Not Set/ સુરતમાં સગીરાને લગ્નની લાલચ આપી વારંવાર આચર્યું દુષ્કર્મ, આ રીતે ફૂટ્યો ભાંડો

મુગવાન ટેકરા પાસે રહેતો મોહમ્મદ સૈફ સલીમે આશરે બે થી અઢી વર્ષ જેટલા સમયથી સાડા પંદર વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારતો હતો.

Gujarat Surat
દુષ્કર્મ

સુરત શહેરમાં ફરી એક વખત સગીરા પર દુષ્કર્મ ની ઘટના સામે આવી છે. બેગમપુરા ખાતેના મુગવાન ટેકરા પાસે રહેતા શખ્સે સગીરાને પ્રેમજાળમાં ફસાવી બેથી અઢી વર્ષ સુધી પોતાની હવસનો શિકાર બનાવી હતી. પીડિતાના પરિવારને શંકા જતાં તેની મેડિકલ તપાસ કરાવી હતી. જેમાં સગીરા ગર્ભવતી હોવાનું સામે આવતાં સમગ્ર હકીકતનો ખુલાસો થયો હતો. આ મામલે પીડિત પરિવારે પોલીસને તાત્કાલિક જાણ કરી હતી.તો પોલીસે આરોપીને ઝડપી તેની સામે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો :  ગુજરાતમાં ધોરણ 1 થી 5ની શાળાઓ 22 નવેમ્બરથી થશે શરૂ : જીતુ વાઘાણી

આ મામલે મળતી માહિતી અનુસાર, સુરત શહેરના બેગમપુરા ખાતે આવેલ મુગવાન ટેકરા પાસે રહેતો મોહમ્મદ સૈફ સલીમે આશરે બે થી અઢી વર્ષ જેટલા સમયથી સાડા પંદર વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારતો હતો. આ વાતની જાણ ત્યારે થઈ જ્યારે પીડિતા ના પરિવારે તેની પુત્રીનું પેટ જોયું તો આગળ ની ભાગે ઉપસી આવેલ ત્યારે પરિવારે તેને પૂછતા જણાવેલ કે મારા પેટમાં દુખાવો થાય છે. આ વાતને ગંભીરતાથી લઇ જ્યારે પરિવાર પુત્રી ને લઇ હોસ્પિટલે પહોચ્યું તો ત્યાંની હકીકત જાણી પરિવાર ચોંકી ગયું હતું. ફરજ પરના ડોક્ટરોએ જણાવેલ કે  તમારી પુત્રી ગર્ભ થી છે.

આ પણ વાંચો :કીર્તિદાન ગઢવીની વધુ એક કીર્તિ, વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગે.ના બન્યા બ્રાન્ડ એમ્બેસેડેર

આટલું સાંભળતા જ પરિવાર પર આભ તુટી પડ્યું હતું અને તાત્કાલિક પોલીસને આ વાતની જાણ કરેલ હતી. પોલીસ આ બાબતે વધુ તપાસ કરતા ખબર પડી હતી કે સગીરાનું મોહમ્મદ સૈફ સલીમ સાથે છેલ્લા બે થી અઢી વર્ષથી લગ્નની લાલચે શારીરિક સબંધો માં જોડાયેલ હતી. પરંતુ અંતે તેને લગ્નની ના પાડી દીધેલ જેથી મે પણ તેની સાથે સબંધો પૂરા કરી દીધેલ હતા. મારા પેટ માં અચાનાક દુખાવો શરૂ થતા મે મારા પરિવારને આ વિશે જાણ કરેલ હતી. હાલ તો મહિધરપુરા પોલીસે વાતને ગંભીરતાથી લઇ આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :  શેઢાની તકરારમાં વૃધ્ધાનું કૌટુંબિક ભત્રીજાએ ખપાળીના ઘા મારી પતાવી દીધાં

આ પણ વાંચો :ગીફ્ટ સિટી ખાતે આગામી સમયમાં સ્ટોક અને બુલિયન એક્સચેન્જ કાર્યરત થશે : નિર્મલા સિતારામણ

આ પણ વાંચો :  યુવતીએ સંસ્થાના ટ્રસ્ટીને વોટ્સએપ મેસેજ કરી જણાવ્યુ હતું કે…