Voter age limit/ આ દેશમાં હવે મતદાનની વયમર્યાદા 18થી પણ ઓછી થશે

ન્યુઝીલેન્ડની એક અદાલતે સોમવારે ઐતિહાસિક ચુકાદામાં 16- અને 17 વર્ષના કિશોરોને મતદાન કરવાની મંજૂરી આપવાની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. કોર્ટે કહ્યું કે આ ઉંમરના કિશોરોને મતદાનનો અધિકાર ન આપવો એ તેમની સાથે ભેદભાવ કરવા સમાન છે.

Top Stories India World
Make it 16 આ દેશમાં હવે મતદાનની વયમર્યાદા 18થી પણ ઓછી થશે

હાલમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી ચાલી રહી છે ત્યારે દેશમાં 18થી વધુ વયના લોકોને મતદાન આપવાનો અધિકાર છે તે બધા જાણે છે. તે યાદ રાખવું જરૂરી છે કે આ સુધારો પણ વડાપ્રધાન પદે રાજીવ ગાંધી હતા ત્યારે આવ્યો હતો. તેના પહેલા મતદાન કરવાની વયમર્યાદા 21થી વધુ વયની હતી. હવે ભારત નહી બીજા એક દેશમાં મતદાન વયમર્યાદા 18થી પણ નીચે કરવાની ચળવળે વેગ પકડ્યો છે અને તે દેશની કોર્ટે તેના માટે સરકારને આદેશ પણ આપ્યો છે. ભવિષ્યમાં ભારતમાં પણ આ પ્રકારની ચળવળ વેગ પકડી શકે છે.

ન્યુઝીલેન્ડની એક અદાલતે સોમવારે ઐતિહાસિક ચુકાદામાં 16- અને 17 વર્ષના કિશોરોને મતદાન કરવાની મંજૂરી આપવાની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. કોર્ટે કહ્યું કે આ ઉંમરના કિશોરોને મતદાનનો અધિકાર ન આપવો એ તેમની સાથે ભેદભાવ કરવા સમાન છે. અદાલતે શોધી કાઢ્યું હતું કે ન્યુઝીલેન્ડમાં વય ભેદભાવ સામે રક્ષણ 16 થી શરૂ થાય છે અને આમ માત્ર 18 વર્ષથી ઉપરના લોકોને જ મત આપવાનો અધિકાર આપવો એ અન્ય લોકો સાથે ભેદભાવ સમાન છે.

ચુકાદાના કલાકો પછી, ન્યુઝીલેન્ડના વડા પ્રધાન જેસિન્ડા આર્ડર્ને કહ્યું કે ‘મતદાનની ઉંમર ઘટાડવી જોઈએ કે કેમ તે નક્કી કરવા માટે કીવી સાંસદોએ મતદાન કરવું પડશે.’ આર્ડર્ને કહ્યું, ‘અમારું માનવું છે કે સંસદમાં આ એક એવો મુદ્દો છે જ્યાં દરેક વ્યક્તિ પોતાનો અભિપ્રાય આપી શકે છે. જો કે, આમ કરવા માટે, આર્ડર્ન અને તેની સરકારે સંસદમાં બહુમતી જીતવી પડશે. આર્ડર્ને કહ્યું, ‘હું અંગત રીતે મતદાનની ઉંમર ઘટાડવાનું સમર્થન કરું છું, પરંતુ તે માત્ર મારા કે સરકારની વાત નથી. આ પ્રકારના ચૂંટણી કાયદામાં કોઈપણ ફેરફાર માટે 75 ટકા સાંસદોનું સમર્થન જરૂરી છે.

અહેવાલ મુજબ, સત્તાધારી પક્ષ આગામી મહિનાઓમાં સંસદમાં પ્રસ્તાવ રજૂ કરે તેવી અપેક્ષા છે. જો કે, નિયમોમાં કોઈપણ ફેરફાર આવતા વર્ષે સામાન્ય ચૂંટણી પછી અમલમાં આવશે નહીં. જણાવી દઈએ કે જો ન્યુઝીલેન્ડ મતદાનની ઉંમર ઘટાડવામાં સફળ થાય છે, તો તે ઓસ્ટ્રિયા, માલ્ટા, બ્રાઝિલ, ક્યુબા અને એક્વાડોરની રેન્કમાં સામેલ થઈ જશે. આ દેશોમાં 16 અને તેથી વધુ ઉંમરના લોકોને મત આપવાનો અધિકાર છે. તમને જણાવી દઈએ કે સોમવારે કોર્ટ દ્વારા આ ચુકાદો ‘મેક ઈટ 16 કેમ્પેઈન’ નામના એક ગ્રુપ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આપવામાં આવ્યો છે. આ સમૂહ સાથે જોડાયેલા લોકોએ જણાવ્યું કે આ નિર્ણય બે વર્ષ જૂના કેસમાં આવ્યો છે.

આ પણ વાંચો

Gujarat Election/ આ કોંગ્રેસીઓ કહે છે કે તેઓ મોદીને તેમની ઔકાત બતાવી દેશે: PM મોદી

Vijay Hazare Trophy/ વર્લ્ડ રેકોર્ડઃ વન-ડે ક્રિકેટમાં પહેલીવાર આ ટીમે બનાવ્યા 500 રન,