Not Set/ દેશમાંં જ હિન્દી બની અળખામણી !! આવો છે “હિન્દી”નાં વિરોધનો ઇતિહાસ

તમામ રાજ્યોમાં શિક્ષણમાં હિન્દી ભાષા ફરજીયાત કરતા નેશનલ એજ્યુકેશન પોલિસીના ડ્રાફ્ટ પર વિવાદ વધતો રહ્યો અને અંતે બીન હિન્દી રાજ્યોનાં ભરે વિરોધ અને હોબાળાનાં કારણે સરકારે હિન્દી ભાષા પર યુ-ટર્ન લેવાની જરૂર પડી ગઈ હતી. અંતે, સરકારને કહેવુ પડ્યુ હતુ કે હિન્દીનો ઉપયોગ ફક્ત હિન્દી ભાષા બોલતા રાજ્યો માટે જ થશે. તે બિન-હિન્દી રાજ્યો પર […]

Top Stories India
Hindi devnagari દેશમાંં જ હિન્દી બની અળખામણી !! આવો છે "હિન્દી"નાં વિરોધનો ઇતિહાસ

તમામ રાજ્યોમાં શિક્ષણમાં હિન્દી ભાષા ફરજીયાત કરતા નેશનલ એજ્યુકેશન પોલિસીના ડ્રાફ્ટ પર વિવાદ વધતો રહ્યો અને અંતે બીન હિન્દી રાજ્યોનાં ભરે વિરોધ અને હોબાળાનાં કારણે સરકારે હિન્દી ભાષા પર યુ-ટર્ન લેવાની જરૂર પડી ગઈ હતી. અંતે, સરકારને કહેવુ પડ્યુ હતુ કે હિન્દીનો ઉપયોગ ફક્ત હિન્દી ભાષા બોલતા રાજ્યો માટે જ થશે. તે બિન-હિન્દી રાજ્યો પર આ નિયમ ફરજીત લાગુ કરવામાં આવશે નહીં.

શું  છે આ વિરોધ અને અત્યારે વિરોધ કેમ અને કોણે શરૂ કર્યો? 

hindi1 દેશમાંં જ હિન્દી બની અળખામણી !! આવો છે "હિન્દી"નાં વિરોધનો ઇતિહાસ

નેશનલ એજ્યુકેશન પોલિસીના ડ્રાફ્ટમાં જ્યાર કેન્દ્ર સરકારે હિન્દી ભાષાને  ફરજીયાત જાહેર ન કરી ત્યારથી જ તમિલનાડુ દ્રારા આ મામલે વિરોધ શરૂ કરવામાં આવ્યો અને બાદમાં તમિલનાડુ સરકારનાં સમર્થનમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પણ આવી અને વિવાદ વધુ વકર્યો.  મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતાઓએ આ મુદ્દા પર નિવેદન આપતા કહ્યું કે હિન્દીએ કોઈ રાષ્ટ્રીય ભાષા નથી. મનસેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર મનસેના નેતા અનિલ શિદોરેનું નિવેદન ટ્વિટ કરવામાં આવ્યું હતુ. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતા અનિલ શિડોરે કહ્યું “હિન્દી રાષ્ટ્રીય ભાષા નથી, તે આમારા કપાળ પર લાદશો નહીં.” આ ટ્વીટ મરાઠી ભાષામાં કરવામાં આવ્યું હતું.

વિવાદનાં બળતામાં ધી હોમવાનું કામ કોણે કર્યુ?

આપને જણાવી દઇએ કે આ કોઇ પહેલી વખત નથી કે મનસે અને તેના પ્રમુખ રાજ ઠાકરેની પાર્ટીએ હિન્દી ભાષાનો વિરોધ કર્યો હોય. પહેલા પણ ઘણા વિરોધો કરવામાં આવ્યા છે. મનસેનાં વડા રાજ ઠાકરેએ પણ કહ્યુ હતુ કે હિન્દી ભાષાએ રાષ્ટ્રીય ભાષા નથી. તેમજ મનસે પાર્ટી દ્વારા હિન્દી ભાષી લોકોને મહારાષ્ટ્રમાંથી બહાર કાઢવાનાં પ્રયાસો પણ ઘણી વખત કરવામા આવ્યા છે. ઘણા હિન્દી સિનેમાનાં સુપર સ્ટાર અભિનેતા અભિનેત્રીઓનો પણ વિરાધ કરવામાં આવ્યો છે.  તેમજ મરાઠી ભાષાને મહત્વ આપતા રાજ ઠાકરે કહ્યુ હતુ કે રાજ્યમાં કોઈ પણ તક, અને સુવિધા સૌ પહેલા મહારાષ્ટ્રના મરાઠી લોકોને મળવા જોઈએ હિન્દી ભાષી લોકોને નહી. આમ ભાષા અને પ્રાંતિય રાજનીતિ મનસેનાં જન્મનાં પાયામાં જ રહેલી છે. તો આવુ નથી કે તે દેશની બીજી ભાષા અને ભાષીઓનો વિરોધ નથી કરતા. આત્યારે તામિલનાડુનું ઉપરાણુ લઇને નીકળી પડેલી મનસેને મુંબઇ અને મહારાષ્ટ્રમાં સાઉથ ઇન્ડીય અને ગુજરાતી પણ એટલા જ નડે છે જેટલા હિન્દી ભાષી લોકો, એ પણ હકીકત છે.

ભારતમાં 461 ભાષામાંથી સૌથી વધુ બોલાતી ભાષા કઇ છે?

hindi3 દેશમાંં જ હિન્દી બની અળખામણી !! આવો છે "હિન્દી"નાં વિરોધનો ઇતિહાસ

સમગ્ર વિશ્વમાં ભારત જ એકમાત્ર એવો દેશ છે જ્યાં મોટાભાગની ભાષાઓ બોલાય છે. વિવિધ સંસ્કૃતિઓ અને ધર્મોનો દેશ ભારત ફક્ત એક કે બે ભાષાઓ નથી. બલ્કે અહીયા 461 ભાષાઓ છે. પરંતુ તેમાંથી 14 ભાષા લુપ્ત થઈ ગઈ છે. પરંતુ લોકોની સુવિધા માટે, ભારતીય સંવિધાનમાં 22 ભાષાઓને સત્તાવાર દરજ્જો આપવામાં આવ્યો છે. જેમાથી હિન્દી ભાષ સૌથી વધુ બોલાતી ભાષા છે. દેશમાં 41% લોકો હિન્દી બોલે છે અને સમજે છે. પરંતુ પહેલા ભરતમાં ભષાને લઈને વિવાદ દેખાતો ન હતો. હવે હિન્દી વિરોધી લોકોનુ કહેવુ છે કે હિન્દી એ રાષ્ટ્રીય ભાષા નથી. તો હિન્દીને આટલુ મહત્વ કેમ આપીએ ? પરંતુ ભારતમાં સૌથી વધુ બોલાતી અને સોથી વધુ સમજાતી ભાષા એ હિન્દી જ છે. તો હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે હિન્દી ભાષાને સમગ્ર ભારતમાં અમલ કરવા પર આટલા વિરોધ કેમ ? ભારતના માન સમ્માનની વાતો કરવા વાળા લોકો અંગ્રેજી ભાષનો વિરોધ ક્યારે કેમ નથી કરતા અને હિન્દીનો વિરોધ કેમ? ભારતમાં સૌથી વધુ બોલાતી ભાષા હિન્દીને માન સમ્માન આપવું એ તમામ ભારતીયનું કર્તવ્ય છે.

ભારતમાં હિન્દી ભાષાના વિરોધ ની શરૂઆત ક્યાર થી થઈ….

સ્વતંત્રતા પછી સરકારી કાર્યાલયોમાં હિન્દીને પ્રાથમિકતા આપવાનો કેન્દ્ર સરકારનો નિર્ણય તીવ્ર હતો. ત્યારે જ હિન્દી ભાષાનાં વિરોધનાં શરુો સૌપ્રથમ દક્ષિણ ભારતથી શરૂ થયા હતા. તમિલનાડુમાં હિન્દી ભાષાને લઈ વિરોધ, વર્ષ 1937 થી શરૂ થયો હતો. જ્યારે ચક્રવર્તી રાજગોપાલાચારીની સરકારે મદ્રાસ પ્રાંતમાં હિંદીની રજૂઆતને ટેકો આપ્યો હતો. પરંતુ ત્યારે દ્રવિડો દ્રારા આ મામલે વિરોધ કરવામાં આવ્યો અને બાદમાં વિરોધે હિંસક અથડામણનું સ્વરૂપ લઈ લીધુ હતુ. તે સમયે હિંસક અથડામણમાં બે લોકો માર્યા ગયા. સરકાર દ્રારા વાતને પડતી મુકી વિવાદને થાડે પાડવામા આવ્યો.

બીજા વિરોધથી વિરોધનો વ્યાપ પણ વધ્યો…

hindi દેશમાંં જ હિન્દી બની અળખામણી !! આવો છે "હિન્દી"નાં વિરોધનો ઇતિહાસ

વર્ષ 1965માં બીજી વખત જ્યારે હિન્દીને દેશની રાષ્ટ્રીય ભાષા બનાવવા માટેનાં પ્રયત્નો કરવામાં આવ્યા, ત્યારે ફરી એક વખત બિન-હિન્દી રાજ્યોમાં હિન્દીનાં વિરોધે આક્રમક રૂપ ધારણ કરી લીધું હતું.સૌ પ્રથમ કરુણાનિધિએ કેન્દ્રનાં આ નિર્દેશનો વિરોધ કર્યો હતો અને પાછળથી હિંન્દીનાં વિરોધનો પ્રભાવ દક્ષિણમાંથી ભારતનાં પૂર્વીય રાજ્યોમાં પહોંચ્યો હતો. ઉત્તર-પૂર્વ રાજ્યોમાં પણ સ્વતંત્રતા સમયથી જ હિન્દીનો વિરોધ જોવામાં આવતો હતો. તો આ મામલેએ તેમા ઘી હોમવાનુું કામ કર્યું અને ફરી ભાષા કટ્ટરવાદનો જન્મ થયો અને સાથે સાથે વ્યાપ પણ વધ્યો હતો. અને આજે પણ આ ભાષા કટ્ટરનવાદ આ તમામ રાજ્યોમાં જોવા મળે છે.

સરકાર દ્રારા હિન્દીને પ્રમોટ કરવાની કોશિશો થતી રહી….

કેન્દ્ર સરકાર દ્વારા ઉત્તર-પૂર્વના વિકાસ માટે તમામ કાર્ય યોજનાઓના અમલીકરણ માટે અને  દેશભરમાં બોલાતીઅને સમજાતી ભાષા અને હિન્દી ફિલ્મોની લોકપ્રિયતાને લીધે, લોકોએ મણિપુર, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં અંશતઃ હિન્દીનો સ્વીકારી કરવા લાગ્યા છે. હિન્દીનાં સ્વીકારનું સૌથી મોટું કારણ એ રહ્યું કે દેશના ઘણાં ભાગોમાંથી હિન્દી ભાષી પ્રવાસીઓ આ રાજ્યો તરફ વળ્યા છે. જેના પરિણામે આ રાજ્યોમાં વિશાળ રોજગારી ઉભી થઇ છે. તો મુંબઇમાં મહદ અંશે વાતચીતની ભાષા જ હિન્દી જોવા મળે છે. દેશનાં તમામ રાજ્યોના લોકો જ્યાં વશે છે તે મુંબઇમાં હિન્દી તમામ વચ્ચે સમનવય અને સુમેળ લાવવાનું કામ કરે છે. પરંતુ ????

પોતાને લાભ થાય ત્યારે સ્વીકાર અને સરાકરનો વિરોધ

પરંતુ જ્યારે સરકારી સ્તરે હિન્દીને લઈ બદલાવ કે નિર્દેશો આપે છે ત્યારે આ રાજ્યોમાં તેનો વિરોધ વ્યાપક સ્તરે શરૂ કરી દે છે. આ જ કારણ છે કે આ રાજ્યોમાં હિન્દી સ્વીકૃતિની સંમતિ હજી સુધી એક મોટા સ્તર સુધી પહોંચવાની બાકી છે. સત્તાવાર કામગીરીમાં અને શાળામાં હિન્દીના ઉપયોગ અંગે વર્ષ 2015માં પણ મોટો વિવાદ થયો હતો. ત્યારે , કેન્દ્ર સરકારને માત્ર સ્પષ્ટતા નહોતી આપવી પડી પરંતુ જયલલિતા, કરુણાનિધિ, ઉમર અબ્દુલ્લા સહિતના ઘણા નેતાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને તેેના વિરોધને કારણે સરકારે હિન્દી ભાષા પર ત્યારે પણ યુ-ટર્ન લેવાની ફરજ પડી હતી. અંતે, સરકારને કહેવુ પડ્યુ હતુ કે હિન્દીનો ઉપયોગ ફક્ત હિન્દી ભાષા બોલતા રાજ્યો માટે જ થશે. તે બિન-હિન્દી બોલતા રાજ્યો પર આ પરિવર્તન લાગુ કરી થશે નહીં.

આ વખતે પણ સરકારને યુ-ટર્નનો વારો આવ્યો

hindi5 દેશમાંં જ હિન્દી બની અળખામણી !! આવો છે "હિન્દી"નાં વિરોધનો ઇતિહાસ

જોકે કેન્દ્ર સરકારે એવી દલીલ કરી છે કે હિન્દી સત્તાવાર ભાષા છે. તેથી સરકારની કામગીરીમાં તેને પ્રોત્સાહન આપવા કેન્દ્રની જવાબદારી છે અને તેનો અર્થ એ નથી કે સરકાર અન્ય ભાષાઓને નબળી બનાવમા માટે આ અમલાવરી લાવી છે. હિન્દી ભાષાને સરકારી કાર્ય, સ્કુલમાં અને સોશિયલ મીડિયા પર મહત્વ આપવા માટે કેન્દ્રના આ નિર્ણય કર્યો છે. તે સામે હજુ પણ બિન-હિન્દી બોલતા રાજ્યોના સ્થાનીય નેતાઓ વિરોધ કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં હિન્દી ભાષા લાગુ કરવા ઈચ્છે છે. ત્યારે બિન હિન્દી બોલતા રાજ્યોના લોકો દેશના બહારના નાગરીક હોય તેવું વર્તન કરતા જોવા મળી રહ્યા છે..

પહેલા પણ સરકાર હિન્દી ભાષાને રાષ્ટ્રીય ભાષા બનાવવા ઈચ્છી રહી છે. તેમજ સરકારી દરેક કાર્યમાં હિન્દીનો ઉપયો માટે ઘણીવાર નિર્ણય લઈ ચૂકી છે. પરંતુ બિન હિન્દી બોલતા રાજ્યોના વિરોધને લૂધે આ સમસ્યાનો હજી સુધી હલ આવી શક્યો નથી. પરંતુ જો વાત બધી ભાષાઓ માટે સમાન આદર વિશે કરવામાં આવતી હોય,  તો તે હિસાબે લોકોએ પોતે જ ભાષાઓને સમ્માન આપવાની જવાબદારી સ્વીકારવી પડશે. તમામ રાજ્યની સરકાર અને ઉચ્ચ અધિકારીઓએ આ તરફ પગલાં લેવા પડશે. પરંતુ હવે હિન્દી સમગ્ર ભારતમાં ક્યારે લાગુ થશે?  કે નહીં, એ આવનારો સમય જ બતાવશે….