નુકસાન/ બિપરજોય વાવાઝોડાની આફત ટળી, હર્ષ સંઘવીની દ્વારકા પર ચાંપતી નજર

દ્વારકામાં બિપોરજોય વાવાઝોડાએ ભયંકર કેર વર્ત્યો છે. દ્વારકામાં વાવાઝોડાના કારણે ઠેર ઠેર ખુબ જ નુકસાન થઇ રહ્યું છે. જિલ્લામાં 1000થી વધુ વિજપોલ ધરાસાયી થયા છે. મોટાભાગના બે પોલ વચ્ચેના તાર તૂટી ગયા છે

Top Stories Gujarat
4 186 બિપરજોય વાવાઝોડાની આફત ટળી, હર્ષ સંઘવીની દ્વારકા પર ચાંપતી નજર

ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડું લેન્‍ડ ફોલ કરી ચુક્‍યું છે. મોડી રાત્રે લગભગ 12 વાગ્‍યાની આસપાસ કચ્‍છમાં જખૌથી ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાએ પ્રવેશ કર્યો અને આખી રાત વાવાઝોડાએ કહેર વરસાવ્‍યો. વાત અહીં પૂરી નથી થતી. હવે આ વાવાઝોડું આજે સાંજથી રાજસ્થાનને ધમરોળે તેમ માનવામાં આવે છે. આજે 16 જુને પવનની ગતિ તો ગઈ કાલ કરતાં ઘટી ગઈ છે. પરંતુ આજે ગુજરાતના 17 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં ખાસ કરીને પાટણ અને બનાસકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ આજે પડી શકે છે.

આ સાથે જ દ્વારકામાં બિપરજોય વાવાઝોડાએ ભયંકર કેર વર્ત્યો છે. દ્વારકામાં વાવાઝોડાના કારણે ઠેર ઠેર ખુબ જ નુકસાન થઇ રહ્યું છે. જિલ્લામાં 1000થી વધુ વિજપોલ ધરાસાયી થયા છે. મોટાભાગના બે પોલ વચ્ચેના તાર તૂટી ગયા છે.  300 ઉપર ટીસીને પણ નુકસાની પહોંચી છે. આટલું જ નહિ દરિયા કાંઠાના કાચા ઘરને પણ નુકસાન પહોચ્યું છે. જેના લીધે ત્યાના સ્થાનિક લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જિલ્લામાં PGVCLની 50 ઉપરાંત ટીમોને સજ્જ  કરવામાં આવી છે.

વાવાઝોડાને પગલે ઘણી જગ્યાએ વૃક્ષો ધરાશયી થઇ ગયા છે. વૃક્ષો રસ્તા વચ્ચે અને ગમે ત્યાં પડી જતા લોકોને મુશ્કેલી પડી રહી છે. NDRFની ટીમ વૃક્ષો હટાવવાની કામગીરી કરી રહી છે. રસ્તાઓ પર પડેલા  વૃક્ષો અને  હોર્ડિંગ્સ ધરાશાયી થતા રસ્તા પરથી ખસેડવાની કામગીર શરુ થઇ છે.

દ્વારકાના રૂપેણ બંદર પર પણ નાના-મોટા વૃક્ષો થયા ધરાશાયી થયા છે. આ સાથે જ ભારે પવન સાથે વરસાદી માહોલ યથાવત રહેલો છે. રસ્તાઓ પરથી વૃક્ષો હટાવવા માટે NDRFની ટીમ પહોચી ગઈ છે અને રસ્તો પૂર્વવત કરવાની કામગીરી શરુ થઇ ગઈ છે.

ખંભાળિયામાં ગઇકાલ સાંજથી પવન સાથે વરસાદ થઇ રહ્યો છે. અત્યારે પણ ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 26 કલાકમાં સાડા પાંચ ઈંચ વરસાદ ખાબક્યો છે. રૂપેણ બંદર ખાતે પણ વરસાદને કારણે ગોથણ સમા પાણી ભરાઈ ગયા છે.

વરસાદી માહોલ વચ્ચે NDRFએ રેસ્ક્યુ કાર્ય શરુ કર્યુ છે. રૂપેણ બંદરમાં ફસાયેલા તમામ લોકોને રેસ્ક્યુ કરી લેવામાં આવી છે. NDRFની ટીમે ખુબ જ લોકોને બહાર કાઢી સલામત સ્થળે ખસેડયા છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ રૂપેણ બંદર જવા રવાના થયા હતા. વાવાઝોડાને લઇને હર્ષ સંઘવી સતત નજર રાખી રહ્યા છે.આ સાથે જ લોકોને હાલાકી ન પડે તે માટે તેઓ ખુદ મોનીટરીંગ કરી રહ્યા છે.બિપરજોય વાવાઝોડાનો ખતરો જે મંડરાઈ રહ્યો હતો તેને સંદર્ભે ગૃહમંત્રીએ પ્રતિક્રિયા આપી છે.

તેમને જણાવ્યું કે વાવાઝોડામાં કોઈ પણ માનવનું મૃત્યુ થયું નથી. આ સાથે જ દ્વારકામાં 10 હજારથી વધુ વીજપોલને નુકશાન થયું છે. 238 જેટલા ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો છે. 15થી વધુ સબસ્ટેશન, 5થી વધુ મેઈન લાઇન ખોરવાઈ ગઈ છે. તંત્ર યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યું છે.

આ સાથે જ જામનગરમાં મિલિટરી સ્ટેશનના આર્મી જવાનોનું રાહત કાર્ય શરુ થઇ ગયું છે. આર્મીના 78 જવાનોને રાહત-બચાવ કામગીરી માટે ખડેપગે મુકવામાં આવ્યા છે. ગઈકાલ રાતથી આર્મીના જવાનો અવિરત કરી રહયા છે. બિપરજોયનું લેન્ડફોલ ગઈકાલ મધ્યરાત્રિ સુધી ચાલુ રહ્યું હતું.  જેને લઇ દ્વારકા, પોરબંદર, જામનગરમાં ભારે પવન સાથે વરસાદી માહોલ જોવા મળ્યો હતો.

રાત્રિ દરમિયાન જવાનોએ પરિસ્થિતિનું સતત નિરીક્ષણ કર્યું હતું,રાત્રે જરૂરી રાહત અને બચાવ કાર્યવાહી પણ હાથ ધરી હતી. આટલું જ નહિ પગપાળા અને વાહનો સાથે નિયમિત પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. વાવાઝોડામાં ધરાશાયી થયેલ વૃક્ષો અને વીજપોલને પણ રસ્તા પરથી હટાવવાની કામગીરી કરી હતી. આ ઉપરાંત આર્મી જવાનોએ સ્થાનિકોને પણ જરૂરી સહાય પણ પૂરી પાડી હતી.

આ પણ વાંચોઃ Biperjoy/ બિપરજોયે દરિયામાં દસ દિવસ સુધી રહીને અગાઉના ચક્રવાતોનો રેકોર્ડ તોડ્યો

આ પણ વાંચોઃ Womens Death/ વડોદરામાં ભારે પવનના લીધે મહિલા પર દીવાલ પડતા મોત

આ પણ વાંચોઃ બિપરજોય આફ્ટર ઇફેક્ટ્સ/ ગુજરાતમાં લેન્ડફોલ પછી ચક્રવાત બિપરજોયને કારણે કોઈ મૃત્યુ નથી થયું: NDRF

આ પણ વાંચોઃ Delhi NCR Weather/ દિલ્હી NCRમાં વાતવરણમાં પલટો, આકરી ગરમી બાદ વરસાદે આપી રાહત

આ પણ વાંચોઃ તિરુપતિ/ ગોવિંદરાજા સ્વામી મંદિરની બાજુમાં બિલ્ડીંગમાં ભીષણ આગ, ભક્તોમાં ભય