હવામાન/ આગામી 4 દિવસ સુધી આ રાજ્યોમાં પડી શકે છે ભારે વરસાદ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ નીચા દબાણની એક રેખા પૂર્વ ઝારખંડથી ઉત્તર ઓરિસ્સા સુધી વિસ્તરી રહી છે. તેના કારણે મહારાષ્ટ્ર ગોવા કેરળ કર્ણાટક તમિલનાડુમાં આગામી 5 દિવસ ભારે વરસાદની સંભાવના છે.

Top Stories Gujarat Others
ગુલાબ અને શાહીન

ગુલાબ અને શાહીન વાવાઝોડાની અસર હજુ પણ ઘણા રાજ્યોમાં જોવા મળી રહી છે. તમિલનાડુ કિનારે દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર ચક્રવાતી પરિભ્રમણ યથાવત છે. આ નીચા દબાણવાળા વિસ્તારથી પૂર્વ ઝારખંડમાં ઉત્તર ઓરિસ્સા સુધી એક લો પ્રેશર લાઇન વિસ્તરેલી છે. આ કારણે દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્ર, ગોવા, કેરળ, કર્ણાટક, તામિલનાડુમાં આગામી 5 દિવસ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગની તાજેતરની આગાહી મુજબ 4-6 ઓક્ટોબર સુધી તમિલનાડુ, કેરળ, કર્ણાટકમાં ભારે વરસાદ રહેશે. જ્યારે ગોવા, દક્ષિણ કોંકણ અને દક્ષિણ મધ્ય મહારાષ્ટ્રમાં 4 થી 8 ઓક્ટોબર દરમિયાન ભારે વરસાદ પડવાની સંભાવના છે. સ્કાયમેટ વેધર મુજબ 6 ઓક્ટોબરથી ચોમાસુ પાછું ખેંચવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ બની રહી છે.

આ રાજ્યોમાં ભારે વરસાદ થશે

સ્કાયમેટ વેધર મુજબ, આગામી 24 કલાક દરમિયાન આસામ, મેઘાલય, નાગાલેન્ડ, તમિલનાડુ, કેરળ, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને લક્ષદ્વીપ પર અલગ અલગ સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

આ રાજ્યોમાં મધ્યમ વરસાદ રહેશે

પૂર્વોત્તર ભારત, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, દક્ષિણ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગાણાના કેટલાક ભાગો, કોસ્ટલ કર્ણાટક, કોસ્ટલ આંધ્ર પ્રદેશ અને છત્તીસગઢમાં અલગ અલગ સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે.

યુપી, બિહાર, ઉત્તરાખંડમાં હળવા વરસાદની સંભાવના છે

સ્કાયમેટ વેધર મુજબ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, દક્ષિણ ગુજરાત, રાયલસીમા અને હિમાચલ પ્રદેશ અને પંજાબના અલગ અલગ ભાગોમાં આગામી 24 કલાક દરમિયાન હળવો વરસાદ શક્ય છે.

શાહીન ચક્રવાત / વાવાઝોડાના કારણે ઓમાન અને ઈરાનમાં ભારે તબાહી, 11 લોકોના મોત

ક્રુઝ ડ્રગ્સ પાર્ટી / આર્યને દરોડા બાદ આંખોના લેન્સ કવરમાં તો છોકરીઓએ સેનેટરી પેડમાં આ રીતે છુપાવ્યું હતુ ડ્રગ

આર્યન ખાન ડ્રગ્સ કેસ / શાહરુખની 378 કરોડ રૂપિયાની બ્રાન્ડ વેલ્યુ જોખમમાં, ટ્રોલર્સનો સવાલ – કિંગ ખાન ચાહકોના બાળકોને શું શીખવશે?

ડેન્ગ્યુથી બ્લેક ફંગસ…! / ડેન્ગ્યૂ પીડિત યુવક બ્લેક ફંગસનો ભોગ બન્યો