રૂપિયામાં ઐતિહાસિક ઘટાડા બાદ હવે એક ડોલર 70 રૂપિયા બરાબર થઇ ગયો છે. આશા મુજબ આના પર કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓ કેન્દ્ર સરકાર પર હુમલો કરવાના મૂડમાં છે. રાહુલ ગાંધીએ પણ પીએમ મોદીનો જૂનો વિડિઓ ટ્વિટ કરીને રૂપિયામાં ઘટાડાને લઈને કેન્દ્ર સરકાર પર કટાક્ષ કર્યો છે. આ વિડિઓ એ સમયનો છે જયારે પીએમ મોદી ગુજરાતના સીએમ હતા.
The Indian #Rupee just gave the Supreme Leader, a vote of NO confidence, crashing to a historic low. Listen to the Supreme Leader's master class on economics in this video, where he explains why the Rupee is tanking. pic.twitter.com/E8O5u9kb23
— Rahul Gandhi (@RahulGandhi) August 14, 2018
રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું કે ભારતીય રૂપિયાએ સુપ્રીમ લીડર ને ઐતિહાસિક ઘટાડા સાથે નો કોન્ફિડન્સ આપ્યો છે. સુપ્રીમ લીડર નું અર્થવ્યવસ્થા પર માસ્ટર જ્ઞાન આ વીડિયોમાં સાંભળો, જેમાં તેઓ રૂપિયાના સતત અવમૂલ્યનનું કારણ સમજાવી રહ્યા છે. આ પહેલા કોંગ્રેસ નેતાઓ અને આમ આદમી પાર્ટીએ પણ રૂપિયામાં ઘટાડા પર પીએમને સવાલ પૂછ્યા છે.
કેન્દ્ર સરકારે આ ઐતિહાસિક ઘટાડા બાદ કહ્યું છે કે અર્થવ્યવસ્થા પોતાની ઝડપથી ચાલી રહી છે. નાણાં મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ મંગળવારે નિવેદનમાં કહ્યું કે લોકોને ગભરાવવાની જરૂર નથી. સરકારનું માનવાનું છે કે થોડા દિવસમાં રૂપિયો મજબૂતી હાસિલ કરી લેશે.
