Not Set/ સાઉદી એરેબિયામાં પ્રિન્સેસ બસમા અને તેમની પુત્રીને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા

સાઉદી અરેબિયામાં માનવાધિકાર સંગઠન, ALQST એ જણાવ્યું હતું કે જીવલેણ સ્થિતિથી પીડિત રાજકુમારીને તબીબી સહાય પૂરી પાડવામાં આવી ન હતી

Top Stories World
1 8 સાઉદી એરેબિયામાં પ્રિન્સેસ બસમા અને તેમની પુત્રીને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા

સાઉદી અરેબિયાએ એક રાજકુમારી અને તેની પુત્રીને મુક્ત કરી છે જે લગભગ ત્રણ વર્ષથી કોઈ આરોપ વિના જેલમાં બંધ હતી. પ્રિન્સેસ બસમા બિન્ત સાઉદ બિન અબ્દુલ અઝીઝ અલ-સાઉદ (57), માનવ અધિકારના હિમાયતી અને શાહી પરિવારના સભ્ય, માર્ચ 2019 માં તેની પુખ્ત પુત્રી સૈહુદ અલ-શરીફ સાથે ગુમ થઈ ગઈ હતી.

તેમના કાનૂની સલાહકાર, હેનરી એસ્ટ્રામેન્ટે શનિવારે જણાવ્યું હતું કે બંનેને મનસ્વી કેદમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા અને 6 જાન્યુઆરીએ જેદ્દાહમાં તેમના ઘરે પાછા ફર્યા હતા. રાજકુમારી ઠીક છે પરંતુ તેણે ડોક્ટરોની મદદ લેવી પડશે. સાઉદી સરકાર તરફથી હજુ સુધી કોઈ નિવેદન આવ્યું નથી, જેણે આ મામલે ક્યારેય જાહેરમાં ટિપ્પણી કરી નથી.

વર્ષ 2020 માં, પ્રિન્સેસ બાસમાહની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર આવી. જેમાં તેણે કહ્યું કે હું એક વર્ષથી રાજધાની રિયાધમાં કેદ છું અને મારી તબિયત ખરાબ છે. તેણે વર્તમાન શાસક અને તેના ભત્રીજા, ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને મુક્ત કરવા અને તબીબી સંભાળ પૂરી પાડવા માટે હાકલ કરી હતી તેમણે દાવો કર્યો હતો કે મને અલ-હેયર જેલમાં કોઈ આરોપ વિના રાખવામાં આવ્યો હતો, જ્યાં અન્ય ઘણા રાજકીય કેદીઓ પણ કેદ હતા. ધરપકડ અંગે મને કે મારી પુત્રીને કોઈ કારણ કે ખુલાસો આપવામાં આવ્યો નથી. રાજકુમારી બાસમાહ રાજા સઉદ (સ્વર્ગસ્થ) ની સૌથી નાની સંતાન છે. મળતી માહિતી મુજબ ધરપકડ સમયે તે સારવાર માટે વિદેશ જવાના હતા

તેમની મુક્તિ પછી, સાઉદી અરેબિયામાં માનવાધિકાર સંગઠન, ALQST એ જણાવ્યું હતું કે જીવલેણ સ્થિતિથી પીડિત રાજકુમારીને તબીબી સહાય પૂરી પાડવામાં આવી ન હતી. સંસ્થાના જણાવ્યા અનુસાર તેની માર્ચ 2019માં ધરપકડ કરવામાં આવી હતી અને એપ્રિલ 2019 સુધી તેને તેના પરિવાર સાથે કોઈ સંપર્ક કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી.