Not Set/ જુઓ, બરુન સોબતીની ફિલ્મ ’22 Yards’ નું ટ્રેલર થયું રિલીઝ…

મુંબઇ, બોલિવૂડમાં હંમેસાથી ક્રિકેટ પર ફિલ્મો બનાવામાં આવે છે અને હવે વધુ એક ક્રિકેટ પર આધારિત ફિલ્મ દર્શકોને મનોરંજન કરવામાં તૈયાર છે. એક્ટર બરુન સોબતીએ વર્ષ 2014માં રિલીઝ થયેલ ફિલ્મ ‘મેં ઓર મિસ્ટર ટાઈટ’થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. હવે તેની આગામી ફિલ્મ ’22 યાર્ડ્સ’ રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું […]

Trending Entertainment Videos
kll 1 જુઓ, બરુન સોબતીની ફિલ્મ '22 Yards' નું ટ્રેલર થયું રિલીઝ...

મુંબઇ,

બોલિવૂડમાં હંમેસાથી ક્રિકેટ પર ફિલ્મો બનાવામાં આવે છે અને હવે વધુ એક ક્રિકેટ પર આધારિત ફિલ્મ દર્શકોને મનોરંજન કરવામાં તૈયાર છે. એક્ટર બરુન સોબતીએ વર્ષ 2014માં રિલીઝ થયેલ ફિલ્મ ‘મેં ઓર મિસ્ટર ટાઈટ’થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. હવે તેની આગામી ફિલ્મ ’22 યાર્ડ્સ’ રિલીઝ થવા જઈ રહી છે.

ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલર જોઇને ખબર પડે છે કે ફિલ્મમાં બારુને એક સ્પોર્ટ્સ એજેંટની ભૂમિકા નિભાવી છે જે પોતાના સફળ કરિયર પછી અસફળ થઇ જાય છે. ફિલ્મમાં એ પણ બતાવામાં આવ્યું છે કે કેવી રીતે આ સ્પોર્ટ્સ મેનેજર એક યંગ અને ગરીબ ક્રિકેટરને આગળ વધવામાં મદદ કરે છે.

જુઓ ટ્રેલર..

https://youtu.be/g2YUUrd9ryo?t=149

ટ્રેલરમાં પ્રાચી બોરા ટીવી ઇન્ડસ્ટ્રીની મોટી હસ્તીના રૂપમાં જોવા મળી રહી છે. આપને જણાવી દઈએ કે ફિલ્મમાં બરુન સોબતી ઉપરાંત અમ્તર્ય રે, રજીત કપૂર, ચૈતી ઘોષાલ, રાજેશ શર્મા અને ગીતિકા ત્યાગી પણ મહત્વના રોલમાં જોવા મળશે. ’22 યાર્ડ્સ’ આ જ વર્ષે 22 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થવા જઈ રહી છે.