Not Set/ કોંગ્રેસ નેતાએ રાષ્ટ્રપતિને કરી ઇચ્છા મૃત્યુની અપીલ, જાણો શું છે કારણ

છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસનાં અધ્યક્ષ પદ પર રાહુલ ગાંધીનાં રાજીનામાની ચર્ચાએ જોર પકડ્યુ છે. લોકસભાની ચૂંટણીમાં જમીનદોસ્ત થઇ ગયેલી કોંગ્રેસની મુસિબતમાં ઘટાડો થવાને બદલે વધારો થઇ રહ્યો હોય તેવુ જોવા મળી રહ્યુ છે. પાર્ટીમાં શરૂ થયેલુ નાટક રોજ એક નવુ રૂપ લઇ રહ્યુ હોય તેવુ દેખાઇ રહ્યુ છે. પાર્ટીમાં અધ્યક્ષ પદ ન છોડવા રાહુલ ગાંધીને […]

Top Stories India
haseeb ahmed 24 5 કોંગ્રેસ નેતાએ રાષ્ટ્રપતિને કરી ઇચ્છા મૃત્યુની અપીલ, જાણો શું છે કારણ

છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસનાં અધ્યક્ષ પદ પર રાહુલ ગાંધીનાં રાજીનામાની ચર્ચાએ જોર પકડ્યુ છે. લોકસભાની ચૂંટણીમાં જમીનદોસ્ત થઇ ગયેલી કોંગ્રેસની મુસિબતમાં ઘટાડો થવાને બદલે વધારો થઇ રહ્યો હોય તેવુ જોવા મળી રહ્યુ છે. પાર્ટીમાં શરૂ થયેલુ નાટક રોજ એક નવુ રૂપ લઇ રહ્યુ હોય તેવુ દેખાઇ રહ્યુ છે. પાર્ટીમાં અધ્યક્ષ પદ ન છોડવા રાહુલ ગાંધીને કોઇ નેતા લોહીથી પત્ર લખી રહ્યા છે તો કોઇ આત્મહત્યાની ધમકી આપી રહ્યા છે. હવે એક નવા નાટકને રજૂ કરતા નેતા પ્રયાગરાજથી સામે આવ્યા છે.

પ્રયાગરાજ શહેર કોંગ્રેસ કમિટીનાં મહાસચિવ હસીબ અહમદે રાષ્ટ્રપતિને કઇક એવી અપીલ કરી છે જેને સાંભળી તમે પણ ચોંકી જશો. મળી રહેલી માહિતી અનુસાર તેમણે રાષ્ટ્રપતિ પાસે ઇચ્છા મૃત્યુની અનુમતિ માંગી છે. તેમણે આ વાત એક પત્ર દ્વાર કહી છે જે હવે સાર્વજનિક થઇ જતા સોશિયલ મીડિયા પર લોકો ઝડપથી પ્રતિક્રિયા આપી રહ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને ગુરુવારે લખેલા પત્રમાં હસીબ અહમદે લખ્યુ કે, કોંગ્રેસ અધ્યક્ષ પદથી રાહુલ ગાંધીનાં રાજીનામાથી કરોડો કોંગ્રેસ કાર્યકર્તા દુખી થયા છે. તેમણે આગળ લખ્યુ કે, જે દેશમાં ગાંધી વિચારધારાનું નેતૃત્વ કરનાર નેતાની લોકો સાંભળે નહી કે તેની અણદેખી કરે, તે દેશમાં જીવવાનો કોઇ અર્થ રહી જતો નથી. આ સાથે જ તેમણે દેશની ન્યાય પ્રણાલી પર વિશ્વાસ રાખતા રાષ્ટ્રપતિ પાસે ઇચ્છા મૃત્યુની અનુમતિ દેવાની માંગણી કરી છે.

patra848 કોંગ્રેસ નેતાએ રાષ્ટ્રપતિને કરી ઇચ્છા મૃત્યુની અપીલ, જાણો શું છે કારણ

કોંગ્રેસ નેતાનો આ પત્ર સાર્વજનિક થતા જ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓ શરૂ થઇ ગઇ. નદીમ નામનાં એક શખ્સે કોમેન્ટ કરતા લખ્યુ કે, રાષ્ટ્રપતિ મહોદય… ક્યારેક ઇતિહાસ પણ રચી દેવો જોઇએ. અન્ય એક શખ્સે કોમેન્ટ કરી કે, લોકતંત્ર છે, જેમા દરેકની સલાહનું સમ્માન થવુ જોઇએ. અત: રાષ્ટ્રપતિ મહોદય મોડુ કર્યા વિના તેમની ઇચ્છા મૃત્યુની માંગ માની લે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસમાં રાહુલ ગાંધીનાં રાજીનામા આપ્યા બાદ પાર્ટીમાં કોણ સંભાળશે અધ્યક્ષ પદ તેના પર કોંગ્રેસ પાર્ટી સિવાય અન્ય ઘણી રાજનીતિક પાર્ટીની નજર રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.