Arvalli/ અરવલ્લીમાં નકલી સરકારી કચેરીમાં થયો મોટો ખુલાસો

ભાજપના નેતાના વેવાઈની સંડોવણી

Top Stories Gujarat
Beginners guide to 2024 05 23T161036.901 અરવલ્લીમાં નકલી સરકારી કચેરીમાં થયો મોટો ખુલાસો

Arvalli News ; અરવલ્લીના મોડાસામાં તિરૂપતિ રેસીડેન્સીના બંગ્લોઝમાં સિંચાઈ વિભાગની નકલી કચેરી ચાલતી હોવાનું બહાર આવતા ખળભળાટ મચ્યો છે. જેમાં ભાજપના નેતા ભીખાજી ડામોરના વેવાઈની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે.
આ નકલી કચેરીમાંથી 50 થી વધુ રબ્બર સ્ટેમ્પ, લેટર પેડ, કોમ્પ્યુટર, બિલો અને પ્રિન્ટર સહિતનો મુદ્દ્માલ પોલીસને મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં સિંચાઈના વર્તમાન અને નિવૃત અધિકારીઓ આ નકલી કચેરી ચલાવતા હોવાની શંકા વ્યક્ત કરાઈ હતી. આ કચેરીમાં જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગના અધિકારીઓ અને નિવૃત અધિકારીઓ કામ કરતા જોવા મલ્યા હતા. ત્રણ વર્ષથી ચાલતી આ નકલી કચેરી અંગે બાયડના ધારાસભ્યએ પર્દાફાશ કર્યો હતો.
બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને આ અંગે માહિતી મળતા તેમણે જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાનું ધ્યાન દોર્યું હતું. જોકે યોગ્ય તપાસ હાથ ન ધરાતા ધારાસભ્યએ આ નકલી કચેરીની સ્થળ તપાસ નકલી મુદ્દ્માલ મળી આવ્યો હતો. તે સિવાય તળાવો ભરવાની મંદુરીના પત્રો, પણ મળ્યા હતા. તે સિવાય અહીંથી જલારામ સિમેન્ટ ડેપો, ભાગ્યોદય હાર્ડવેર, ક્રિષ્ના ટ્રેડર્સ અને શિવમ સિમેન્ટ ડેપો વગેરે પેઢીના કોરા બિલો મળી આવ્યા હતા.
આ નકલી કચેરીમાં ભાજપના નેતા ભીખાડી ડામોરના વેવાઈની સંડોવણી હોવાનું બહાર આવતા ચકચાર મચી છે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અનંતનાગ-રાજૌરીમાં કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે 25 મેના રોજ થશે મતદાન, આજથી ચૂંટણી પ્રચાર સમાપ્ત

 આ પણ વાંચો:પોલીસ કેજરીવાલના માતાપિતાની પૂછપરછ કરશે, બિભવ કુમારને આજે કોર્ટમાં રજૂ કરાશે

 આ પણ વાંચો:દિલ્હીમાં ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ, તમામ પક્ષો પ્રચારમાં લગાવશે જોર