Gujarat Weather/ અમદાવાદમાં ભારે વરસાદથી રસ્તાઓ પાણીમાં! પ્રજાને ઠંડકનો હાશકારો

મોડી રાત્રે અચાનક ભારે વરસાદ અને જોરદાર પવનને કારણે ઘણા વૃક્ષો પણ પડી ગયા હતા. આ અણધાર્યા વરસાદથી શહેરમાં ઠંડકનો અહેસાસ થયો હતો. જેના કારણે લોકોને ઉનાળાની ગરમીથી રાહત મળી છે.

Top Stories Gujarat

Gujarat Weather: અમદાવાદ (Ahmedabad)માં મોડી રાત્રે અચાનક ભારે વરસાદ (Heavy Rainfall) શરૂ થયો હતો. શહેરના ઘણા વિસ્તારોમાં રાત્રે 2 વાગ્યાની આસપાસ વરસાદ (Rain) શરૂ થતાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. કેટલાક વિસ્તારોમાં રોડ જ ગાયબ થઈ ગયો હોવાનું જોવા મળ્યું છે. આ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને ગરમીથી રાહત મળી છે અને ઠંડકનો અનુભવ થયો હતો. નરોડા, શાહીબાગ, નવરંગપુરા, નિકોલ, બાપુનગર, સેટેલાઈટ, આશ્રમ રોડ, વાડજ વગેરે વિસ્તારોમાં વરસાદે ધડબડાટી બોલાવી હતી.

મોડી રાત્રે અચાનક ભારે વરસાદ અને જોરદાર પવનને કારણે ઘણા વૃક્ષો પણ પડી ગયા હતા. આ અણધાર્યા વરસાદથી શહેરમાં ઠંડકનો અહેસાસ થયો હતો. જેના કારણે લોકોને ઉનાળાની ગરમીથી રાહત મળી છે. અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ચોમાસુ હવે લગભગ ગુજરાત પહોંચવાનું છે. ચોમાસુ 10 જૂન સુધીમાં ગુજરાતમાં પ્રવેશી શકે છે. જેમાં ચોમાસુ પહેલા દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં આવશે.

બનાસકાંઠા (Banaskantha)ના દાંતા-અંબાજીમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. વીજળીના કડાકા-ભડાકા સાથે મોડી રાત્રે વરસાદ વરસતા બાજરી, મગફળી જેવાં પાકોને નુકસાનની શક્યતા જોવા મળી રહી છે. ભારે પવન સાથે વરસાદ પડતાં ખેડૂતોમાં પાકને લઈ ચિંતા જોવા મળી છે. સાબરકાંઠા (Sabarkantha) જિલ્લામાં ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, પોશીના સહિતના પંથકમાં દિવસભર અસહ્ય ગરમી વચ્ચે વરસાદની ઠંડકથી રાહત મળી હતી.

ભરૂચ (Bharuch)નાં જંબુસર પંથકના વાતાવરણમાં પલટો આવ્યો હતો. વહેલી સવારથી સમગ્ર પંથકમાં મેઘો મહેરબાન થયો હતો. જંબુસર શહેર, તાલુકાના વિવિધ ગામોમાં વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું હતું. સુરેન્દ્રનગરના લીંબડી પંથકમાં પવનના તેજ સુસવાટા સાથે વરસાદ ખાબક્યો હતો. કમોસમી વરસાદને લઈ ઉભા પાકને નુકસાનની ચિંતા વધારી દીધી છે.

મહેસાણા (Mahesana)નાં ખેરાલુ તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદ પડ્યો હતો. ગઠામણ, મિયાસણા, નંદાલી, અરઠી ગામે વરસાદ જોવા મળ્યો હતો. સમગ્ર પંથકમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદને લઇ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કેરી તેમજ બાજરીના પાકને મોટા નુકસાનની ભીતિ જોવા મળી છે.

28 થી 30 જૂન દરમિયાન મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. આ સમય દરમિયાન, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત, દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે આગામી બે દિવસ છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમિયાન, રાત્રે અમદાવાદમાં હવામાન બદલાયું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વરસાદ આ વર્ષે વહેલો નહીં આવે! 24 કલાકમાં ભારે વર્ષાનું એલર્ટ

આ પણ વાંચો:વરસાદનું સંકટ યથાવત્, વંટોળ સાથે વરસાદ પડતા ભારે નુકસાન

આ પણ વાંચો:કેરળ અને મહારાષ્ટ્રમાં ચોમાસાની દસ્તક પછી વાવાઝોડાં અને ભારે વરસાદની ચેતવણી