Not Set/ ટ્રેલર લોન્ચના સમય પર શ્રીદેવી વિશે વાત કરતા ભાવુક થયા ધર્મેન્દ્ર, કહ્યું કઈ ખાસ 

મુંબઈ ધર્મેન્દ્ર, સની અને બોબી દેઓલની જોડી ફરી એકવાર દર્શકો સામે આવવા માટે તૈયાર છે. ફિલ્મ ‘યમલા પગલા દીવાના ફિર સે’ના ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. જો કે તાજેતરમાં જ ટ્રેલર લોન્ચ ઇવેન્ટ પર ધર્મેન્દ્ર બોલિવૂડ ચાંદની શ્રીદેવીને યાદ કરતા ભાવુક બની ગયા હતા. હકીકતમાં, ટ્રેલર લોન્ચના સમય પર શ્રીદેવીના વિશે વાત કરતા ધર્મેન્દ્રએ કહ્યું કે, “મે તેમના સાથે  ‘નાકા બાંદી’ ફિલ્મમાં કામ કર્યું […]

Trending Entertainment
ટ્રેલર લોન્ચના સમય પર શ્રીદેવી વિશે વાત કરતા ભાવુક થયા ધર્મેન્દ્ર, કહ્યું કઈ ખાસ 

મુંબઈ

ધર્મેન્દ્ર, સની અને બોબી દેઓલની જોડી ફરી એકવાર દર્શકો સામે આવવા માટે તૈયાર છે. ફિલ્મ ‘યમલા પગલા દીવાના ફિર સે’ના ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. જો કે તાજેતરમાં જ ટ્રેલર લોન્ચ ઇવેન્ટ પર ધર્મેન્દ્ર બોલિવૂડ ચાંદની શ્રીદેવીને યાદ કરતા ભાવુક બની ગયા હતા.

હકીકતમાં, ટ્રેલર લોન્ચના સમય પર શ્રીદેવીના વિશે વાત કરતા ધર્મેન્દ્રએ કહ્યું કે, “મે તેમના સાથે  ‘નાકા બાંદી’ ફિલ્મમાં કામ કર્યું હતું. તે ખૂબ જ સારી વ્યક્તિ હતા. ખૂબ જ અફસોસ છે કે તે દુનિયાથી ખૂબ જલ્દી જતા રહ્યા.

ભૂતકાળને યાદ કરતા, ધર્મેન્દ્રએ કહ્યું કે, “મને યાદ છે કે તેમને ઘરનું જમવાનું પંસદ હતું. તે અમારા માટે ઘરેથી જમવાનું બનાવીઈને લાવતા હતા.” શ્રીદેવી વિશે વાત કરતા ધર્મેન્દ્રનું ગળું ભરાય આવ્યું હતું. તેમણે કહ્યું, “હું ખૂબ જ ઈમોશનલ વ્યક્તિ છું, હું તેના વિશે આથી વધારે શું કહી શકું છું.”

આપને જણાવી દઈએ કે,‘યમલા પગલા દીવાના’ 2011 માં રિલીઝ થઈ હતી, જે બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઇ હતી. આ પછી, ફિલ્મનો બીજો ભાગ 2013 માં રિલીઝ થયો હતો, જેણે સરેરાશ પ્રતિક્રિયા પ્રાપ્ત કરી હતી. ત્યારે હવે મલ્ટિ સ્ટારર ફિલ્મ ‘યમલા પગલા દીવાના ફિર સે’નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે.

જો કે ‘યમલા પગલા દીવાના ફિર સે’માં વર્ષો બાદ ધર્મેન્દ્ર અને શત્રુઘ્નની જોડી જોવા મળશે. બંને દિગ્ગજ અભિનેતાઓ આ પહેલા દોસ્ત, બ્લેકમેલ અને તીસરી આંખ જેવી ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે.