મહારાષ્ટ્ર/ કોરોનાના કેસ વધતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ કરી આ માંગ

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસે માંથું ઉચક્યું છે, ત્યારે હવે રાજ્યમાં દરરોજ આશરે 15 હજાર નવા કેસ સામે આવી રહ્યા છે. સોમવારે રાજ્યમાં સંક્રમિતના 15 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે.

Top Stories India
A 182 કોરોનાના કેસ વધતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ કરી આ માંગ

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસે માંથું ઉચક્યું છે, ત્યારે હવે રાજ્યમાં દરરોજ આશરે 15 હજાર નવા કેસ સામે આવી રહ્યા છે. સોમવારે રાજ્યમાં સંક્રમિતના 15 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. આ જ સ્થિતિમાં અનિયંત્રિત કોરોનાની ગતિને ધ્યાનમાં લેતા, રાજ્ય સરકારે લોકોને થિયેટર, રેસ્ટોરેન્ટ, આરોગ્ય સંબંધિત વસ્તુઓ સિવાય બધે અડધી ક્ષમતાથી કામ કરવાના આદેશો જારી કર્યા છે.

આ દરમિયાન ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ માંગ કરી છે કે, મહારાષ્ટ્રમાં દરેકને જરૂરિયાતના આધારે રસી લગાવવામાં આવે. તેમણે કહ્યું છે કે, જે કોઈ જરૂરતમંદ છે તેને કટોકટીની સ્થિતિમાં રસી લાગુ કરવાની છૂટ આપવી જોઈએ. હાલમાં, 60 વર્ષની વયના સિનિયર સિટિઝન્સ અને 45 વર્ષથી વધુ ઉંમરના દર્દીઓ કે જેમને ખતરનાક રોગ છે તેને રસી આપવામાં આવી રહી છે.

લોકડાઉન અર્થતંત્રને કરી રહ્યું છે નબળું

આનંદ મહિન્દ્રાએ સોમવારે ટ્વીટ કર્યું હતું કે દેશમાં નવા અડધાથી વધુ કેસ મહારાષ્ટ્રની બહાર આવી રહ્યા છે. આ રાજ્ય દેશની આર્થિક પ્રવૃત્તિનું કેન્દ્ર છે અને વધુ લોકડાઉન તેને વધુ નબળું પાડશે. મહારાષ્ટ્રના દરેક રસ ધરાવતા વ્યકિતને રસીકરણ માટે ઇમરજન્સી ઉપયોગ આપવો જોઈએ. રસીની કમી નથી.

મહિન્દ્રાએ આ ટ્વીટને વડા પ્રધાન નરેન્દ્ર મોદી (પીએમ નરેન્દ્ર મોદી) અને આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધન ને પણ ટેગ કર્યા છે. મહિન્દ્રાએ એક ટ્વીટનાં જવાબમાં લખ્યું છે કે હું સંમત છું. પરંતુ જો આપણે રસીકરણને વેગ નહીં આપીએ તો આપણે બીજી, ત્રીજી અને ચોથી તરંગનો સામનો કરવો પડશે.

આ પહેલા ગયા અઠવાડિયે જ નાયબ મુખ્યમંત્રી અજિત પવારે કહ્યું હતું કે, તેઓ 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે પુણેમાં રસીકરણ ખોલવા માટે કેન્દ્રની મંજૂરી લેશે. પરંતુ આ બધું ક્યારે થશે તેનો કોઈ જવાબ નથી. રાજ્યના મુંબઈના પૂના, નાગપુરમાં કોરોના કરતા વધુ ખરાબ સ્થિતિ છે. રસી આવ્યા પછી પણ સરકાર તેને અટકાવવા લોકડાઉનનો આશરો લઈ રહી છે. આ અંગે સામાન્ય નાગરિક ખૂબ નારાજ છે.