Not Set/ વહેલી સવારે જમ્મુ-દિલ્હી દુરંતો એક્સપ્રેસ ટ્રેનના બે એસી કોચમાં લુંટ

દિલ્લીના બાદલી વિસ્તારમાં દિલ્લી-જમ્મુ દુરંતો એક્સપ્રેસ ટ્રેનમાં લુંટનો મામલો સામે આવ્યો છે. Passengers onboard B3 and B7 coaches of Jammu-Delhi Duranto Express looted by unidentified assailants on the outskirts of Delhi today,in early morning hours. Northern Railways CPRO says RPF has initial leads in the case and action will be taken against culprits pic.twitter.com/sFGMJ7PVIb— ANI […]

Top Stories India Trending
21dur1 વહેલી સવારે જમ્મુ-દિલ્હી દુરંતો એક્સપ્રેસ ટ્રેનના બે એસી કોચમાં લુંટ

દિલ્લીના બાદલી વિસ્તારમાં દિલ્લી-જમ્મુ દુરંતો એક્સપ્રેસ ટ્રેનમાં લુંટનો મામલો સામે આવ્યો છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે હથિયારબંધ બદમાશોએ આ લુંટને અંજામ આપ્યો હતો. બાદલીમાં જયારે ટ્રેન રોકાઈ હતી ત્યારે જેટલાક હથીયારબંધ બદમાશો એસી કોચમાં ઘુસી ગયા હતા અને મુસાફરોના ફોન, સોનાની ચેન અને કેશ લઈને ભાગી ગયા હતા. પોલીસે બદમાશોની શોધ ચાલુ કરી દીધી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

મુસાફરોના કહેવા પ્રમાણે વહેલી સવારે સાડા ત્રણ વાગ્યે આ લુંટને અંજામ આપવામાં આવ્યો હતો. તે લોકોના હાથમાં ધારદાર ચપ્પુ હતા અને ૧૦થી ૧૫ મિનીટમાં તેઓ બે કોચને લુંટીને ભાગી ગયા હતા.

ન્યુઝ એજન્સી એએનઆઈના જણાવ્યા પ્રમાણે આ લુંટ ટ્રેનના B3 અને B7 કોચમાં થઇ હતી. નોર્થ રેલ્વેના સીપીઆરઓએ કહ્યું કે આરપીએફને આ મામલે જાણકારી મળી છે અને આ લુંટ માટે જે લોકો જવાબદાર છે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.