ગુજરાત/ જીવલેણ ગરમી: જામનગરમાં કાળઝાળ ગરમી વચ્ચે 3 વ્યક્તિના હદય થંભી ગયા

જામનગર સહિત રાજ્યભરમાં આ ઉનાળો આકરો અને ભયાવહ સાબિત થઈ રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે દિવસે ને દિવસે તાપમાન રેકોર્ડ બ્રેક સ્થિતીએ પહોંચી રહ્યું છે.

Top Stories Gujarat Others
Beginners guide to 2024 05 23T162724.835 જીવલેણ ગરમી: જામનગરમાં કાળઝાળ ગરમી વચ્ચે 3 વ્યક્તિના હદય થંભી ગયા

@ સાગર સંઘાણી જામનગર

જામનગર સહિત રાજ્યભરમાં આ ઉનાળો આકરો અને ભયાવહ સાબિત થઈ રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે દિવસે ને દિવસે તાપમાન રેકોર્ડ બ્રેક સ્થિતીએ પહોંચી રહ્યું છે. તેવામાં આકરી ગરમી વચ્ચે ગભરામણ અને હાર્ટએટેકને પગલે ત્રણ લોકોના મોત થયાના કિસ્સો સામે આવ્યો છે. જામનગર શહેર ઉપરાંત આલિયાબાડા અને ભાંગડા ગામે ત્રણ વ્યક્તિના મોત થતા હાહાકાર મચી ગયો છે આથી પોલીસે મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

સીટી સી ડિવિઝન પોલીસ ચોપડે નોંધાયેલા કેસની વિગત એવી છે કે ગોકુલનગર વિસ્તારમાં નારાયણ નગર હરિયા કોલેજની પાછળ રહેતા સતિષભાઈ દામજીભાઈ બુશા નામના 54 વર્ષીય આજે ગઈકાલે પોતાના ઘરે હતા. ત્યાં દરમિયાન તેમની એકાએક તબિયત બગડી હતી. જેને લઇને પરિવારજનોને જાણ થતા સતિષભાઈ ને તાત્કાલિક સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર મળે તે પહેલા જ સતિષભાઈ બુશાને માર્ગમાં કાળ આંબી જતા ફરજ પરના તબીબે તેઓનું મોત નીપજ્યું હોવાનું જણાવ્યું હતું. આ મામલે પોલીસે મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

આ ઉપરાંત કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયેલા કેસની વિગત એવી છે કે કાલાવડ નજીક આવેલ ભંગડા ગામે રહેતા પ્રફુલસિંહ પ્રવિણસિંહ જાડેજા નામના 62 વર્ષીય ખેડૂત આધેડ બપોરના સમયગાળા દરમિયાન પોતાના રહેણાંક મકાને હતા. આ દરમિયાન ગરમીને તેઓ એકાએક તેઓ બેભાન થઈ ગયા હતા. જેને લઈને કાલાવડની સરકારી હોસ્પિટલ ખાતે તેઓને સારવાર માટે ખસેડાયા હતા. જોકે આ દરમિયાન પ્રફુલસિંહનું હૃદય રોગના હુમલાને પગલે મોત થયું હોવાનું ફરક પરના તબીબે જાહેર કર્યો હતો. જેને લઈને રાજદીપસિંહ જાડેજાએ કાલાવડ ગ્રામ્ય પોલીસમાં જાણ કરતા પોલીસે મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

આ ઉપરાંત અકાળે મોત મામલે પંચકોશી એ ડિવિઝન પોલીસ ચોપડે નોંધાયેલી વિગત અનુસાર અલિયાબાડા ગામે પ્રવીણભાઈ નારણભાઈ યાદવનું મોત થયું છે. ગરમીને પગલે બેભાન થયા બાદ મોત થયું છે. પ્રવીણભાઈ યાદવ ગત તારીખ 18 ના રોજ પોતાના ઘરે હતા દરમિયાન 10:00 વાગ્યાની આસપાસ ઘરેથી બાડા ગામે જવા રવાના થયા હતા. ત્યારે ચાર વાગ્યાની આસપાસ કોઇપણ રીતે બેભાન થઈ ગયા હતા. બેભાન હાલતમાં મળી આવતા મળી તાત્કાલિક જામનગરની હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન પ્રવીણભાઈનું મોત થયાનું સામે આવ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જજનો શ્વાન થયો ગુમ…તો 14 લોકો સામે નોંધાવી FIR, જાણો શું છે મામલો

 આ પણ વાંચો: કેજરીવાલની નિષ્પક્ષ તપાસની માંગ પર સ્વાતિ માલીવાલે આપી પ્રતિક્રિયા, નિર્ભયાની માતાનો વીડિયો જોઈ થઈ ભાવુક

 આ પણ વાંચો: પુણે પોર્શ કેસમાં સગીર આરોપીના જામીન રદ, જુવેનાઈલ હોમમાં મોકલવાયો, પુખ્ત વયનો ગણવો કે નહિ કોર્ટે લેશે નિર્ણય