દિલ્હી,
17મી લોકસભાની ચૂંટણીઓની જાહેરાત મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરા દ્વારા કરવામાં આવી હતી.ચીફ ઇલેકશન કમિશનરે જણાવ્યું હતું કે 10 લાખ પોલિંગ સ્ટેશનનો પર મતદાન થશે.
અહીં ચૂંટણીની જાહેરાતની હાઈલાઇટ્સ આપવામાં આવી છે.
-ગુજરાતમાં 23 એપ્રિલના રોજ થશે મતદાન. ઉમેદવારી પત્રક ભરવાની છેલ્લી તારીખ 4 એપ્રિલ હશે.
– 7 તબક્કામાં ચૂંટણી યોજાશે જેમાં પહેલો તબક્કો 11 એપ્રિલે, બીજો તબક્કો 18 એપ્રિલે, ત્રીજો તબક્કો 23 એપ્રિલે,ચોથો તબક્કો 29 એપ્રિલે , પાંચમો તબક્કો 6 મે, છઠો તબક્કો 12 મે અને સાતમો તબક્કો 19 મે ના રોજ મતદાન યોજાશે.
-23 મે ના રોજ મતગણતરી હાથ ધરશે.
-22 રાજ્યોમાં એક જ તબક્કામાં થશે મતદાન. આસામ અને છત્તીસગઢમાં 3 ચરણમાં થશે મતદાન.
-ચૂંટણીની જાહેરાત કરતા પહેલા પરીક્ષાઓની તારીખો,તહેવારો અને ખેડૂતોની લણણી ને ધ્યાનમાં રખાઇ હતી.
-લગભગ 90 કરોડ મતદાતાઓ મતાધિકારનો ઉપયોગ કરશે,આ વખતે 9 કરોડ મતદાતા વધ્યા.
-દરેક પોલિંગ બૂથ પર વિવિપીએટનો ઉપયોગ થશે.
-99% મતદારો પાસે વોટર આઈડી છે.
– લાઉડ સ્પીકરનો ઉપયોગ રાતે 10થી સવારે 6 સુધી નહીં થઈ શકે.
-આજથી ચૂંટણી આચારસંહિતાનો અમલ ચાલુ
-દરેક મતદાન કેન્દ્રો પર સીસીટીવી કેમેરા લગાવામાં આવશે.
– આંધ્ર પ્રદેશ, સિક્કિમ,ઓડિશા અને અરુણાચલ પ્રદેશમાં લોકસભાની સાથે જ વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે.
-ઝારખંડ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને ઓરિસામાં ચાર તબક્કામાં ચૂંટણી યોજાશે.
-કર્ણાટક, મણીપુર,રાજેસ્થાન અને ત્રિપુરામાં 2 તબક્કામાં યોજાશે ચુંટણી.
-ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળમાં 7 તબક્કામાં યોજાશે ચૂંટણી
-જમ્મુ-કાશ્મીરમાં વિધાસભાની ચુંટણી નહી યોજાય. માત્ર લોકસભાની ચૂંટણી યોજાશે.
#LokSabhaElections2019 schedule as announced by #ElectionCommission pic.twitter.com/KwQRwOlnBu
— PIB India (@PIB_India) March 10, 2019
#WATCH live from Delhi: Election Commission of India addresses a press conference. https://t.co/E0yEp9LHYq
— ANI (@ANI) March 10, 2019
