ગમખ્વાર અકસ્માત/ લગ્ન પતાવીને ઘરે પરત ફરી રહેલ પરિવારને નડ્યો અકસ્માત, છ લોકોના કરુણ મોત

બારડોલી તાલુકાના બમરોલી ગામની સીમમાં અકસ્માતની ઘટના બની છે.  ડમ્પર ચાલકે સ્વીફ્ટ કારને અડફેટે લેતા 6 લોકોનાં ઘટના સ્થળે જ મોત થયા છે.  

Top Stories Gujarat Others
Untitled 35 લગ્ન પતાવીને ઘરે પરત ફરી રહેલ પરિવારને નડ્યો અકસ્માત, છ લોકોના કરુણ મોત

ગુજરાતમાં ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે. ભાણવડના રોજીવાળા પાસે પુલ પરથી છકડો રિક્ષા નીચે ખાબકતા અકસ્માતની ઘટના હજુ આંખ સામે જ છે ત્યાં બીજી અકસ્માતની ઘટના સુરતથી સામે આવી છે. શહેરના બારડોલી તાલુકાના બમરોલી ગામની સીમમાં અકસ્માતની ઘટના બની છે.  ડમ્પર ચાલકે સ્વીફ્ટ કારને અડફેટે લેતા 6 લોકોનાં ઘટના સ્થળે જ મોત થયા છે.

આ અંગે માહિતી મળી રહી છે કે, તરસાડી ગામે લગ્ન પતાવી પરિવાર પરત માંડવી જઈ રહ્યો હતો. ત્યારે તેઓને આ અકસ્માત નડ્યો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં 3 મહિલા 1 બાળકી 1 પુરુષ અને 1 બાળક મળી કુલ 6 લોકોના મોત થયા છે. અકસ્માતની જાન થતા જ બારડોલી પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો છે.

Untitled 35 લગ્ન પતાવીને ઘરે પરત ફરી રહેલ પરિવારને નડ્યો અકસ્માત, છ લોકોના કરુણ મોત

આપને જણાવી દઈએ કે, આજે જ ભાણવડના રોજીવાળા પાસે પુલ પરથી છકડો રિક્ષા નીચે ખાબકતા અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે જ્યારે આઠ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે.

આ પણ વાંચો:કર્ણાટકની ચૂંટણીમાં કોંગ્રેસે બજરંગ દળની સરખામણી આતંકી સંગઠન સાથે કરતા સુરતમાં વિરોધ

આ પણ વાંચો:રવિવારે યોજનારી તલાટીની પરીક્ષાને લઈને સુરત ST વિભાગ એકસ્ટ્રા બસો દોડાવશે, એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કરાયો

આ પણ વાંચો:સુરત કોર્ટથી 200 મીટરના અંતરે જ જાહેરમાં હત્યા કેસના આરોપીની થઇ હત્યા

આ પણ વાંચો:સુરતને પીએમ કેરમાંથી મળેલાં વેન્ટિલેટરની ‘ધૂળદશા’, ઘોર બેદરકારી આવી સામે