Not Set/ ઘર આંગણે સાવજની ઉપેક્ષા કેેમ? વિશ્વ ધરોહર સિંહોને બજેટમાં ઓછું મહત્વ કેમ?

કુદરતે ગુજરાતને એક અવી ધરોહર આપી છે જે વિશ્વમાં કોઇને પણ આપી નથી. જી હા એશિયાટીક લાયન્સ  કે ગીરનાં સિંહએ વિશ્વમાં ફક્ત અને ફક્ત ગુજરાતનાં ગીરમાં જ જોવા મળતી વિશ્વની ઘરોહર છે. આશિયાટીક લાયન્સ લુપ્ત થઇ રહેલી પ્રજાતી હોવાથી ભારત સરકાર અને વિશ્વ પ્રાણી વિજ્ઞાન સંસ્થાનો પણ  ગીરનાં સાવજો તરફ આકર્ષણ ધરાવે છે. ભારત સરકાર […]

Top Stories Gujarat Others
pjimage 5 ઘર આંગણે સાવજની ઉપેક્ષા કેેમ? વિશ્વ ધરોહર સિંહોને બજેટમાં ઓછું મહત્વ કેમ?

કુદરતે ગુજરાતને એક અવી ધરોહર આપી છે જે વિશ્વમાં કોઇને પણ આપી નથી. જી હા એશિયાટીક લાયન્સ  કે ગીરનાં સિંહએ વિશ્વમાં ફક્ત અને ફક્ત ગુજરાતનાં ગીરમાં જ જોવા મળતી વિશ્વની ઘરોહર છે. આશિયાટીક લાયન્સ લુપ્ત થઇ રહેલી પ્રજાતી હોવાથી ભારત સરકાર અને વિશ્વ પ્રાણી વિજ્ઞાન સંસ્થાનો પણ  ગીરનાં સાવજો તરફ આકર્ષણ ધરાવે છે. ભારત સરકાર દ્રારા સિંહ સંવર્ધન માટે પૂર્વે લખલૂંટ ખર્ચ પણ કરવામા આવે છે. ત્યારે  પાછલા થોડા વર્ષેથી આ મામલો ઉલટાયો કેમ? તે વનજીવ અને ખાસ કરીને સિંહ પ્રેમી માટે કોયડા સમાન છે.

lion1 ઘર આંગણે સાવજની ઉપેક્ષા કેેમ? વિશ્વ ધરોહર સિંહોને બજેટમાં ઓછું મહત્વ કેમ?

ગરવા ગુજરાતની ઘરામાં સાવજ ચાલીસા પણ લખાઇ છે અને સિંહની પૂજા પણ કરવામા આવે છે. દેશનાં વડાપ્રધાન જ્યારે ખુદ ગુજરાતનાં છે અને સિંહ તેમનો પ્રિય વિષય પણ રહ્યો છે, PM પર લખવામાં આવેલી એક બુકનું શિર્ષક પણ “નરકેશરી”  આપવામા આવ્યુું હતું, મતલબ કે જ્યારે કેન્દ્રા સરકાર અને ખુદ PM સિંહ અને સિંહ વિશેનાં સમગ્ર મામલા વિશે ચિર પરિચીત છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્રારા સિંહને બજેટમાં કદ પ્રમાણે વેતરવામા આવ્યો હોવાની લાગણી ઉઠી રહી છે.

lion ઘર આંગણે સાવજની ઉપેક્ષા કેેમ? વિશ્વ ધરોહર સિંહોને બજેટમાં ઓછું મહત્વ કેમ?

વાત જાણે આમ છે કે ભારત સરકાર દ્રારા આ બજેટમાં સિંંહને ભારો ભાર અન્યાય કરવામાં આવ્યો હોવાની વાત ઠેરઠેર ઉઠી રહી છે. બજેટમાં સિંહ માટે ફાળવાલી રકમ નજીવી સમાન છે. છેલ્લા 3 વર્ષમાં સિંહ સંરક્ષણ માટે માત્ર અને માત્ર 23.16 કરોડ જ ફાળવવામાં આવ્યા છે. ત્યારે અનેક સાવાલો ઉઠી રહ્યા છે કે, જ્યારે સિંહ જે ફક્ત ભારતનાં ગુજરાત-ગીરમાં જ જોવા મળે છે, તેનાં સંરક્ષણ માટે આટલી ઉદાસીનતા કેમ ? બજેટમાં વાધ પાછળ 1010.69 કરોડ, હાથીનાં સંરક્ષણ પાછળ 75.86 કરોડ ફાળવવામા આવ્યા છે ત્યારે સિંહ માટે ફક્ત આટલું ફંડ ફાળવી સરકાર કેમ ઉદાસીનતા દાખવી રહી છે.

tiger1 ઘર આંગણે સાવજની ઉપેક્ષા કેેમ? વિશ્વ ધરોહર સિંહોને બજેટમાં ઓછું મહત્વ કેમ?

આપને જણાવી દઇએ કે ગીરનાં સિંહોને સંરક્ષણની ખાસમ્ ખાસ જીરુરીયાત છે, કારણ કે પાછલા વર્ષોમાં સિંહનાં અપમૃત્યુનાં બનાવો સિંહની વસ્તી કરતા પણ ભારે ઝડપથી વધી રહ્યા છે, કયારેક સિંહ રેલ્વે લાઇનથી, તો ક્યારેક ઇન ફાઇટથી તો ક્યારેક કોઇ બેનામ રોગથી તો ક્યારેક શિકારનાં કારણે મૃત્યુ પામી રહ્યા છે ત્યારે સરકાર દ્રારા સિંહનાં સંરક્ષણમાં ઉદાસીનતાએ ગુજરાત સહિત વિશ્વભરનાં સિંહ પ્રેમીઓને નિરાશ કર્યા છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.