Stock Market/ શેરબજારમાં આજે સતત ઉછાળા પર બ્રેક, સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડાથી શરૂઆત

આજે શેર બજાર ખુલતાની સાથે આ ઉછાળામાં બ્રેક લાગી છે. સેન્સેક્સ 1130 પોઈન્ટ અને નિફ્ટી 370 પોઈન્ટ નીચામાં ખુલ્યો હતો.

Top Stories Business
Mantay 55 શેરબજારમાં આજે સતત ઉછાળા પર બ્રેક, સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડાથી શરૂઆત

ભારતીય શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસથી ઉછાળો જોવા મળ્યો હતો. આજે બજાર ખુલતાની સાથે આ ઉછાળામાં બ્રેક લાગી છે. આજે શેરબજારમાં નિરાશાજનક શરૂઆત થઈ છે. સેન્સેક્સ 1130 પોઈન્ટ અને નિફ્ટી 370 પોઈન્ટ નીચામાં ખુલ્યો હતો. બેંક નિફ્ટીમાં પણ 1552 પોઈન્ટનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. HDFC બેંકના ત્રિમાસિક પરિણામો બાદ બુધવારે ઓપન માર્કેટમાં નિરાશા જોવા મળી હતી. HDFCનો શેર રૂ.109 ઘટીને રૂ.1570 પર ખૂલ્યો હતો.

મંગળવારે સાંજે બજાર બંધ થયા બાદ HDFC બેંકે તેના પરિણામો જાહેર કર્યા હતા. બેંકના પરિણામોની બીજા દિવસે બુધવારે સવારે તેની અસર જોવા મળી હતી. BSE સેન્સેક્સ પર મોટા ભાગના બેન્ક શેરો નીચે જઈ રહ્યા છે. તે પૈકી યસ બેન્ક, બેન્ક ઓફ મહારાષ્ટ્ર, ICICI, એક્સિસ અને કોટકના શેર પણ નીચા ખુલ્યા હતા. NACના નિફ્ટીમાં પણ આવી જ સ્થિતિ છે.

બુધવારે શરૂઆતના વેપારમાં, કોચીન શિપયાર્ડ, CGCL, MSTC લિમિટેડ, ICICI જનરલ ઇન્સ્યોરન્સ અને SJVN BSE પર ટોચના લાભકર્તા તરીકે ટ્રેડ કરી રહ્યા છે, જ્યારે અદાણી પોર્ટ્સ, HDFC લાઇફ, TCS, ઇન્ફોસિસ અને અલ્ટ્રાટેક સિમેન્ટ નિફ્ટી પર મજબૂત રીતે ખુલ્યા હતા.

બુધવારે BSE પર HDFC બેન્કના શેરમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો. આ ઉપરાંત ઈન્ડિયા એનર્જી એક્સચેન્જ, બંધન એસએન્ડપી, લોઢા ડેવલપર્સ અને ગ્રેવિટા ઈન્ડિયાના શેર પણ શરૂઆતના ટ્રેડિંગમાં નોંધપાત્ર રીતે નીચા ખુલ્યા હતા. નિફ્ટી પર HDFC બેંક, હિન્દાલ્કો, ટાટા સ્ટીલ, બજાજ ઓટો અને ડૉ.રેડ્ડીઝ લેબના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો.

વર્ષ 2024માં આઈપીઓને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. નવા વર્ષના આરંભમાં એક મહિનો પૂર્ણ થતા પહેલા જ કંપનીના બે આઈપીઓ માર્કેટમાં આવ્યા. હવે ટૂંક સમયમાં HDFC બેંક બજારમાં HDB ફાઇનાન્શિયલ સર્વિસિસનો IPO લૉન્ચ કરવાની તૈયારી કરી રહ્યું હોવાની બજારના વર્તુળમાં ચર્ચાઈ રહ્યું છે. HDFC સિક્યોરિટીઝ અને HDB ફાયનાન્સિયલ સર્વિસિસનો IPO મર્જરની પ્રક્રિયા પર નિર્ભર હોવાનું CFO વૈદ્યનાથને જણાવ્યું. વધુમાં આઈપીઓને લઈને માહિતી આપતા જણાવ્યું કે આગામી થોડા મહિનાની અંદર IPO લૉન્ચ કરવાની પ્રક્રિયા પૂર્ણ થશે. આ અંગેના દસ્તાવેજો ટૂંક સમયમાં સેબીને સુપરત કરવામાં આવશે. નોંધનીય છે કે HDFC બેંક દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેંક છે. તાજેતરના દિવસોમાં HDFC બેંકના શેરોમાં 10 ટકાનો વધારો થયો છે. અને બજારમાં IPO લોન્ચ કર્યા બાદ બેંકને મોટો લાભ થઈ શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો:તમારા માટે/જો હજુ KYC બાકી છે તો ઝટ કરો નહિ તો 31 જાન્યુઆરી પછી તમારું ફાસ્ટેગ કામ નહીં કરે….