ચોરી મેરા કામ/ વાવાઝોડાથી ચોરોને થયો ફાયદો, ઇડરમાં 11 દુકાનોમાં ત્રાટક્યા તસ્કરો, મંદિરમાં પણ કરી ચોરી

ઈડરમાં પણ મોડી રાત્રે ભારે વરસાદ વચ્ચે 11 દુકાનોના તાળા તૂટ્યા હતા. ઈડરના બાલાજી કોમ્પલેક્ષના પાછળ ના ભાગે 11 દુકાનોના તાળા તોડીને ચોરી કરવામાં આવી હતી.

Top Stories Gujarat Others
Untitled 100 વાવાઝોડાથી ચોરોને થયો ફાયદો, ઇડરમાં 11 દુકાનોમાં ત્રાટક્યા તસ્કરો, મંદિરમાં પણ કરી ચોરી

બિપરજોય ચક્રવાત શુક્રવાર સાંજે સાયક્લોનિક સ્ટ્રોમમાંથી નબળું પડી બનાસકાંઠાના થરાદથી લગભગ 70 કિમી દૂર ભારત-પાકિસ્તાન બોર્ડર પર ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું હતું. ત્યારે સાબરકાંઠામાં વિરામ બાદ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. હિંમતનગર, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, પોશીના, વિજયનગરમાં વરાસાદી માહોલ જામ્યો હતો. સાબરકાંઠા જિલ્લામાં મોડી રાતથી અનેક જગ્યાએ વરસાદ વરસી રહ્યો હતો, આ દરમિયાન ઇડરમાં અનેક દુકાનના તસ્કરોએ તાળા તોડ્યા હતા.

ઈડરમાં પણ મોડી રાત્રે ભારે વરસાદ વચ્ચે 11 દુકાનોના તાળા તૂટ્યા હતા. ઈડરના બાલાજી કોમ્પલેક્ષના પાછળ ના ભાગે 11 દુકાનોના તાળા તોડીને ચોરી કરવામાં આવી હતી. ઓનલાઈન સામાનના કુરિયર અને ટ્રાન્સપોર્ટની દુકાનો તોડીને તસ્કરો 1 લાખથી વધારેની મતાની ચોરી ગયા હતા. તસ્કરો દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરા સાથે ડીવીઆર પણ સાથે લઈને પલાયન થઈ ગયા હતા. ઘટનાની પોલીસ મથકે જાણ કરાયા બાદ તપાસ હાથ ધરાઇ છે.

મંદિરમાં થઇ ચોરી

આપને જણાવી દઈએ કે, તલોદ તાલુકામાં આવેલા વડોદરા ગામમાં મોડી રાત્રે વહાણવટી માતાજીના મંદિરમાં અજાણ્યા ઈસમો ચોરી કરી હતી. માતાજી મંદિરમાં ઘુસેલો અજાણ્યો શખ્સ 25 હજારની રોકડ સહિત મંદિરમાં લાગેલું માતાજીનું છતર તથા કંદોરો ચોરીને ફરાર થઈ ગયો હતો. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પોલીસે આ ચોરીના બનાવ અંગે જાણ કરવામાં આવતા હાલમાં અજાણ્યા શખ્સની ફૂટેજના આધારે શોધખોળ શરૂ કરવામાં આવી છે.

રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઇ છે. ત્યારે પાટણના રાધનપુરમાં 100 થી વધુ ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા હતા. ભારે પવન સાથે વરસાદ ત્રાટકતા કેટલાક વૃક્ષો ધરાશાયી થયા હતા.

આ પણ વાંચો:ડાયમંડ સિટી સુરતમાં સાઇબર ક્રાઇમની ઘટનામાં સતત વધારો, ઈસમે યુવતીની સગાઈ તોડવા કર્યું એવું કે..

આ પણ વાંચો:જૂનાગઢમાં દરગાહના ગેરકાયદે બાંધકામને લઈને હોબાળો! લોકોએ આગચંપી સાથે પોલીસ ચોકી પર કર્યો હુમલો

આ પણ વાંચો:બિપરજોય વાવાઝોડાની આફત ટળી, હર્ષ સંઘવીની દ્વારકા પર ચાંપતી નજર

આ પણ વાંચો:વાવાઝોડાના લીધે સૌરાષ્ટ્ર-કચ્છના ઉદ્યોગોને પાંચ હજાર કરોડનો ફટકો પડ્યો