રહેશે જવાબદારી

રાજયના વાહન વ્‍યવહાર વિભાગે નવા વ્‍હીકલની રજિસ્‍ટ્રેશનની પ્રક્રિયા પ્રાદેશિક વાહન વ્‍યવહાર કચેરી પાસેથી ઝૂંટવીને ડીલરોને સોંપી દેવાનો તખ્‍તો તૈયાર કરી દીધો છે. રાજય સરકાર આ નવા ડ્રાફટને મંજૂરીની મહોર મારી દેશે તો ડીલરો જ વાહન ખરીદનારા માલિકના ડોક્‍યુમેન્‍ટનું વેરિફિકેશન કરવાથી માંડીને વાહનોના નંબર ફાળવવાની કામગીરી કરશે.

Trending
RTO Dealer નવા વાહનોની નોંધણીની પૂરી પ્રક્રિયામાંથી RTOનો એકડો જ નીકળી જશે, ડીલરોની રહેશે જવાબદારી

રાજયના વાહન વ્‍યવહાર વિભાગે RTO-Dealer નવા વ્‍હીકલની રજિસ્‍ટ્રેશનની પ્રક્રિયા પ્રાદેશિક વાહન વ્‍યવહાર કચેરી પાસેથી ઝૂંટવીને ડીલરોને સોંપી દેવાનો તખ્‍તો તૈયાર કરી દીધો છે. રાજય સરકાર આ નવા ડ્રાફટને મંજૂરીની મહોર મારી દેશે તો ડીલરો જ વાહન ખરીદનારા માલિકના ડોક્‍યુમેન્‍ટનું વેરિફિકેશન કરવાથી માંડીને વાહનોના નંબર ફાળવવાની કામગીરી કરશે. આરટીઓની આ સત્તા ડીલરોને સોંપી દેવા માટે રાજયનું વાહન વ્‍યવહાર વિભાગ ઉતાવળું બન્‍યું છે. આમ નવા વાહનોની નોંધણીની પ્રક્રિયામાંથી આરટીઓનો એકડો જ નીકળી જશે, તેની સાથે લોકોએ પણ આરટીઓના ધક્કા ખાવા નહી પડે. તેઓ વાહન ખરીદશે ત્યારે ડીલર જ તેમને આરટીઓની પ્રક્રિયા પૂરી કરીને આપશે.

શોરૂમમાંથી નવું વાહન ખરીધા બાદ RTO-Dealer તેની રજિસ્‍ટ્રેશનની પ્રક્રિયામાં ધળમૂળથી ફેરફાર કરવા ડ્રાફટ તૈયાર કરી દેવામાં આવ્‍યો હતો. પરંતુ આ ડ્રાફટના અમલીકરણ પહેલા તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્‍યું છે. બીજા શબ્‍દોમાં કહીએ નવા વાહનના રજિસ્‍ટ્રેશન પ્રક્રિયા ડીલરોને સોંપી દેવા રાજયના વાહન વ્‍યવહાર વિભાગે તજવીજ હાથ ધરી છે. હાલમાં રાજયના કોઈપણ જિલ્લામાંથી નવું વાહન ખરીઘા બાદ ડીલરો વાહનનું બીલ, કંપનીનું બીલ, ટેમ્‍પરરી રજિસ્‍ટ્રેશન સર્ટિફિકેટ, વીમો તેમજ વાહનમાલિકના સરનામાના પૂરાવા સહિતના જરૂરી ડોક્‍યુમેન્‍ટ ઓનલાઈન અપલોડ કરે છે. ડોક્‍યુમેન્‍ટ એપલોડ કરવા સાથે વ્‍હીકલનો ટેક્‍સ પણ ઓનલાઈન જ ભરી દે છે.

હવે પ્રાદેશિક વાહન વ્‍યવહાર કચેરીમાં ફરજ RTO-Dealer બજાવતા ઇન્‍સ્‍પેક્‍ટરો ડીલરોએ ઓનલાઈન એપલોડ કરેલા વાહનમાલિકના ડોક્‍યુમેન્‍ટની ખરાઈ કરે છે. તેમજ ટેક્‍સ ઓછો ભર્યો હોય અથવા વ્‍હીકલના મોડેલની કેટેગરી પસંદ કરવામાં કોઈ ભૂલ કરી હોય તે સુધારવા માટે ડીલરને જણાવે છે. એટલું જ નહીં ડીલરે વાહનની યોગ્‍ય કિંમત દર્શાવી છે કે નહીં. તેમજ કિંમત પ્રમાણે ટેક્‍સ બરાબર ભર્યો છે કે નહીં તેની ચોકસાઈ કરી એપુવલ આપે છે.

આરટીઓ ઇન્‍સ્‍પેક્‍ટર એપ્રુવલ આપે ત્‍યારબાદ RTO-Dealer આરટીઓના ક્‍લાર્ક દ્વારા વાહનના નંબરની ફાળવણી કરવામાં આવી છે. આ તમામ પ્રક્રિયા હાલ ઓનલાઈન છે. પરંતુ રાજયના વાહન વ્‍યવહાર વિભાગે પ્રાદેશિક વાહન વ્‍યવહાર વિભાગની તમામ સત્તા ઝૂંટવી ડીલરોને સોપી દેવા તખ્‍તો ઘડી નાંખ્‍યો છે. એટલે કે ડીલરોને રજિસ્‍ટ્રેશનની સત્તા આપવા તજવીજ હાથ ધરી છે. ડીલરોને રજિસ્‍ટ્રેશનની જવાબદારી સોંપવા માટે જે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તે અંગે મળેલી પ્રાથમિક માહિતી અનુસાર ડીલરો વ્‍હીકલનું રજિસ્‍ટ્રેશન કરશે. તેમજ નંબરની પણ ફાળવણી કરી દેશે. આ સંપૂર્ણ પ્રક્રિયા પણ થયા બાદ અતમાં આરટીઓના ઇન્‍સ્‍પેક્‍ટરો વ્‍હીકલના ડોક્‍યુમેન્‍ટથી માંડીને વાહનને લગતાં કાગળોની ચકાસણી કરશે.

 

આ પણ વાંચોઃ ચોરી મેરા કામ/ વાવાઝોડાથી ચોરોને થયો ફાયદો, ઇડરમાં 11 દુકાનોમાં ત્રાટક્યા તસ્કરો, મંદિરમાં પણ કરી ચોરી

આ પણ વાંચોઃ ઉત્તર ગુજરાત/ બનાસકાંઠા થયું જળબંબાકાર, ભારે પવન અને વરસાદના કારણે ઠેર-ઠેર ભરાયા પાણી અનેક વૃક્ષો ધરાશાયી

આ પણ વાંચોઃ Biperjoy/ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનું કચ્છમાં આગમન

આ પણ વાંચોઃ Junagadh Violence Video/ જૂનાગઢમાં દરગાહના ગેરકાયદે બાંધકામને લઈને હોબાળો! લોકોએ આગચંપી સાથે પોલીસ ચોકી પર કર્યો હુમલો

આ પણ વાંચોઃ  Biperjoy/ વાવાઝોડાના લીધે સૌરાષ્ટ્ર-કચ્છના ઉદ્યોગોને પાંચ હજાર કરોડનો ફટકો પડ્યો