Not Set/ હાર્દિક પટેલની વસિયત અંગે PAAS કન્વીનર મનોજ પનારાએ કરી જાહેરાત

અમદાવાદ: પાટીદારોને અનામત અને ખેડૂતોના દેવાં માફીની માંગણીના મુદ્દે PAAS (પાસ) નેતા હાર્દિક પટેલ આમરણાંત ઉપવાસ પર બેઠા છે. ત્યારે નવમાં દિવસે પાસના કન્વીનર મનોજ પનારાએ હાર્દિક પટેલની મિલકતને લઈને તેની વસિયતની જાહેરાત કરી હતી. પાટીદાર સમાજને અનામત આપવા અને ખેડૂતોના દેવાં માફ કરવા અંગે ‘પાસ’ નેતા હાર્દિક પટેલ છેલ્લા નવ દિવસથી આમરણાંત ઉપવાસ પર […]

Top Stories Ahmedabad Gujarat Trending Politics
PASS Conventor Manoj Panara announced the will of Hardik Patel

અમદાવાદ: પાટીદારોને અનામત અને ખેડૂતોના દેવાં માફીની માંગણીના મુદ્દે PAAS (પાસ) નેતા હાર્દિક પટેલ આમરણાંત ઉપવાસ પર બેઠા છે. ત્યારે નવમાં દિવસે પાસના કન્વીનર મનોજ પનારાએ હાર્દિક પટેલની મિલકતને લઈને તેની વસિયતની જાહેરાત કરી હતી.

પાટીદાર સમાજને અનામત આપવા અને ખેડૂતોના દેવાં માફ કરવા અંગે ‘પાસ’ નેતા હાર્દિક પટેલ છેલ્લા નવ દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠાં છે. આજે નવમાં દિવસે તેમણે ચક્કર આવવા અને ઉબકાં આવવા અંગેની ફરિયાદો કરી હતી. તબીબો દ્વારા તેમના બ્લડ અને યુરિન ટેસ્ટ કરાવવાની ભલામણ કરવામાં આવી છે. જો કે હાર્દિક પટેલ દ્વારા બ્લડ અને યુરિનના સેમ્પલ આપવાની ના પાડવામાં આવી છે.

આ દરમિયાનમાં ‘પાસ’ના નેતા હાર્દિક પટેલ વતી ‘પાસ’ના કન્વીનર મનોજ પનારા દ્વારા હાર્દિક પટેલની મિલકત અંગેનું વસિયતનામું લેખિતમાં જાહેર કરવામાં આવ્યું હતું.

જેમાં મનોજ પનારાએ જણાવ્યું હતું કે, હાર્દિક પટેલે પોતાની ઈચ્છાથી આ વસિયતનામું બનાવેલું છે. આ વસિયતનામાં મુજબ હાર્દિક પટેલના વારસદાર તરીકે તેના પિતા ભરતભાઈ અને માતા ઉષા બેન છે. હાર્દિક પટેલના એક્સીસ બેકના ખાતામાં રૂપિયા 50 હજારની રકમ છે. તેમજ મેક્સ લાઈફ ઇન્સ્યોરન્સના વીમાની રકમ છે.

આ ઉપરાંત હાર્દિક પાસેની મિલકતમાં એક કાર છે, તેના જીવન આધારિત લખાઈ રહેલી બુકની જે રોયલ્ટી આવે તે છે. આ ઉપવાસ આંદોલન દરમિયાન હાર્દિકનું જો અવસાન થાય તો 20 હજાર રૂપિયા તેના માતા અને પિતાને જયરે બાકીના 30 હજાર રૂપિયા વીરપુરની ગૌ શાળામાં દાન પેટે આપવા જણાવ્યું છે.

આ ઉપરાંત બુકમાંથી આવતી રોયલ્ટીમાંથી મળનારી રકમમાંથી તેના માતા-પિતા, બહેન અને 14 શહીદ પાટીદારોને આપવાની જાહેરાત કરવામાં આવી છે. જો ઉપવાસ દરમિયાન તે દેહ ત્યાગ કરે તો તેના નેત્રોનું દાન કરવામાં આવશે.

મનોજ પનારાએ વધુમાં જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા અને ભાજપના પ્રવક્તાઓ દ્વારા જે આક્ષેપો કરવામાં આવતા હતા, તેને આ વસિયતનામાં દ્વારા ફગાવી દેવામાં આવ્યા છે.

પનારાએ વધુમાં કહ્યું હતું કે, હાર્દિકના જીવન આધારિત લખાઈ રહેલી બુક પર અંદાજીત ખરબો રૂપિયાની રોયલ્ટી મળી શકવાનો અંદાજ છે. આ રોયલ્ટીની રકમમાંથી મળનારા નાણાંમાંથી તેના માતા-પિતા અને શહીદ થયેલા પાટીદાર યુવાનોના પરિવારને વહેચણી કરવા જણાવાયું છે.