inaugurated/ અમદાવાદ અને ગાંધીનગરને આપી મોટી ભેટ, ચાર સ્માર્ટ સ્કૂલનું અમિત શાહે કર્યું લોકાર્પણ

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા પ્રધાન અમિત શાહ આજે (4 સપ્ટેમ્બર) અમદાવાદની મુલાકાતે છે. ગૃહમંત્રી  અમિત શાહે અમદાવાદ અને ગાંધીનગરની ચાર સ્માર્ટ સ્કૂલોનું લોકાર્પણ કર્યું છે

Top Stories Gujarat
7 4 અમદાવાદ અને ગાંધીનગરને આપી મોટી ભેટ, ચાર સ્માર્ટ સ્કૂલનું અમિત શાહે કર્યું લોકાર્પણ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી હોવાથી ભાજપ સરકાર સક્રીય થઇ ગઇ છે,અને અનેક કામોના ખાતમુર્હત અને લોકાર્પણ સહિત સતત વિકાસના કામો કરવા માટે સક્રીય રીતે રસ દાખવી રહી છે.કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા પ્રધાન અમિત શાહ આજે (4 સપ્ટેમ્બર) અમદાવાદની મુલાકાતે છે. ગૃહમંત્રી  અમિત શાહે અમદાવાદ અને ગાંધીનગરની ચાર સ્માર્ટ સ્કૂલોનું લોકાર્પણ કર્યું છે. અમદાવાદમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત થલતેજ અનુપમ શાળા સહિત 3 અને એક ગાંધીનગરમાં સ્માર્ટ શાળાની શરૂઆત કરાવી છે.

ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં સ્માર્ટ સ્કૂલોનું લોકાર્પણ કર્યું છે. અમદાવાદમાં નવા વાડજ, ઘાટલોડીયા અને થલતેજ વિસ્તારમાં સ્માર્ટ સ્કૂલો બનાવવામાં આવી છે. થલતેજમાં બનાવવામાં આવેલી સ્માર્ટ શાળા 2000 વારની જગ્યામાં બનાવવામાં આવી છે. ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આ તમામ સ્માર્ટ શાળાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ સાથે ગાંધીનગર પણ સ્માર્ટ શાળાની શરૂઆત કરાવી છે.

અમિત શાહ અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયામાં આયોજીત છઠ્ઠી ઓલ ઈન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ ત્રણ દિવસીય સમારોહમાં 19 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશના પોલીસ અધિકારીઓ ભાગ લેશે. અમિત શાહ સવારે 9 કલાકે શહેરના નવા વાડજ વિસ્તારની મ્યુનસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાની મુલાકાત લેશે. અમદાવાદમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત થલતેજ અનુપમ શાળા સહિત 3 અને એક ગાંધીનગરની સ્માર્ટ શાળાની શરૂઆત કરાવશે. 11 કલાકે, કાંકરિયામાં કાર્યક્રમ, ટ્રાન્સસ્ટેડિયામાં છઠ્ઠી અખિલ ભારતીય પ્રિઝન ટ્યૂટી મીટમાં હાજરી આપશે. સાંજે 7 કલાકે, ટ્રાન્સસ્ટેડિયા, કાંકરિયામાં 36મી નેશનલ ગેમ્સ 2022ના કાર્યક્રમમાં હાજરી આપશે.