Not Set/ ગોંડલમાં રીક્ષા તો જામજોધપુરમાં બળદગાળા સાથે ખેડૂત તણાયો

ગોંડલના વાસાવડ ગામમાં રીક્ષા તણાઈ છે. તો જામ જોધપુર ખાતે બળદગાડા સાથે ખેડૂત તણાયો છે.

Top Stories Gujarat Others

મેઘકહેર  : ગુજરાત રાજ્યમાં લાંબી રાહ જોવડાવ્યા બાદ મેઘરાજા મહેરબાન બન્યા છે. પરંતુ કયાંક એવું લાગી રહ્યું છે કે મેઘમહેર મેઘકહેર બની રહી છે. અતિશય વરસાદને લઇ ગ્રામ્ય વિસ્તારોમાં ભારે તબાહી જોવા મળી છે. અનેક લોકો આ અતિશય વરસાદથી હેરાન પરેશાન જોવા મળ્યા છે. તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ગીર પંથકમાં વરસાદે મોટાપાયે પાયમાલી વેરી છે. અનેક જગ્યાએ લોકોને મોટા પાયે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. અને જાનમાલને પણ નુકશાન થયું છે. ગ્રામ્ય વિસ્તારમાં મોટા પાયે તારાજીના દ્રશ્યો જોવા મળ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગોંડલના વાસાવડ ગામમાં રીક્ષા તણાઈ છે. તો જામ જોધપુર ખાતે બળદગાડા સાથે ખેડૂત તણાયો છે.

ગોંડલના વાસાવડ ગામમાં રીક્ષા તણાઈ છે. ગોળી નદી પરથી પસાર રીક્ષા તણાઈ છે. રીક્ષા તણાયાનો લાઈવ વિડીઓ સામે આવ્યો છે. જો કે આ ઘટનામાં રીક્ષા ચાલકનો આબાદ બચાવ થયો છે. જયારે જામજોધપુર તાલુકાના ગીંગણી ગામે કોંઝવેમાં ખેડૂત સહિત બળદગાડું તણાયાની ઘટના બની હતી. અ ઘટનામાં ખેડૂત લાપતા  બન્યો છે. જયારે બે બળદ મૃત હાલતમાં મળી આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, જામનગર પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદ પડતા શહેરના મુખ્ય માર્ગો સહિતના રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયા હતા. તો ધ્રોલ, જોડિયા, જામજોધપુર, લાલપુર, કાલાવડ સહિતના તાલુકાઓમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. જામનગર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

હુમલો / ભાજપના ઉપાધ્યક્ષ દિલીપ ઘોષે ભવાનીપુરની પેટા ચૂંટણી રદ કરવા માંગ, મારા પર હુમલો અને કાર્યકર્તા સાથે મારપીટ

ગુજરાત / ગુજરાતમાં આગામી લાભપાંચમથી ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ કરાશે – કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ