ઝારખંડ/ બાંગ્લાદેશી ઘૂસણખોરોની આદિવાસી વિસ્તારોમાં ખતરનાક ગતિવિધિઓ

આદિવાસી યુવતીઓને ફસાવી લગ્ન કરી જમીન હડપવાનો ગોરખધંધો

Top Stories India
YouTube Thumbnail 2024 03 13T170515.978 બાંગ્લાદેશી ઘૂસણખોરોની આદિવાસી વિસ્તારોમાં ખતરનાક ગતિવિધિઓ

@નિકુંજ પટેલ

દિલ્હીથી સેંકડો કિલોમીટર દૂર ઝારખંડમાં આદિવાસી વિસ્તારોમાં ખતરનાક ગતિવિધીઓ થઈ રહી છે. જેને શંકાની નજરે જોવી જરૂરી છે. આ વિસ્તાર દેશની સરહદ પર તો નથી પરંતુ આ વિસ્તારોમાં સીમા પારથી કેટલીક માહિતી આવી રહી છે. ઉપરથી તે સામાન્ય લાઘે છે પણ અંદર બધુ ખદબદી રહ્યું છે. જે જોખમની ઘંડટી વગાડે છે.

સ્પેનિશ ટુરિસ્ટ સાથે ગેંગ રેપના દુમકાને દુનિયાના નકશા પર લાવી દીધું હતું. દરેક વ્યક્તિ બહુમતી આદિવાસી વિસ્તારની વાતો કરી રહી છે.કહેવાય છે કે દુમકા સહિત અનેક જીલ્લામાં બાંગ્લાદેશી મુસલમાન ફક્ત આવતા નથી પરંતુ ઘર પણ વસાવી રહ્યા છે. કેટલાક આદિવાસી નેતાઓએ ડર દાખવ્યો છે કે જલ્દીથી તેમની દિકરીઓથી લઈને જમીનો પણ ખતમ થઈ જશે.

 આ ડરમાં સચ્ચાઈ કેટલી છે ? શું સરહદની પેલે પારથી આ તરફ આવીને વસવાટ કરવો એટલો સરળ છે ? શું આ કથિત ઘુસપેઠ ફક્ત રોટી,કપડા અને મકાન જેવી પાયાની જરૂરતો માટે થઈ રહી છે કે આખુ એક તંત્ર સ્થાપિત થઈ ચુક્યું છે. જે આ વિસ્તારની ડેમોગ્રાફી બદલીને એક મોટા ખતરાનું કારણ બની શકે છે ?

ડિસેમ્બર 2022 માં અહીં એક આંગણવાડી પાસે માણસના પગનો ટૂકડો દેખાયો હતો. જેને કૂતરા ખાઈ રહ્યા હતા. બાદમાં નજીકના એક ઘરમાંથી કોથળામાં બંધ માંસના ટૂકડા મળી આવ્યા હતા. આ રૂબિકા પહાડીયાની લાશ હતી. આ આદિવાસી મહિલાએ એક મહિના પહેલા દિલદાર અન્સારી સાથે લગ્ન કર્યા હતા. જોકે દિલદારના આ બીજા લગ્ન હતા. પહેલી પત્ની તેની સાથે જ રહેતી હતી. આ બાબતની જાણ રૂબિયાને પહેલા ન હતી. જેને પગલે તેમની વચ્ચે ઝઘડા શરૂ થયા અને એક મહિનામાં જ રૂબિયાની હત્યા થઈ ગઈ. તપાસમાં એ પણ સામે આવ્યું કે હત્યા બાદ યુવતીની લાશના ટુકડા કરી નાંખવામાં આવ્યા હતા. જેથી મૃતકની ઓળખ ન થઈ શકે. દુમકા, સાહિબગંજ અને પાકુડના કેટલાય આદિવાસી નેતાઓ અને સ્થાનિક લોકોની આ ફરિયાદ છે.

મુસ્લિમ યુવકના આદિવાસી યુવતી સાથે પ્રેમ. નામ છુપાવીને અથવા અસલી ઓળખ સાથે લગ્ન અને પછી ધર્મ પરિવર્તન. ના અહીં એક ફર્ક છે. સમગ્ર દેશમાં આ કથિત જેહાદની કોમન રીત છે. જેમાં યુવતીનો ધર્મ બદલવા પર વધારે જોર આપવામાં આવે છે. બીજીતરફ સંથાલ-પરગણામાં આ વાત અલગ થઈ જાય છે. અહીં લગ્ન બાદ યુવતી એ જ નામ અને અટક રાખે છે. આ આદિવાસી ઓળખનો ફાયદો તેના પતિને મળે છે. જેમાં તે જમીનથી લઈને રાજકારણ સુધી જગ્યા બનાવી લે છે.

પાકુડ કોર્ટના એક વકીલનું કહેવું છે કે અહીં એક ભાવ ચાલે છે. બાંગ્લાદેશથી ગરીબ લોકો અહીં આવે છે. તેમને ટાર્ગેટ આપવામાં આવે છે. એક યુવતીને ફસાવવાની રકમ નક્કી થાય છે. આ રકમ તેમને હપ્તે હપ્તે મળે છે. કામ શરૂ કરતા પહેલા થોડા પૈસા અપાય છે. જેમાંથી તે કપડા ખરીદી શકે. યુવતીને ફેરવવા લઈ જઈ શકાય. મોટાભાગના આદિવાસી પરિવાર ગરીબ છે. તેમને નિશાન બનાવાય છે. તેમની સાથે મુલાકાત કરી મિત્રતા વધારવામાં આવે છે બાદમાં સંબંધ બની જાય છે.તેના માટે પણ એક નેટવર્ક હોય છે. એક શખ્સ ગામમાં બંગડી ચાંલ્લા વેચવાનું કામ કરે છે. અથવા નાની મોટી દુકાન ખોલે છે. એક શખ્સ આવા ઘરોની તપાસ કરે છે જ્યારે બીજો શખ્સ યુવતીનો સંપર્ક કરે છે.

લગ્ન પછી બીજુ સ્ટેપ આવે છે. છોકરો તેના નામ પર જમીન લે છે. અથવા તેની જમીન લઈ લે છે. તેમાં સંથાલ-પરગણાનો એસપીટી એક્ટ તેમને મદદ કરે છે. ત્રીજુ સ્ટેપ સૌથી ખતરનાક છે. આદિવાસી બહુમતી ધરાવતા વિસ્તારમાં મુખિયાનું પદ આદિવાસીઓ માટે રિધર્વ હોય છે. ક્યાંક ક્યાંક તે મહિલાઓ માટે અનામત હોય છે. ગેર આદિવાસી અહીં ચૂંટણી લડી શકતા નથી. આદિવાસીઓ પાસે જોકે ચૂંટણી લડવા પૈસા નથી હોતા કે તેમને રાજકારણમાં કોઈ રસ પણ નતી હોતો. તેવામાં બહારના લોકો તેમનો ઉપયોગ કરે છે. તે પોતાની પત્નીઓને ચૂંટણીમાં ઉભી રાખે છે..  જો તે જીતી જાય તે તેમના તમામ કામ અને હક્ક પોતાની પાસે રાખી લે છે. મહિલાઓનું કામ ફક્ત જ્યાં કહે ત્યાં સહી કરવાનું રહી જાય છે.

સ્થાનિક ચૂંટણીના તોડા દિવસ પહેલા બિન આદિવાસીઓ અને આદિવાસીઓના લગ્નનું પ્રમાણ વધી જાય છે. તે જીતી પણ જાય છે. કારણકે તેમને આદિવાસી અને સાથાનિક મુસ્લિમોનો સપોર્ટ મળે છે. બસ ત્યારબાદ રાજનિતી સાથે તેમને કોઈ મતલબ રહેતો નથી. પતિ જ તમામ કામ સંભાળે છે અને નિર્ણયો લે છે.

અહીંના જબરદાહા ગામની પૂર્વ મહિલા પ્રતિનિધી સુનીતા મરાંડીના પતિનું નામ છે આઝાદ અન્સારી. તે આ વખતે ચૂંટણી લડી હતી પણ હારી ગઈ હતી. મિડીયાએ પુછ્યું કે તમે કામ તો ઘણું કર્યું હતું તો હારી કેમ ગયા. તેના જવાબમાં  સુનીતાનું કહેવું છે કે સડક બનાવી, શૌચાલય બનાવ્યા. પતિ ખૂબ ભાગદોડ કરતો હતો. હું ઘરના કામ કરતી હતી. અમારા ફરજાના, ફરહાના અને યુસુફ નામના ત્રણ બાળકો પણ છે. તે સ્કૂલે જાય છે અને કુરાન પણ ભણે છે. સુનીતા અન્ય આદિવાસી મહિલાઓથી અલગ હતી અને માથે ઓઢણી ઓઢતી હતી. તેના પતિના આ બીજા લગ્ન હતા. સુનિતાને તેના અભ્.સ અંગે પુછતા તેણે મેટ્રીક સુધી ભણી હોવાનું કહ્યું હતું. દરમિયાન ત્યાં એક છોકરો આવી ગયો અને સુનીતા તરફ જોઈ મિડીયાના પ્રતિનિધી સામે જોઈને કહેવા લાગ્યો કે તમને કહ્યું ને મેટ્રીક સુધી ભણેલી છે. બીજુ કંઈ પુછવું હોય તે પિતા આવે ત્યારે આવજો. તેને જોઈને સુનીતા કહે છે તે મારો મોટો દિકરો યુસુફ છે. જેની ઉમર 16.17 વર્ષની હોવાનું જણાતું હતું)

પાકુડમાં જ આવી અન્ય એક મહિલા ઝરણા મરાંડી રહેતી હતી. જે ગામની મુખિયા હતા. તેના પતિનું નામ અસરાફૂલ શેખ છે અને તે પોતાને મુખિયા પતિ કહેવડાવતો હતો અને તમામ કામા સંભાળતો હતો. પંચાયત સાથે સંકળાયેલા તમામ ફેંસલા, પૈસાની લેવડદેવડ તે લોકો જ જુએ છે. મુખિયાનું કામ સહી કરવી અને બહુ જરૂરી હોય તો મિટીંગમાં જવાનું હોય છે. અધિકારીઓ સાથે અનૌપચારિક ડિલીંગ પણ પતિ જ કરે છે.આ ટ્રેન્ડ કોમન ગણાય છે. આદિવાસી મહિલા માટેની અનામત સીટ વાળી જગ્યાઓ પર બિન આદિવાસીના આદિવાસી યુવતી સાથે લગ્ન અને ચૂંટણી લડાવવાની ઘટનાઓ વધી રહી છે.

અહીંના સોનાકડ ગામમાં ચૂંટણી પહેલા આવા ઘણા લગ્નો થયા હતા. અહીં રહેતી સોના કિસ્કૂ મુખિયા છે. તેનો પતિ વકીલ અન્સારી છે. આવું જ મધુવાપાડા પંચાયતની મિખિયાના પતિનું નામ સમીરૂલ ઈસ્લામ છે.સાહિબગંજમાં બે આદિવાસી મહિલા મોનીકા કિસ્કૂ જીલ્લા પરિષદની અધ્યક્ષ તરીકે ચૂંટાઈ હતી. તેના પતિનું નામ ઉમેદ અલી હતું.  આદિવાસી નેતાઓના જણાવ્યા મુજબ લગ્ન બાદ તેઓ મુસ્લિમ રીત રિવાજો રાખવા લાગી હતી. સાથે સાથે અનામત સીટ પણ છોડી ન હતી.

દુમકામાં સિધ્ધો કાન્હૂ મુર્મૂ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થી નેતા રાજેન્દ્ર મુર્મૂનું કહેવું છે કે અમારી આદિવાસી બાળકીઓને પ્રલોભન આપીને ફસાવવામાં આવે છે. જેથી તેમનો ફાયદો ઉઠાવી શકાય. જેમકે અનામત સીટ પર નોકરી કરાવવી અથવા પંચાયતની ચૂંટણી લડાવવી. દુમકામાં 30 ટકાથી વધુ આદિવાસી યુવતીઓએ નોન-ટ્રાઈબલ, ખાસ કરીને મુસ્લિમો સાથે લગ્ન કર્યા છે.એવો પણ પ્રશ્ન થાય કે આ એક સંજોગ હોઈ શકે અથવા તેમની મરજી. પરંતુ તમે બહારથી એવું માની શકો છો. પરંતુ સાફ દેખાય છે. કે આદિવાસી યુવતીઓ તેમના માટે રોકાણ છે. તેની પર એક લાખ ખર્ચ કરશો તો બદલામાં એક કરોડનો ફાયદો થશે.

સામાન્ય રીતે માઈનીંગ વિસ્તાકરામાં આવા લગ્ન થઈ રહ્યા છે. અહીં જમીન નીચે કોલસો છે. અહીં એસપીટી એક્ટને પગલે કોઈપણ બિન આદિવાસી જમીન ખરીદી નથી શકતો. પરંતુ આદિવાસી પાસે તો આ જમીન છે. લગ્ન બાદ ગેરકાયદે ખનન થવા લાગે છે. તે જ રીતે ચૂંટણીમાં ઉભા રાખી દેવાય છે. નામ કોઈ બીજાનું હોય છે. જે યુવતીથી ફાયદો ન દેખાય તેની હત્યા પણ કરી દેવાય છે.આદિવાસી યુવતી જો બિન આદિવાસી સાથે લગ્ન કરે તો તેણે પિતાના ઘરની ઓળખ છોડવી પડે. જેનાથી ટ્રાઈબલનો હક્ક ચાલુ રહે. જ્યારે બહારના લોકોને ફાયદો મળવાનું બંધ થશે તો તેઓ પણ અમારી બાળકીઓને ફસાવવાનું બંધ કરી દેશે, એમ સ્થાનિકોનું કહેવું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ