બિપરજોય આફ્ટર ઇફેક્ટ્સ/ બિપરજોય વાવાઝોડાથી ઉત્તર ગુજરાતમાં વરસાદની શું છે સ્થિતિ

સરકારી તંત્ર દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે હજી સુધી ગુજરાતમાં વાવાઝોડા બાદ કોઈ જાનહાનિ થયાના સમાચાર નથી. રાજ્ય સરકાર દ્વારા કરાયેલી પૂર્વતૈયારીના ભાગરૂપે વાવાઝોડા પહેલાં જ 1171 પૈકી 1152 ગર્ભવતીઓને સલામતસ્થળે ખસેડવામાં આવી હતી.

Top Stories Gujarat Others
Untitled 90 બિપરજોય વાવાઝોડાથી ઉત્તર ગુજરાતમાં વરસાદની શું છે સ્થિતિ

વાવાઝોડું કચ્છમાં જખૌ બંદરની નજીકમાં ત્રાટક્યા બાદ પૂર્વ-ઉત્તરપૂર્વ તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે આગામી સમયમાં પણ વાવાઝોડાની અસર ગુજરાત પર રહેવાની સંભાવના સાથે લગભગ રાજ્યભરમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. સરકારી તંત્ર દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે હજી સુધી ગુજરાતમાં વાવાઝોડા બાદ કોઈ જાનહાનિ થયાના સમાચાર નથી. રાજ્ય સરકાર દ્વારા કરાયેલી પૂર્વતૈયારીના ભાગરૂપે વાવાઝોડા પહેલાં જ 1171 પૈકી 1152 ગર્ભવતીઓને સલામતસ્થળે ખસેડવામાં આવી હતી. આ પૈકી 707 ગર્ભવતીઓની પ્રસૂતિ પણ વાવાઝોડા વખતે થઈ હતી.

બનાસકાંઠા

ભારે વરસાદની આગાહી સામે બનાસકાંઠા તંત્ર એલર્ટ કરવામાં આવ્યુ છે.કલેક્ટર વરૂણકુમાર બરનવાલના નેતૃત્વમાં ટીમને ખડેપગે રાખવામાં આવી છે..ધાનેરા, વાવ, થરાદ અને સૂઇગામ તાલુકામાં વાવાઝોડાની વધુ અસર જોવા મળી હતી..વાવાઝોડાને પગલે 191 વીજપોલ ધરાશાયી થયા હતા.જેને પગલે વીજ વિભાગની ટીમે તાત્કાલિક કામગીરી હાથ ધરી છે.અને 31 માંથી 25 ગામોમાં વીજપુરવઠો યથાવત કરાયો છે.તેમજ જિલ્લામાં કુલ 2 હજાર 419 લોકોનું સ્થળાંતર કરાયું હતુ.જેમાં ચારેય તાલુકા માટે 20 હજાર ફૂડ પેકેટની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

સાબરકાંઠા

સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકા સિવાય તમામ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ ઈડર 23 મીમી જ્યારે અન્ય તાલુકાઓ નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. ગુરુવારે રાત્રે 9થી આજે વહેલી સવાર સુધી વરસાદ પડ્યો હતો. કોઈ જાનહાની કે માલ મિલકતને નુકસાન નથી તેવું જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટે જણાવ્યું હતું. સાબરકાંઠા જિલ્લાની તમામ શાળાઓમાં એક દિવસની જાહેર રજા રાખવામાં આવી છે તો બીજી તરફ સરકારી અધિકારીઓને કોઈપણ સંજોગોમાં હેડ ક્વૉટર ન છોડવાનો આદેશ કરાયો છે. જોકે જિલ્લામાં હજુ સુધી હતા કોઈ સમાચાર સામે આવ્યા હતા નથી ત્યારે તંત્ર દ્વારા કરાયેલી તૈયારીઓ આગામી સમયમાં કેટલી સબળ પુરવાર થાય છે એ તો સમય જ બતાવશે.

પાટણ

બિપોરજોય વાવાઝોડાની અસર સમગ્ર રાજ્યમાં  જોવા  મળી રહી છે  પાટણમાં આવેલ દિયોદરમાં ભારે વરસાદ વર્ષ્યો છે  વધારે વરસાદના પગલે વહીવટી તંત્ર સજ્જ જોવા મળી રહ્યું છે  દિયોદરમાં નીચાણ વાળા વિસ્તારમાં  વરસાદને કારણે પાણી  ભરાયા છે  તેથી  નીચાણવાળા વિસ્તારના લોકોને સ્થળાંતર માટે  તંત્ર દવારા અપીલ કરવા માં આવી છે દિયોદરમાં  હાલ  પ્રાંત અધિકારી, મામલતદાર સાથે TDO ની હાજરીમાં  લોકોના સ્થળાંતરની કામગીરી હાથ  ધરાઈ છે આ સાથે જ નીચાણ વાળા વિસ્તારમાં રહેતા લોકોને તાત્કાલિક સલામત સ્થળે આશ્રય લેવા સમજાવવામાં આવી રહ્યા છે આ સાથે જ  વહીવટી તંત્ર દવારા 60 જેટલા પરિવારનું સ્થળાંતર કરવામાં આવ્યું ,આ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા,સાથે જ સ્થળાંતર કરનારા  પરિવારોને  દિયોદરની શાળા કોલેજોમાં સુરક્ષિત ખસેડવામાં આવ્યા.

આ પણ વાંચો:પરબ ધામમાં વર્ષોથી યોજાતો અષાઢી બીજનો મેળો રદ, આ છે મોટું કારણ

આ પણ વાંચો:વીજળીના કડાકા સાથે રહેશે વરસાદ , હવામાન વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ

આ પણ વાંચો:ટૂંક સમયમાં ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે ચક્રવાત, 100 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહ્યો છે પવન

આ પણ વાંચો:ગુજરાતના દરિયાકાંઠે લેન્ડફોલની શરૂઆત, ભારે પવન સાથે ભારે વરસાદ; મુખ્યમંત્રીએ સમીક્ષા બેઠક કરી