Not Set/ નશામાં ધુત્ત ભાજપ નેતાના પુત્રે 4 લોકોને કચડ્યા, 2 ના મૃત્યુ

ગાંધીનગરમાં નશામાં ધુત્ત એક માણસે સ્કોર્પિયો કારથી ફૂટપાથ પર સુઈ રહેલા લોકોને કચડ્યા હતા. આ દર્દનાક હડસમાં 2 લોકોના મૃત્યુ થયા છે, તેમજ અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સાક્ષીઓના જણાવ્યા મુજબ આરોપી નશામાં ધુત્ત હતો. નશામાં હોવાના કારણે તે ખુબ ઝડપથી ગાડી ચલાવી રહ્યો હતો. આ દુર્ઘટના લગભગ રાતે 12 વાગ્યે થયો […]

Top Stories India
scorpio3 083118104554 e1535710243936 નશામાં ધુત્ત ભાજપ નેતાના પુત્રે 4 લોકોને કચડ્યા, 2 ના મૃત્યુ

ગાંધીનગરમાં નશામાં ધુત્ત એક માણસે સ્કોર્પિયો કારથી ફૂટપાથ પર સુઈ રહેલા લોકોને કચડ્યા હતા. આ દર્દનાક હડસમાં 2 લોકોના મૃત્યુ થયા છે, તેમજ અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સાક્ષીઓના જણાવ્યા મુજબ આરોપી નશામાં ધુત્ત હતો. નશામાં હોવાના કારણે તે ખુબ ઝડપથી ગાડી ચલાવી રહ્યો હતો. આ દુર્ઘટના લગભગ રાતે 12 વાગ્યે થયો હતો. એક સ્કોર્પિયો કાર અચાનક અનિયંત્રિત થઈને ફૂટપાથ પર ચડી ગઈ હતી. ગાડી બહાર કાઢવાની કોશિશમાં આરોપીએ ફૂટપાથ પર સુઈ રહેલા લોકોને કચડી નાખ્યા હતા.

man1 1535693331 618x347 e1535710269613 નશામાં ધુત્ત ભાજપ નેતાના પુત્રે 4 લોકોને કચડ્યા, 2 ના મૃત્યુ

હાદસા બાદ ઘટનસ્થળે હાજર લોકોએ આરોપીને પકડી લીધો અને મારપીટ શરુ કરી દીધી હતી. આ દરમિયાન કેટલાક લોકોએ ગાડીમાં તોડફોડ કરી અને ગાડીમાં આગ લગાવવાની કોશિષ પણ કરી હતી. પરંતુ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિ કાબુમાં લઇ લીધી હતી. દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ બે વ્યક્તિને સવાઈ માનસિંહ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. જ્યાં ડોક્ટરોના જણાવ્યા મુજબ ઘાયલોની સ્થિતિ હાલ નાજુક છે.

scorpio 083118104554 e1535710290552 નશામાં ધુત્ત ભાજપ નેતાના પુત્રે 4 લોકોને કચડ્યા, 2 ના મૃત્યુ

ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ મામલામાં ચાર લોકોને કચડી નાખનાર આરોપી ભારત ભૂષણ મીણા રાજસ્થાનના કરોલી જિલ્લાના ભાજપ નેતા બદ્રી પ્રસાદ મીણાનો પુત્ર છે. વળી, જે સ્કોર્પિયોથી આરોપીએ લોકોને કચડ્યા, એ ગાડી એક્સીડંટ પહેલા પોલીસ સ્ટેશનમાં ઉભી હતી. ગાડીમાંથી રાજસ્થાન ભાજપનું વિઝિટિંગ કાર્ડ પણ મળી આવ્યું હતું. ઉપરાંત ગાડીની પાછળ ભાજપનું એક મોટું સ્ટીકર લાગેલું હતું, જેને ફાડી નાખવામાં આવ્યું છે.

જાણકારી મુજબ ગાડીમાં આગળની તરફ એક કેમેરો લાગેલો છે. જેમાં વિડીયો રેકોર્ડ થતો રહે છે. આ કેમેરાનું મેમરી કાર્ડ પોલીસ પાસે જ છે. હાલ આ મામલે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.