Not Set/ ડાયરેક્ટર આયશા સુલ્તાના વિરુદ્ધ રાજદ્રોહ કેસ, કોવિડ વિશે જુઠાણું ફેલાવાનો આરોપ 

લક્ષદ્વીપની વિખ્યાત ફિલ્મ દિગ્દર્શક અને અભિનેત્રી આયશા સુલ્તાના  ઉપર રાજદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો છે. આયશા પર કેટલાક દિવસો પહેલા મલયાલમ ટીવી ડિબેટ દરમિયાન કેન્દ્ર સરકાર પર કોવિડ 19 પર ખોટા આરોપ મૂકવાનો આરોપ છે.

Top Stories Entertainment
A 157 ડાયરેક્ટર આયશા સુલ્તાના વિરુદ્ધ રાજદ્રોહ કેસ, કોવિડ વિશે જુઠાણું ફેલાવાનો આરોપ 

લક્ષદ્વીપની વિખ્યાત ફિલ્મ દિગ્દર્શક અને અભિનેત્રી આયશા સુલ્તાના  ઉપર રાજદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો છે. આયશા પર કેટલાક દિવસો પહેલા મલયાલમ ટીવી ડિબેટ દરમિયાન કેન્દ્ર સરકાર પર કોવિડ 19 પર ખોટા આરોપ મૂકવાનો આરોપ છે. આયશાએ કહ્યું હતું કે ‘કેન્દ્ર સરકાર લક્ષદ્વીપમાં જૈવિક શસ્ત્રની જેમ કોરોના ફેલાવી રહી છે.’

ભાજપના લક્ષદ્વીપ એકમના પ્રમુખ સી અબ્દુલ ખાદર હાજીની ફરિયાદ પરથી આઈએફસી (રાજદ્રોહ) ની કલમ 124 એ અને 153 બી (અભદ્ર ભાષા) હેઠળ આયશા સુલ્તાના વિરુદ્ધ કાવરત્તિ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. ખાદરની ફરિયાદ લક્ષદ્વીપમાં ચાલી રહેલા વિવાદાસ્પદ સુધારાઓ અંગે મલયાલમ ચેનલ ‘MediaOne TV’  પર તાજેતરમાં થયેલી ચર્ચાને સંદર્ભિત કરે છે, જેમાં આયશાએ અહેવાલ આપ્યો હતો કે કેન્દ્ર પ્રફુલ પટેલને ટાપુઓ પર ‘જૈવિક-હથિયાર’ તરીકે ઉપયોગ કરી રહ્યા છે. આ ટિપ્પણીનો ભાજપના લક્ષદ્વીપ એકમ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :ઉત્તરપ્રદેશમાં નવા-જૂનીનાં એંધાણ : આજે PM મોદી અને જે.પી.નડ્ડાને મળશે CM યોગી

ભાજપ નેતાએ પણ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે આયશાનું આ નિવેદન સંપૂર્ણ રીતે રાષ્ટ્ર વિરોધી છે, જેનાથી કેન્દ્ર સરકારની છબી ખરાબ થઈ છે. આથી આયશા સામે કડક કાર્યવાહી થવી જોઇએ કે જેથી આ ફરીથી ન બને. ભાજપના નેતાએ ફિલ્મ નિર્માતા સામે કાર્યવાહીની માંગ સાથે ટાપુમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. નોંધનીય છે કે લક્ષદ્વીપ સ્થિત મોડેલ, નિર્દેશક અને અભિનેત્રી આયશાએ ઘણા મલયાલમ ફિલ્મ નિર્માતાઓ સાથે કામ કર્યું છે. આયશા લક્ષદ્વીપના ચેટીયાથ આઇલેન્ડની છે.

આ પણ વાંચો :આસારામને જામીન આપશો નહી અમારા જીવ પર જોખમ, પીડિતાના પિતાની સુપ્રીમમાં વિનંતી

સાંસ્કૃતિક સમુદાયે આપ્યું આયશાને સમર્થન 

આ સાથે આયશાને લક્ષદ્વીપ સાહિત્યના પ્રમોટર સંગમનો સહયોગ મળ્યો છે. તેમણે કહ્યું કે તેમને દેશદ્રોહી તરીકે રજૂ કરવું યોગ્ય નથી. તેમણે સંચાલકના અમાનવીય વલણ સામે પ્રતિક્રિયા આપી હતી. પટેલની હસ્તક્ષેપથી લક્ષદ્વીપને કોવિડ અસરગ્રસ્ત વિસ્તાર બનાવવામાં આવ્યો. લક્ષદ્વીપનો સાંસ્કૃતિક સમુદાય તેમની સાથે ઉભો રહેશે,”સંસ્થાના પ્રવક્તા કે બહિરે જણાવ્યું હતું.

આ પણ વાંચો :અફઘાનિસ્તાનથી અમેરિકન સૈનિકોની પરત ખેંચાતા કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃતિઓ વધવાની સંભાવના