National Herald case/ રાહુલ ગાંધીની આજે પુછપરછ કર્યા બાદ EDએ સતત ત્રીજા દિવસે પણ બોલાવ્યા

નેશનલ હેરાલ્ડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) આજે સતત બીજા દિવસે પણ સાત કલાક સુધી  કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પૂછપરછ કરી હતી. 

Top Stories India
10 10 રાહુલ ગાંધીની આજે પુછપરછ કર્યા બાદ EDએ સતત ત્રીજા દિવસે પણ બોલાવ્યા

નેશનલ હેરાલ્ડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) આજે સતત બીજા દિવસે પણ સાત કલાક સુધી  કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પૂછપરછ કરી હતી. રાહુલ મંગળવારે સવારે તપાસ એજન્સી સમક્ષ હાજર થયા હતા આ દરમિયાન તેમની બહેન અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ તેમની સાથે હતા. લગભગ ચાર કલાકની પૂછપરછ બાદ તે બપોરે 3.30 વાગે બહાર આવ્યા હતા અને એક કલાક બાદ ફરીથી ED ઓફિસ પહોંચ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર EDએ રાહુલ ગાંધીને બુધવારે ફરી પૂછપરછ માટે બોલાવ્યા છે.

Violence/ કાનપુરમાં હિંસાની તપાસમાં SITને મળી મહત્વની કડીઓ, ભાડેથી બોલાવવામાં આવ્યા હતા પથ્થરબાજોને

કોંગ્રેસના પ્રદર્શનને જોતા ED હેડક્વાર્ટરની આસપાસ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ED હેડક્વાર્ટર તરફ જતા તમામ રસ્તાઓ પર બેરિકેડ કરી દેવામાં આવ્યા છે.એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા રાહુલ ગાંધીની પૂછપરછના બીજા દિવસે પણ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું, જે બાદ પોલીસે અનેક લોકોને કસ્ટડીમાં લીધા હતા. પોલીસે કોંગ્રેસ હેડક્વાર્ટરની બાજુના વિસ્તારમાં કલમ 144 લગાવી દીધી છે.

વિડીયો વાયરલ/ કોંગ્રેસ સાંસદે દિલ્હી પોલીસ પર સાધ્યું નિશાન, વીડિયો શેર કરીને ઉઠાવ્યા સવાલ

પોલીસની કડકાઈ પર રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે દિલ્હીમાં કહ્યું કે દિલ્હીની સડકો પર કોઈ ચાલી શકે નહીં. ક્યાં છે લોકશાહી? કોંગ્રેસ કાર્યાલયમાં 15થી વધુ લોકો આવી શકશે નહીં. અમે પોલીસ સ્ટેશનોમાં જઈને કોંગ્રેસના નેતાઓને મળવા માંગતા હતા, પરંતુ દેશમાં પહેલીવાર મુખ્યમંત્રી પર પ્રતિબંધ લાદવામાં આવી રહ્યો છે.તેમણે કહ્યું, “દેશમાં સીબીઆઈ, ઇડીનો દુરુપયોગ થઈ રહ્યો છે, કોઈ ડરથી બોલતું નથી. બુલડોઝર ચાલી રહ્યું છે. ED એ CBIનો આતંક છે. તેમને હિન્દુ રાષ્ટ્ર બનાવવું છે. શું આપણે હિંદુ નથી? કોંગ્રેસને બદનામ કરવા માટે ટ્રાફિક બ્લોક કરવામાં આવ્યો છે.