ટીવી ઈન્ડસ્ટ્રીની નાગીન ફેમ મધુરા નાયક પર દુ:ખનો પહાડ આવી ગયો છે. તાજેતરમાં અભિનેત્રીએ ચાહકો સાથે શેર કર્યું છે કે તેમણે ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં તેના પરિવારના સભ્યો ગુમાવ્યા છે.
એક વીડિયોમાં અભિનેત્રી મધુરા નાયકે ઈઝરાયલને સપોર્ટ કરી રહી છે અને પોતાના પરિવારને ગુમાવવાનું દુઃખ વ્યક્ત કરી રહી છે. મધુરા નાયકે ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો છે જે ઘણો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક્ટ્રેસ ખૂબ જ ભાવુક થઈ ગઈ અને કહ્યું- ‘હું મધુરા નાયક છું, ભારતમાં જન્મેલી યહૂદી છું. ભારતમાં આપણામાંથી માત્ર 3000 છે. 7 ઓક્ટોબર પહેલા અમે અમારા પરિવારમાંથી એક દીકરી અને એક દીકરો ગુમાવ્યો.
https://www.instagram.com/reel/CyL3GigBj5M/?utm_source=ig_embed&ig_rid=20e3bdcc-ac89-4b0a-b365-76abae9c0698
મધુરા નાયકે કહ્યું – મારી બહેન ઓડાયા અને તેના પતિની હત્યા કરવામાં આવી, તે પણ તેમના બે બાળકોની સામે… આ સમયે મારો પરિવાર જે પીડા અને વેદનાનો સામનો કરી રહ્યો છે તે શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી. આજે ઇઝરાયલ સંકટમાં છે, બાળકો, મહિલાઓ અને વૃદ્ધો હમાસની આગમાં સળગી રહ્યાં છે.
મધુરાએ વધુમાં કહ્યું કે, ‘મહિલાઓ, બાળકો અને વૃદ્ધો નિશાન બનાવવામાં આવ્યા હતા. ગઈ કાલે મેં મારી બહેન અને તેના પતિ અને બાળકોની તસવીર શેર કરી હતી, જેથી દુનિયા આપણું દર્દ જોઈ શકે અને પેલેસ્ટિનિયનો કેવી રીતે પ્રચાર કરી રહ્યા છે તે જોઈને હું ચોંકી ગઈ. હું કહેવા માગુ છું કે પેલેસ્ટાઈન તરફી આ પ્રોપોગેન્ડા ઈઝરાયલના લોકોને હત્યારા તરીકે બતાવવા માગે છે. આ યોગ્ય નથી. પોતાનો બચાવ કરવો એ આતંક નથી.
આ પણ વાંચો: Excise Scam/ AAP સાંસદ સંજય સિંહની મુશ્કેલી વધી, EDએ ફરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા
આ પણ વાંચો: ODI World Cup 2023/ ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડની જીતનો ફાયદો, સીધો જ ટોપ 4માં પ્રવેશ
આ પણ વાંચો: Bank Of Baroda/ બેંક ઓફ બરોડા પર RBIની મોટી કાર્યવાહી, લાખો ગ્રાહકોને થશે અસર!