Not Set/ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડેમાં ઇંગ્લેન્ડે બનાવ્યો ક્રિકેટ ઈતિહાસનો સૌથી મોટો સ્કોર

વનડે રેન્કિંગની નંબર-1 ટીમ ઇંગ્લેન્ડે  ઈતિહાસ બનાવ્યો છે. ઓસ્ટ્રેલિયાના વિરુદ્ધ ટ્રેન્ટબ્ર્રીઝમાં રમાઈ રહેલ ત્રીજી વનડેમાં ઇંગ્લેન્ડે ઈતિહાસ રચી દીધો છે. ઈંગ્લેન્ડ તરફથી એલેક્સ હેલ્સે 92 બોલમાં 147 રન બનાવ્યા. જોની બેયરસ્ટોએ 92 બોલમાં 139 રનની તોફાની શતકીય ઈનિંગ રમી. ઓપનર બેયરસ્ટોએ 82 અને ઈયન મોર્ગને 67 રન બનાવ્યા હતા. એલેક્સ હેલ્સે 16 ચોક્કા અને પાંચ […]

Top Stories Trending Sports
DgEeQnSXcAAJSvD ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડેમાં ઇંગ્લેન્ડે બનાવ્યો ક્રિકેટ ઈતિહાસનો સૌથી મોટો સ્કોર

વનડે રેન્કિંગની નંબર-1 ટીમ ઇંગ્લેન્ડે  ઈતિહાસ બનાવ્યો છે. ઓસ્ટ્રેલિયાના વિરુદ્ધ ટ્રેન્ટબ્ર્રીઝમાં રમાઈ રહેલ ત્રીજી વનડેમાં ઇંગ્લેન્ડે ઈતિહાસ રચી દીધો છે.

ઈંગ્લેન્ડ તરફથી એલેક્સ હેલ્સે 92 બોલમાં 147 રન બનાવ્યા. જોની બેયરસ્ટોએ 92 બોલમાં 139 રનની તોફાની શતકીય ઈનિંગ રમી. ઓપનર બેયરસ્ટોએ 82 અને ઈયન મોર્ગને 67 રન બનાવ્યા હતા. એલેક્સ હેલ્સે 16 ચોક્કા અને પાંચ છક્કા માર્યા હતાં જયારે. જોની બેયરસ્ટોએ 15 ચોક્કા અને પાંચ છક્કા માર્યા હતાં.

ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 481 રન બનાવી નાખ્યા. ઇંગ્લેન્ડના વનડે ક્રિકેટ ઇતિહાસનો સૌથી મોટો સ્કોર 444 રનને એલેકસ હેલ્સે 46મી ઓવરમાં છક્કો લગાવીને ટીમના 444 પાછલા રેકોર્ડને પાર પહોંચાડી દીધો. પાછલો રેકોર્ડ પર ઇંગ્લેન્ડના નામે જ હતો, જેમાં 2016માં પાકિસ્તાન સામે ટ્રેટ બ્રીઝ્માં 444/૩ રન બનાવ્યાં હતાં.

 ઈંગ્લેન્ડ તરફથી એલેક્સ હેલ્સે 147 રન બનાવ્યા. જોની બેયરસ્ટોએ 139 રનની તોફાની શતકીય ઈનિંગ રમી. ઓપનર બેયરસ્ટોએ 82 અને ઈયન મોર્ગને 67 રન બનાવ્યા હતા.

ઈંગ્લેન્ડે વનડેમાં ત્રીજી વખત 400થી વધારે રનનો સ્કોર બનાવ્યો છે. સૌથી વધારે 400+ રન બનાવવાનો રેકોર્ડ સાઉથ આફ્રિકાના (06) નામે છે.

વનડેમાં ટોપ – ૩ સૌથી વધુ સ્કોર

ઇંગ્લેન્ડ – 481/6 રન – વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા-  (2018).

ઇંગ્લેન્ડ – 444/3 રન – વિરુદ્ધ પાકિસ્તાન – (2016).

શ્રીલંકા – 443/9 રન – વિરુદ્ધ નેધરલેંડ – (2006).