Senior IAS Officer/ મહિલા IAS અધિકારીનો પતિ વિદેશી મહિલા સાથે રંગેહાથ ઝડપાયો

હોટેલમાં દરોડો પાડી ઝડપી લીધો ,પોલીસે આરોપી સામે ગુનો નોંધ્યો

Top Stories India

Panjab News : પંજાબના લુધિયાણામાં બનેલી ઘટનાને પગલે ચકચાર મચી છે. એક મહિલા આઈએએસ અધિકારીનો પતિ હોટેલમાં રંગરેલીયા મનાવતા પોલીસને હાથે રંગેહાથ ઝડપાઈ ગયો હતો. પોલીસે મહિલાના પતિને એક વિદેશી મહિલા સાથે ઝડપી લીધો હતો. હાલમાં લુધિયાણા પોલીસે આરોપી સામે ગુનો નોઁધીને તપાસ હાથ ધરી છે.

આ કેસની વિગત મુજબ લુધિયાણાના થાણા ડિવીઝન નંબર 5ની પોલીસને માહિતી મળી હતી કે સરાભા નગરની એક હોટેલમાં સેક્સ રેકેટ ચાલી રહ્યું છે. અહીં અવારનવાર લોકો દેશી-વિદેશી છોકરીઓ સાથે આવતા જતા નજરે ચડે છે. એટલું જ નહી નકલી આઈડી પર લોકોને રૂમ ભાડે અપાય છે. ગયા શુક્રવારે પણ સ્થાનિક લોકો પાસેથી પોલીસને માહિતી મળી હતી કે કેટલાક લોકો હોટેલમાં વિદેશી યુવતીઓ સાથે દાખલ થયા છે.

બાદમાં પોલીસે મોડી રાત્રે લુધિયાણાના પંજાબ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના ગેટ સામે આવેલી હોટેલમાં દરોડો પાડ્યો હતો. અહીંથી બે પુરૂષ અને બે મહિલાને રંગેહાથ રંગરેલીયા મનાવતા પકડી લેવાયા હતા. પુછપરછમાં જાણવા મળ્યું હતું કે એક પુરૂષની પત્ની પંજાબમાં આઈએએસ અધિકારી છે. પોલીસે તેમને ફોન કરીને આ બાબતની જાણ કરી તો તેમણે આરોપી સામે ગુનો દાખલ કરવા કહી દીધું હતું. બાદમાં પોલીસે આરોપીઓને અટકમાં લીધા હતા.

ગયા વર્ષે પણ પોલીસે સપ્ટેમ્બરમાં આ જ વિસ્તારમાં હાઈ પ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. જેમાં પોલીસે સરાભા નગરમાં એક સ્પા સેન્ટર પર દોરોડા પાડયો હતો. જેમાં સ્પાની આડમાં સેક્સ રેકેટ ચાલતું હતું. પોલીસે યુનિસેક્સ ડે સ્પા સેન્ટરના માલિક, મેનેજર અને એજન્ટ ગ્રાહકોને યુવતીઓ સપ્લાય કરતા હોવાની માહિતીને આધારે અહીં દરોડો પાડ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભારતના અરુણાચલ પ્રદેશ મામલે ચીનની હેરાનગતિ વધી, વિવિધ સ્થળોના 30 નામોની બહાર પાડી યાદી

આ પણ વાંચો:કેજરીવાલને જયુડિશીયલ કસ્ટડીમાં 15 એપ્રિલ સુધી જેલમાં ખાશે રોટલી…

આ પણ વાંચો:બંગાળના જલપાઈગુડીમાં વાવાઝોડાના કારણે મૃત્યુઆંક 5, 100થી વધુ ઘાયલ

આ પણ વાંચો:એપ્રિલ !  ખુશ ખબર, ગેસ સિલિન્ડરની કિમંતોમાં સતત વધારા બાદ કરાયો ભાવમાં ઘટાડો