Not Set/ ભારતમાં કોરોના વેક્સિનનો રેર્કોડ જાણો કેટલા લોકોને આપવામાં આવી રસી…..

પોતાના ટીવ્ટર  હેન્ડલ પર દેશવાસીઓને અભિનંદન આપતા આરોગ્ય મંત્રીએ કહ્યું, “ભારતે એક દિવસમાં 88 લાખ કોવિડ -19 રસી ડોઝ આપીને સૌથી રેકોર્ડ કર્યો છે

Top Stories
c1 ભારતમાં કોરોના વેક્સિનનો રેર્કોડ જાણો કેટલા લોકોને આપવામાં આવી રસી.....

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે ભારતે એક દિવસમાં 88 લાખ કોરોના રસીઓ આપીને રેકોર્ડ બનાવ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન 88.13 લાખથી વધુ રસી ડોઝ આપવામાં આવી છે. જે એક દિવસમાં અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે.

દેશવ્યાપી રસીકરણ અભિયાન

co 1 ભારતમાં કોરોના વેક્સિનનો રેર્કોડ જાણો કેટલા લોકોને આપવામાં આવી રસી.....

ભારત સંપૂર્ણ ક્ષમતા સાથે કોરોના વાયરસ સામે યુદ્ધ લડી રહ્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે ભારતે એક દિવસમાં 88 લાખ કોરોના રસીઓ આપીને રેકોર્ડ બનાવ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન 88.13 લાખથી વધુ રસી ડોઝ આપવામાં આવી છે, જે એક જ દિવસમાં સૌથી વધુ આંકડો છે. જયારે દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 55.47 કરોડ રસી ડોઝ આપવામાં આવી છે.

પોતાના ટીવ્ટર  હેન્ડલ પર દેશવાસીઓને અભિનંદન આપતા આરોગ્ય મંત્રીએ કહ્યું, “ભારતે એક દિવસમાં 88 લાખ કોવિડ -19 રસી ડોઝ આપીને સૌથી રેકોર્ડ કર્યો છે.”

2021સુધીનો લક્ષ્ય

co3 ભારતમાં કોરોના વેક્સિનનો રેર્કોડ જાણો કેટલા લોકોને આપવામાં આવી રસી.....

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 25,166 હજાર નવા કેસ નોંધાયા છે, જે 154 દિવસમાં અત્યાર સુધીના સૌથી ઓછા છે. જયારે કુલ સક્રિય કેસનો દર 1.15%છે.  ઉલ્લેખનીય છે કે, આ દર માર્ચ 2020 પછી સૌથી ઓછો છે. ભારતનો સક્રિય કેસલોડ હાલમાં 3 લાખ, 69 હજાર, 846 (3,69,846) છે, જે 146 દિવસમાં સૌથી ઓછો કેસલોડ છે. કેન્દ્ર સરકારની મહામારી સામે બનાવેલી વ્યૂહરચનાનું પરિણામ છે કે કેસો સતત ઘટી રહ્યા છે. ભારતનું લક્ષ્ય ડિસેમ્બર 2021 સુધીમાં 18 વર્ષથી ઉપરના તમામ લોકોને કોરોનાની રસી મુકવાનું છે. જો આજ રીતે  કોરોના રસી અપાતી રહેશે તો ચોક્કસપણે આ લક્ષ્ય પ્રાપ્ત થશે.

કોવિડ-19 પિરક્ષણ ઝડપી

ભારતમાં કોરોના વેક્સિનનો રેર્કોડ જાણો કેટલા લોકોને આપવામાં આવી રસી.....

દેશમાં કોરોના સંક્રમણથી સ્વસ્થ થયેલા લોકો વિશે વાત કરીએ તો રિકવરી રેટ હાલમાં 97.51%છે, જે 2 માર્ચ, 2020 પછી સૌથી વધુ છે. અત્યાર સુધીમાં કુલ 3 કરોડ, 17 લાખ, 48 હજાર 754 (3,14,48,754) લોકો કોરોનાને માત આપી સાજા થયા છે. જયારે છેલ્લા 24 કલાક દરમિયાન 36,830 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા એક અઠવાડિયાની વાત કરીએ તો તેનો દર હાલમાં 1.98% છે, જે છેલ્લા 53 દિવસથી 3% થી નીચે છે. દૈનિક દરની વાત કરીએ તો તે 1.61 ટકા છે. દેશમાં કોવિડ -19 નું પરીક્ષણ ઝડપથી ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં કુલ 49.66 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા છે.