ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાએ દસ્તક આપી છે. કચ્છમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. દ્વારકામાં ચક્રવાતની અસરથી વૃક્ષો ધરાશાયી થયા છે.બિપરજોયે ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે લેન્ડફોલ કરવાનું શરૂ કર્યું છે. લેન્ડફોલ પ્રક્રિયા સાંજે 5.30 વાગ્યે શરૂ થઈ ગઈ છે. પવનની ઝડપ 115 થી 125 કિમી પ્રતિ કલાક છે. હાલમાં તોફાન જખૌ એરપોર્ટથી 70 કિમી દૂર છે. ગુજરાતના દ્વારકામાં વરસાદ બંધ થઈ ગયો છે. તેમજ પવનની ગતિ પણ ઘટી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરના ઈમરજન્સી કંટ્રોલ રૂમમાં પહોંચ્યા છે.
ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ચક્રવાત બિપરજોય અંગે સમીક્ષા બેઠક યોજી હતી. કચ્છ જિલ્લાના માંડવી ખાતે ભારે પવન અને ઉબડખાબડ દરિયાઈ સ્થિતિ પ્રવર્તી હતી. ચક્રવાત સાંજે 6 થી 8 વાગ્યાની વચ્ચે લેન્ડફોલ કરે તેવી સંભાવના છે. IMDના મહાનિર્દેશક ડૉ. મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું કે હાલમાં તે 115-125 kmphની ઝડપે ચાલી રહ્યું છે. સૌરાષ્ટ્રના કચ્છમાં લેન્ડફોલ શરૂ થઈ ગયું છે. સૌરાષ્ટ્ર, કચ્છમાં ભારે વરસાદ પડી રહ્યો છે, વધુ ભારે વરસાદની સંભાવના છે. મધ્યરાત્રિ સુધી લેન્ડફોલ ચાલુ રહેશે.
ચક્રવાતી તોફાન બિપરજોયના ખતરાને લઈને કેન્દ્રથી લઈને રાજ્ય સરકાર સુધી દરેક લોકો એલર્ટ પર છે. NDRFની 17 ટીમો અને SDRFની 12 ટીમો ગુજરાતમાં તૈનાત છે. સાથે જ નેવીના 4 જહાજોને હાલમાં સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. દરિયાકાંઠે રહેતા 74,000 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત 9 રાજ્યો ચક્રવાતથી પ્રભાવિત છે. આ 9 રાજ્યો લક્ષદ્વીપ, કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત, આસામ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય અને રાજસ્થાન (પશ્ચિમ) છે.
આ પણ વાંચો:જો તમે ચક્રવાતના ડેન્જર ઝોનમાં ફસાયેલા છો તો જાણો શું કરવું,શું ન કરવું
આ પણ વાંચો:કેમ આટલું ખતરનાક છે ચક્રવાત બિપરજોય, જાણો 5 મોટા કારણો
આ પણ વાંચો:ચક્રવાત બિપરજોયને લઈને ગુજરાત સરકાર એલર્ટ, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જાણો શું કહ્યું…
આ પણ વાંચો:સ્નેચિંગ કરાયેલા 120 મોબાઇલ સાથે સુરતની ઉમરા પોલીસે 3 આરોપીને પકડ્યા અને 38 ગુનાઓનો ભેદ ઉકેલ્યો