Not Set/ દિલ્હી ચૂંટણી/ 21 જાન્યુઆરી નામાંકનની છેલ્લી તારીખ, નામાંકન દાખલ કરવાનું થયું શરૂ

દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા મંગળવારથી શરૂ થઇ ગઇ છે. 8 ફેબ્રુઆરીએ મતદાન થશે જ્યારે 11 ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવશે. દિલ્હીના સીઈઓ ઓફિસમાં એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, વિધાનસભા મત વિસ્તારો માટેના નામાંકન પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. જો કે નોમિનેશનનાં પહેલા દિવસે કોઇ ખાસ નોમિનેશનો આવ્યા નથી.  નોમિનેશનનો સમય સવારે 11 થી […]

Top Stories India
delhi election.png1 દિલ્હી ચૂંટણી/ 21 જાન્યુઆરી નામાંકનની છેલ્લી તારીખ, નામાંકન દાખલ કરવાનું થયું શરૂ

દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા મંગળવારથી શરૂ થઇ ગઇ છે. 8 ફેબ્રુઆરીએ મતદાન થશે જ્યારે 11 ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવશે. દિલ્હીના સીઈઓ ઓફિસમાં એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, વિધાનસભા મત વિસ્તારો માટેના નામાંકન પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. જો કે નોમિનેશનનાં પહેલા દિવસે કોઇ ખાસ નોમિનેશનો આવ્યા નથી.  નોમિનેશનનો સમય સવારે 11 થી સાંજના 3 વાગ્યા સુધીનો રહેશે. નામાંકન ભરવાની છેલ્લી તારીખ 21 જાન્યુઆરી છે. 22 જાન્યુઆરીએ ઉમેદવારી પત્રોની તપાસ કરવામાં આવશે, જ્યારે ઉમેદવારીપત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ 24 જાન્યુઆરી છે.

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં થોડા જ અઠવાડિયા બાકી રહ્યા છે, ત્યારે આપ, ભાજપ અને કોંગ્રેસ સંભવિત ઉમેદવારોના નામ નક્કી કરવામાં વ્યસ્ત છે અને એવી અપેક્ષા છે કે આ અઠવાડિયામાં ઉમેદવારોની યાદી આવવાનું શરૂ થઈ જશે. શાસક પક્ષ દ્વારા આગામી એક કે બે દિવસ માટે તેના ઉમેદવારોની પ્રથમ સૂચિ, જ્યારે ભાજપ તેના ઉમેદવારોની પહેલી સૂચિ 18 જાન્યુઆરી સુધીમાં જાહેર કરી શકે છે. કોંગ્રેસના ઉમેદવારોની પહેલી યાદી ટૂંક સમયમાં અપેક્ષિત છે.

2019 ની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ શાનદાર પ્રદર્શન કરીને રાજ્યની 70 બેઠકોમાંથી 67 બેઠકો જીતી લીધી હતી, તેથી અપેક્ષા કરવામાં આવે છે કે તે પાછલી ચૂંટણીથી મોટાભાગના ઉમેદવારોને મેદાનમાં ફરી ઉતારશે. જોકે સૂત્રોએ જણાવ્યું હતું કે, 2019 ની લોકસભાની ચૂંટણીમાં પાર્ટીની સાથે ઉભા રહેલા કેટલાક ઉમેદવારોને આગામી ચૂંટણીઓમાં ટિકિટ પણ આપવામાં આવી શકે છે. જેમાં પાર્ટીના પ્રવક્તા આતિશી અને રાઘવ શામેલ છે. પાર્ટીના વરિષ્ઠ નેતા સંજયસિંહે કહ્યું કે, પાર્ટી ‘થ્રી-સી’ સ્કેલ અપનાવશે. આ હેઠળ, ભ્રષ્ટાચાર, ગુનાહિત રેકોર્ડ, અને (સારા) પાત્રને ઉમેદવારોની પસંદગીમાં માપદંડ તરીકે ગણવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.