Not Set/ નર્મદા કેનાલમાં પાણીની માંગ સાથે આ ગામોએ આગામી વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની આપી ચીમકી

ધ્રાંગધ્રા તાલુકાના 18 ગામોમાં લોકોને પીવાના પાણીની તંગીનો સામનો કરવો પડી રહ્યો છે.

Gujarat Others
ધ્રાંગધ્રા નર્મદા કેનાલમાં પાણીની માંગ સાથે આ ગામોએ આગામી વિધાનસભા

ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી ને હજુ 10 મહિના જેટલો સમય બાકી છે ત્યારે રાજકીય વર્તુળોમાં ચૂંટણીની કામગીરી આરંભી દીધી છે. તો સાથે જ સ્થાનિકો એ પણ પોતાના વિસ્તારમાં વિકાસના કર્યો નહિ થતાં ચૂંટણી માં સામેલ નહિ થવા અંગે ચીમકીઓ ઉચ્ચારવાનું શરૂ કરી દીધું છે. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના 18 ગામોના લોકોને પીવાના પાણીની તંગીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણી ન મળવાના કારણે રોષે ભરાયેલા લોકો અને ગામના સરપંચે રામપરા ગામમાં સભા યોજી હતી. જેમાં તમામ 18 ગામોના લોકોએ વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે.

તમને જણાવી દઈએ કે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 આ વર્ષના અંત સુધીમાં યોજાવાની છે. દરેક નેતા ચૂંટણીમાં લોકોને સુવિધાઓ આપવાનું વચન આપે છે અને તેના આધારે જ નેતાઓ ચૂંટણી જીતે છે. જોકે, સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના 18 ગામોના લોકોએ આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં મતદાન નહીં કરવાનો નિર્ણય લીધો છે. આ 18 ગામોના લોકોને લાંબા સમયથી પીવાનું પાણી ન મળવાના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેના કારણે આ ગામોના લોકોમાં રોષ ફેલાયો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે તેમને હાલ જે પાણી મળી રહ્યું છે તે ખારું છે. પરિણામે, તેઓ ખેતી કરી શકતા નથી અને રોજગાર માટે અન્ય જિલ્લામાં જવું પડે છે. આથી લોકોએ નર્મદા કેનાલમાં પાણીની માંગણી કરી છે.

બેઠકમાં જે ગામોએ ભાગ લીધો તેમાં લીયા, કાત્રોડી, રાવળીયાવદર, રાયગઢ, વેળાવદર, રૂપવતી, ખોડુ, નારીચાણા, ગુજરવાડી સહિતના ગામોના સરપંચોના નામનો સમાવેશ થાય છે. તમામ ગામોના સરપંચોએ સૂત્રોચ્ચાર કર્યા છે કે જો વિધાનસભાની ચૂંટણી પહેલા નર્મદાનું પાણી નહીં મળે તો તેઓ ચૂંટણીનો બહિષ્કાર કરશે.

રામાયણ / ભગવાન રામે જળ સમાધિ લીધા પછી હનુમાનજીનું શું થયું?

Life Management / એક વૃદ્ધ લોકોને ઝાડ પર ચડવાની રીત શીખવતો, તેણે તેના વિદ્યાર્થીઓની પરીક્ષા લીધી અને કહી આ વાત