ગુજરાત/ મહુડી મંદીરમાંથી 130 કિલો સોનાના થઈ ચોરી, હાઈકોર્ટમાં કરાઈ જાહેરહિતની અરજી

મહુડીમાં જૈનોના પ્રખ્યાત મંદિરને લઈને માઠા સમાચાર સામે આવ્યા છે. મહુડીમાં આવેલ જૈન તીર્થમાં ચોરીની ઘટના બનવા પામી છે.

Top Stories Gujarat Others
Beginners guide to 2024 05 23T161404.154 મહુડી મંદીરમાંથી 130 કિલો સોનાના થઈ ચોરી, હાઈકોર્ટમાં કરાઈ જાહેરહિતની અરજી

ગાંધીનગર : મહુડીમાં જૈનોના પ્રખ્યાત મંદિરને લઈને માઠા સમાચાર સામે આવ્યા છે. મહુડીમાં આવેલ જૈન તીર્થમાં ચોરીની ઘટના બનવા પામી છે. જૈની તીર્થમાંથી અંદાજે 130 જેટલું સોનું ગાયબ થતા આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે મહુડીમાં આવેલ જૈન તીર્થ ધામ 100 વર્ષથી પણ વધુ જૂનુ છે. જૈન સમુદાય માટે આ એક પવિત્ર ધામ છે. અંહી જૈન સમુદાય ઉપરાંત લાખો લોકો દર્શન કરવા આવે છે. મહુડીમાં પ્રસાદ તરીકે મળતી સુખડી લોકોમાં ખૂબ પ્રિય છે. પ્રસિદ્ધિ જૈન મંદિરમાં સોનાની ચોરી થતા મોટો ઉહાપોહ મચ્યો છે.

હાઈકોર્ટમાં જૈન મંદિરમાંથી 130 જેટલું સોનું ગાયબ થવા મામલે અરજી કરવામાં આવી છે. આ અરજીમાં શંકા વ્યક્ત કરવામાં આવી છે કે સંભવતઃ મંદિરના ટ્ર્સ્ટીઓ દ્વારા જ  આટલી મોટી ચોરી કરવામાં આવી હોઈ શકે. અરજીમાં આક્ષેપ કરાયો છે કે ઘંટાકર્ણ મંદિરમાંથી 130 જેટલું સોનું ગાયબ થવા પાછળ કાર્યકારી ટ્રસ્ટી સહિતના લોકો જવાબદાર છે. વર્ષ 2012થી 2024 સમયગાળા દરમ્યાન મંદિરમાં દાનરૂપે આપવામાં આવતા સોનામાંથી હાલમાં 130 કિલો જેટલું સોનું ગાયબ થયું છે. ચોરીમાં મંદિરના ટ્રસ્ટીઓની સંડોવણીની શંકા હોવાથી 2012થી 2024ના સમયગાળા દરમ્યાનનું મંદિરના હિસાબોનું ઓડિટ કરવાની માંગ કરાઈ છે. આ સાથે સરકાર દ્વારા આ મામલે તપાસ કરવા કમિટિની રચના કરવાનુ પણ સૂચન કરાયુ છે.

મહુડી તીર્થ જૈન મંદિરમાં સોનું ગાયબ થવા મામલે અરજદાર દ્વારા હાઈકોર્ટમાં અરજી કરાઈ. હાઈકોર્ટની જાહેરહિતની અરજીમાં અરજદાર જણાવે છે કે તેમને શંકા છે કે આ મંદિરમાં નોટબંધી દરમ્યાન અને પછી જૂની ચલણી નોટો 20 ટકા કમિશનથી બદલવામાં આવતી હતી. આ સિવાય મંદિર ટ્રસ્ટના સભ્યો પર આરોપ મૂક્યો છે કે તેઓ આદર્શ બેંકના કૌભાંડના આરોપી મુકેશ મોદીના પૈસાથી ખરીદવામાં આવેલ 52 કિલો સોનું મંદિર ટ્રસ્ટે પોતાની પાસે રાખ્યું છે. મંદિરમાંથી સોનું ગાયબ તેમજ કરોડોની ઉચાપતને લઈને અરજદારે કમિટીની રચના કરવાની માંગ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જજનો શ્વાન થયો ગુમ…તો 14 લોકો સામે નોંધાવી FIR, જાણો શું છે મામલો

 આ પણ વાંચો: કેજરીવાલની નિષ્પક્ષ તપાસની માંગ પર સ્વાતિ માલીવાલે આપી પ્રતિક્રિયા, નિર્ભયાની માતાનો વીડિયો જોઈ થઈ ભાવુક

 આ પણ વાંચો: પુણે પોર્શ કેસમાં સગીર આરોપીના જામીન રદ, જુવેનાઈલ હોમમાં મોકલવાયો, પુખ્ત વયનો ગણવો કે નહિ કોર્ટે લેશે નિર્ણય